________________
કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છવાસ્થલિંગ વિચાર
૨૫૯ इदं विहास्माकमाभाति यद् - 'आलोचनायोग्यविराधनादिकं छद्मस्थमात्रलिङ्ग, तदभावश्च केवलिनो लिङ्गं, 'कदाचिद्' इत्यनेन 'न कदाचिदपि' इत्यनेन चैतदर्थस्यैव स्फोरणात् । आलोचनायोग्यताया अनाभोगप्रयुक्तकादाचित्कतानियतत्वाद्, इतरत्र च तदभावाद् । इत्थं च 'केवली न कदाचिदपि प्राणानामतिपातयिता भवति, क्षीणचारित्रावरणत्वाद्' इत्यादौ विशिष्टो हेतुरनुसन्धेयः,
સાથે તો વ્યાપ્તિ કંઈ મનાતી નથી.) (જયાં જયાં (અ) હોય ત્યાં ત્યાં (બ) હોય, અને જયાં જયાં (બ) હોય ત્યાં ત્યાં (અ) હોય આવો પરસ્પર નિયમ ધરાવતા ધર્મો પરસ્પર સમનિયત કહેવાય છે. દા.ત. પદાર્થત્વ અને શેયત્વ.).
| (અધિકૃત સ્થાનાંગસૂત્રનું તાત્પય). છઘસ્થ અને કેવલીના લિંગ દેખાડનાર ઉક્ત સ્થાનાંગ સૂત્રનું તાત્પર્ય અમને આવું લાગે છે – આલોચનાયોગ્ય જીવવિરાધના વગેરે (માત્ર જીવઘાત વગેરે નહિ) છદ્મસ્થમાત્રના લિંગભૂત છે અને તેઓનો અભાવ એ કેવલીના લિંગભૂત છે કેમકે “વિઅને ‘વિવિ' એ બંને શબ્દોથી આ જ વાત ધ્વનિત થાય છે. કેમકે આલોચનાયોગ્યતા એ અનાભોગપ્રયુક્ત કાદાચિત્કતાને નિયત છે અને કેવલીમાં તો આલોચનાયોગ્યતા કે અનાભોગનો જ અભાવ હોય છે. તાત્પર્ય એ છે કે વાર્િ શબ્દ કાદાચિત્કતાને જણાવે છે જે અનાભોગપ્રયુક્ત હોય છે. આવી અનાભોગપ્રયુક્ત કાદાચિત્કતાવાળી જે વિરાધના હોય છે તે આલોચનાયોગ્ય હોય છે. માટે “કદાચિત્ વિરાધના'ના ફલિતાર્થ તરીકે આલોચનાયોગ્ય વિરાધના જ જણાય છે. એટલે એવી વિરાધના એ છદ્મસ્થમાત્રનું લિંગ છે. કેવલીને ક્યારેય પણ અનાભોગ ન હોવાથી અનાભોગપ્રયુક્ત કાદાચિત્કતાવાળી આવી આલોચનાયોગ્ય વિરાધના પણ હોતી નથી. માટે તેવી વિરાધનાનો અભાવ એ કેવલીનું લિંગ છે એવું ‘વિપ' શબ્દ પરથી ફલિત થાય છે. અને તેથી વૃત્તિકારે જે અનુમાનપ્રયોગ આપ્યો છે કે “કેવલી ક્યારેય પણ પ્રાણોના અતિપાતયિતા (હિંસક) બનતા નથી, કેમકે ક્ષીણચારિત્રાવરણવાળા હોય છે તેમાં કો'ક વિશિષ્ટ હેતુ વિચારી કાઢવો જોઈએ. આશય એ છે કે ઠાણાંગના પ્રસ્તુત સૂત્રમાં કેવલીના જે સાત લિંગો કહ્યા છે તેનો નિશ્ચય કરવા માટે વૃત્તિકારે “વતી વિપિ પ્રાપનાતિપાયિતા' ઇત્યાદિ અનુમાનપ્રયોગ આપ્યો છે. સાતેય લિંગો માટે આવા સાત અનુમાનપ્રયોગો સમજવાના છે. આ અનુમાનપ્રયોગોમાં “શીવારિત્રાવળત્યા’ એવો જે હેતુ આપ્યો છે તેને કોઈ વિશેષણયુક્ત કરીને વિશિષ્ટ બનાવવો આવશ્યક છે. એ રીતે એને જો વિશિષ્ટ ન બનાવીએ તો “ચારિત્રમોહનીયકર્મ ક્ષીણ થઈ ગયેલું હોવા' રૂપ જે શુદ્ધ (વિશેષણશૂન્ય કેવલ) હેતુ છે તે તો બારમા ગુણઠાણે રહેલા ક્ષીણમોહ જીવમાં પણ હોવાથી એ જીવમાં પણ કેવલીપણાનું લિંગ રહ્યું છે એમ નિર્ણત થાય. વળી તેમ છતાં તેનામાં કેવલીપણું તો રહ્યું નથી જ. એટલે આ પ્રસ્તુત ઠાણાંગસૂત્રમાં દર્શાવેલ કેવલીપણાના લિંગોમાં વ્યભિચાર ઊભો થાય છે. લિંગોના