________________
૨૫૦
<
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૩ तान्येव द्रव्यभूतानां तेषां कारणानि स्युः, इत्यभव्यादीनामपि द्रव्यतो ज्ञानदर्शनचारित्रवतां ज्ञानावरणीयदर्शनमोहनीयचारित्रमोहनीयकर्मक्षयोपशमाः कारणानि स्युः, तथा चागमबाधा । किञ्च, एवं केवलिनो द्रव्येन्द्रियाणामप्यभावापत्तिः भावेन्द्रियहेतुज्ञानावरणदर्शनावरणक्षयोपशमयोः केवलिन्यभावाद् । न च द्रव्येन्द्रियाभावः केवलिन्युक्तः, किन्तु भावेन्द्रियाभाव एवेति । किञ्चोपशान्तमोहे यथा जीवविराधना मोहनीयकारणमन्तरेणापि भवति, तथा क्षीणमोहे मोहाभावेऽपि द्रव्यतो जीवविराधनामृषाभाषादिसद्भावे किं बाधकम् ?
अथ-अस्त्येवागमबाधा । तथाहि - 'रायगिहे जाव एवं वयासी, अह भंते । पाणाइवाए मुसावा अदिण्णादाणे मेहुणे परिग्गहे एस णं कतिवण्णे कतिगंधे कतिरसे कतिफासे पण्णत्ते ? गोयमा ! पंचवण्णे दुगंधे पंचरसे चउफासे पण्णत्ते ।' इत्यादि भगवतीसूत्रे द्वादशशते पञ्चमोद्देशके प्रोक्तम् । 'रायगिहे' इत्यादि,
=
જીવમાં ભાવમૃષાવાદના કારણોની જેમ દ્રવ્યમૃષાવાદના કારણો પણ હોતા નથી (અને તેથી દ્રવ્યથી મૃષાવાદ પણ હોતો નથી.) - આવું એટલા માટે ન કહેવું કે એ રીતે તો ભાવથી જ્ઞાન - દર્શન - ચારિત્રના જે જ્ઞાનવરણીય વગેરે કર્મના ક્ષયોપશમરૂપ કારણો હોય છે તે તે જ દ્રવ્યથી જ્ઞાન વગેરેના કારણ બની જશે. અને તો પછી દ્રવ્યથી જ્ઞાન-દર્શન-ચારિત્રવાળા અભવ્યાદિને પણ જ્ઞાનાવરણદર્શનમોહનીય-ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમરૂપ કારણો માનવા પડશે જેમાં સ્પષ્ટ રીતે આગમબાધા છે. વળી આ રીતે તો કેવલીઓમાં દ્રવ્યેન્દ્રિયોનો પણ અભાવ થઈ જવાની આપત્તિ આવશે, કેમ કે ભાવેન્દ્રિયના હેતુભૂત જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષયોપશમોનો તેઓમાં અભાવ હોવાથી દ્રવ્યેન્દ્રિયોના પણ તદ્રુપ કારણોનો અભાવ માનવો પડે છે. પણ કેવલીઓમાં દ્રવ્યેન્દ્રિયોનો અભાવ હોવો કહ્યો નથી, કિન્તુ ભાવેન્દ્રિયોનો જ અભાવ કહ્યો છે. તેથી ‘ભાવના જે કારણો હોય તે જ દ્રવ્યના પણ હોય’ એવું માની શકાતું નથી. અને તેથી ‘ક્ષીણમોહીને ભાવમૃષાના કારણભૂત ક્રોધાદિ ન હોવાથી દ્રવ્યમૃષાનું પણ કારણ હોતું નથી. એટલે દ્રવ્યમૃષાવાદ પણ હોતો નથી.' ઇત્યાદિ માની શકાતું નથી. વળી ઉપશાન્તમોહ ગુણઠાણે જીવવિરાધના જેમ મોહનીયકર્મરૂપ કારણ વિના પણ થાય છે તેમ ક્ષીણમોહ ગુણઠાણે પણ મોહાભાવ હોવા છતાં દ્રવ્યથી જીવવિરાધના-મૃષાવાદાદિ હોય તો એમાં શું બાધક છે ? (પ્રાણાતિપાતાદિ ચારિત્રમોહનીયને નિયત છે - પૂર્વપક્ષ)
પૂર્વપક્ષ ઃ ક્ષીણમોહમાં દ્રવ્યથી હિંસા વગેરે માનવામાં આગમ જ બાધક છે. ભગવતીસૂત્ર બારમું શતક પાંચમા ઉદ્દેશકમાં કહ્યું છે કે “રાજગૃહમાં... યાવત્ આ પ્રમાણે કહ્યું. અથ ભગવન્ ! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ એ પાંચ કેટલા વર્ણ, કેટલી ગંધ, કેટલા રસ (સ્વાદ), કેટલા
છુ. રાગદે યાવત્ ર્વ વત્તિ, અથ ભવન્ત ! પ્રાળાતિપાત:, મૃષાવાદઃ, અવત્તાવાન, મૈથુન, પરિગ્રહઃ - તે ઋતિવાં:, તિાન્યા: તિસાઃ, ઋતિસ્પર્શી: પ્રજ્ઞતાઃ ? ગૌતમ! પદ્મવા:, દ્વિધા:, પન્નુરસા, વતુઃસ્પŕ: પ્રજ્ઞતાઃ ।