________________
૨૪૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩
संभवे सम्भाव्ये च । सम्भवे यथा चक्रवर्तिबलदेववासुदेवादीनां यद्बाहुबलादिकायबलम् । तद्यथा 'कोटिशिला त्रिपृष्ठेन वामकरतलेनोद्धृता, यदि वा ‘सोलसरायसहस्सा...' ( ) इत्यादि यावदपरिमितबला जिनवरेन्द्रा इति । संभाव्ये तु संभाव्यते तीर्थकरो लोकमलोके कन्दुकवत् प्रक्षेप्तुम्, तथा मेरुं दण्डवत् गृहीत्वा वसुधां छत्रकवद्धर्तुमिति । तथा संभाव्यतेऽन्यतरसुराधिपो जम्बूद्वीपं वामहस्तेन छत्रकवद्धर्तुमयत्नेनैव मन्दरमिति । तथा संभाव्यतेऽयं दारकः परिवर्द्धमानः शिलामेनामुद्धर्तुं हस्तिनं दमयितुमश्वं वाहयितुमित्यादि ४ इन्द्रियबलमपि श्रोत्रेन्द्रियादिस्वविषयग्रहणसमर्थं पञ्चधा । एकैकमपि द्विधा संभवे संभाव्ये च । संभवे यथा श्रोत्रेन्द्रियस्य द्वादशयोजनानि विषयः, एवं शेषाणामपि यस्य यो विषय इति । संभाव्ये तु यस्य कस्यचिदनुपहतेन्द्रियस्य श्रान्तस्य क्रुद्धस्य पिपासितस्य परिग्लानस्य वाऽर्थग्रहणासमर्थमपि इन्द्रियं सद्यथोक्तदोषोपशमे तु सति सम्भाव्यते विषयग्रहणायेति ।' तद्वदिह यदि क्षीणमोहे संभावनाऽऽरूढं मृषाभाषणं संभवे वक्तव्यं तदा व्यक्तित एव भावरूपं संपन्नं, यदि च संभाव्ये तदा शक्तितः, इति न कथमपि पृथग भवितुमर्हति । न च क्षीण
વાગ્વીર્યમાં જાણવી. જેનું જે ઉત્કૃષ્ટ બળ હોય છે તે કાયવીર્ય છે. તે પણ સંભવ અને સંભાવ્ય અંગેનું એમ દ્વિવિધ છે. તેમાં ચક્રવર્તી-બળદેવ-વાસુદેવ વગેરેનું જે હાથ વગેરેમાં બળ હોય છે તે સંભવવીર્ય. તે આ પ્રમાણે-ત્રિપૃષ્ઠવાસુદેવે કોટિશિલા કરતલથી ઉપાડી.. અથવા સોળ હજાર રાજાઓ સાંકળ પકડીને ખેંચે... ઇત્યાદિ જે પ્રરૂપણા આવે છે તે પ્રમાણે જાણી લેવું... યાવત્ શ્રી જિનેશ્વર પ્રભુ અપરિમિત બળવાળા હોય છે ત્યાં સુધી... આ બધું સંભવવીર્ય છે. સંભાવ્યવીર્યમાં શ્રી તીર્થંકર પ્રભુ લોકને દડાની જેમ અલોકમાં ફેંકવા સમર્થ છે, એમ મેરૂને દંડની જેમ પકડી પૃથ્વીને છત્રની જેમ ધારી રાખવા સમર્થ છે. કોઈ પણ ઇન્દ્ર જંબૂદ્વીપને ડાબા હાથથી કોઈપણ જાતની તકલીફ વિના મેરૂથી પકડીને છત્રની જેમ ધારી રાખવા માટે સમર્થ છે. તથા સંભાવના છે કે વધતો જતો આ છોકરો આ શિલાને ધારી શકશે, હાથીને દમી શકશે, અશ્વની સવારી કરી શકશે... ઇત્યાદિ (શ્રોત્રેન્દ્રિયાદિ શબ્દાદિરૂપસ્વવિષયનું ગ્રહણ કરવામાં જે સમર્થ હોય છે તે ઇન્દ્રિયબળ પણ પાંચ પ્રકારનું હોય છે. તે દરેકના પાછા બબ્બે ભેદ... સંભવ અને સંભાવ્ય-સંભવ અંગે... શ્રોત્રેન્દ્રિયનો વિષય બાર યોજન હોય છે. એમ શેષ ઇન્દ્રિયોનો પણ પોતપોતાનો વિષય જાણવો. આ બધું સંભવ ઇન્દ્રિયબળ જાણવું. ઇન્દ્રિય હણાયેલી ન હોય એવા માણસની થાકની - ગુસ્સાની પિપાસાની કે પરિગ્લાનિની અવસ્થામાં અર્થગ્રહણ કરવામાં અસમર્થ એવી પણ ઇન્દ્રિય ઉક્તદોષ શમી જતે છતે વિષય ગ્રહણ કરી શકશે એ સંભાવ્ય ઇન્દ્રિયબળ જાણવું.)”
સૂત્રકૃતાંગવૃત્તિને અનુસરીને ક્ષીણમોહ જીવમાં જો સંભાવનારૂઢ મૃષાભાષણ “સંભવ' પ્રકારનું માનવું હોય તો એ વ્યક્તિથી (પ્રકટરૂપે) ભાવમૃષાભાષણરૂપ બની ગયું અને “સંભાવ્ય પ્રકારનું જો માનવું હોય તો શક્તિથી યોગ્યતારૂપે) ભાવમૃષાભાષણરૂપ બની ગયું... પણ તે બેથી પૃથ હોવું તો