________________
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-પૂ૩ निजस्वरूपं जहाति स धर्मस्तत्रोपाधिः' इति नियमाद्, वर्जनाऽभिप्रायविशिष्टा हि जीवविराधना जीवघातपरिणामजन्यत्वं संयमनाशहेतुं परित्यजति, तेन संयमपरिणामानपायद्वारा वर्जनाऽभिप्रायजन्यां निर्जरां प्रति जीवविराधनाया अपि प्रतिबन्धकाभावत्वेन कारणताऽपि । यदागमः (ओ. नि. ७५९, પિનિ. ૭૬૦) -
પૃથ્વીકાય વગેરે જીવોનો આરંભ કરનારી પ્રવૃત્તિ કરવા છતાં સર્વવિરતિપરિણામ શ્રાવકમાં પણ ટકી શકે છે. આવી આપત્તિ ન આવે એ માટે માનવું પડે છે કે જેમાં વર્જનાઅભિપ્રાયરૂપ ઉપાધિ ભળી હોય તેવી જીવવિરાધના વગેરે સંયમપરિણામને ટકાવી રાખવામાં હેતુ બને છે. શ્રાવકને પૃથ્વીકાય વગેરે જીવોની હિંસાને વર્જવાનો અભિપ્રાય ન હોવાથી સંયમ પરિણામ ટકી શકતો નથી. સાધુઓમાં નદી ઉતરતી વખતે પણ આ પરિણામ હોય તો છે જ. હવે જો એ વખતે પાણીના જીવોની જાણકારી પણ હોય તો તો તેની વિરાધનાને વર્જવાનો પરિણામ આગળ આવી નદી ઉતરવા જ ન દે. તેમ છતાં સાધુ જો નદી ઉતરે તો એ વર્જના પરિણામ ઊભો ન રહે અને તેથી સંયમપરિણામ પણ હણાઈ જાય. પણ સાધુ નદી પણ ઉતરે છે અને સંયમપરિણામ પણ જળવાઈ રહે છે. તેથી માનવું પડે છે કે વર્ષના પરિણામ હોવા છતાં તેનું વર્જન અશક્ય હોઈ અશક્યપરિહારરૂપે એ વિરાધના થાય છે. વળી અહીં જીવો છે એવું જો જ્ઞાન થઈ જાય તો તો જ્યાં જીવો ન હોય તેવા સ્થાનેથી જતાં તેને કોઈ રોકનાર ન હોવાથી વિરાધનાનો પરિહાર અશક્ય ન રહે, તેથી માનવું પડે છે કે એ અશક્યપરિહાર પણ જીવોના અનાભોગના કારણે હોય છે.
(જીવઘાતાદિમાં વર્જનાભિપ્રાય ઉપાધિરૂપ - પૂર્વપક્ષ) આ બધી વાતો પરથી ફલિત એ થાય છે કે જીવઘાતના વર્જનાભિપ્રાયવાળા અને જયણાપૂર્વક પ્રવર્તતા એવા છદ્મસ્થસાધુઓથી અનાભોગજન્ય અશક્યપરિહારરૂપે થતાં જીવઘાત-મૃષાભાષણ વગેરે સંયમપરિણામ અખંડિત રહેવામાં હેતુ છે. જીવઘાતાદિમાં આ જે હેતુતા આવે છે તે વર્જનાભિપ્રાયરૂપ ઉપાધિથી પ્રયુક્ત જ હોય છે. કેમ કે જીવવિરાધનામાં સંયમપરિણામના નાશના હેતુભૂત જે જીવઘાતપરિણામજન્યત્વ રૂપ (જીવને મારવાના પરિણામથી ઉત્પન્ન થવા રૂપ) પોતાનું સ્વરૂપ હોય છે તે વર્જનાભિપ્રાયથી દૂર થયું હોય છે. તાત્પર્ય આ છે કે – જે ધર્મવાળી બનીને જે વસ્તુ પોતાનું સ્વરૂપ છોડી દે છે તે ધર્મ તે વસ્તુમાં ઉપાધિ કહેવાય છે. જેમ કે અમુક સંસ્કાર કરાયેલું ઝેર પોતાનું મારકત્વ સ્વરૂપ છોડી દે છે, તો એ સંસ્કાર ઝેરમાં ઉપાધિરૂપ બને છે) વર્જનાભિપ્રાયવિશિષ્ટ બનેલી જીવવિરાધના પોતાના જીવઘાતપરિણામજન્યત્વરૂપ સંયમનાશકત્વસ્વરૂપને છોડી દે છે. તેથી વર્જનાભિપ્રાય એમાં ઉપાધિરૂપ છે. આ વર્જનાભિપ્રાયના કારણે સંયમપરિણામ ટકી રહેતો હોવાથી કર્મનિર્જરા પણ ચાલુ રહે છે. વર્જનાભિપ્રાયજન્ય આ નિર્જરા પ્રત્યે જીવવિરાધના પ્રતિબંધક બનતી ન હોવાથી પ્રતિબંધકાભાવ