________________
અધ્યાત્મજ્ઞાન
૨૭૯
तदेतदध्यात्मध्यानमविकल्पसमाधिसंबन्धबन्धुरमित्येतदेवाभिष्टुवत्राह -
एयं परमं नाणं परमो धम्मो इमो च्चिय पसिद्धो । एयं परमरहस्सं णिच्छयसुद्धं जिणा बिंति ।।१००।
एतत्परमं ज्ञानं परमो धर्मोऽयमेव प्रसिद्धः ।
एतत्परमरहस्यं निश्चयशुद्धं जिना ब्रुवते ।।१००।। एयं परमंति । एतदध्यात्मध्यानं परमं ज्ञानं, ज्ञानस्य विरतिफलत्वाद्, विरतेश्च समतासार-त्वात्, समतायाश्चैतदायत्तत्वादिति भावः । परमो धर्मोऽयमेव प्रसिद्धः दुर्गतौ पततो जन्तो-धरणात् सिद्धिगतो नियमेन धारणाच्च । एतच्च परमरहस्यमुत्कृष्टोपनिषद्भूतं, निश्चयशुद्धं पारमार्थिकनयविशदीकृतं जिनास्तीर्थकरा ब्रुवते ।। यदागमः-(ओ. नि.)
परमरहस्समि(मी)सीणं समत्तगणिपिडगझरिअसाराणं । परिणामियं पमाणं णिच्छयमवलंबमाणाणं ।।७६०।। (પંચવ. દ૨) ૨૦૦૫
(અધ્યાત્મજ્ઞાનની સ્તુતિ) આમ આ અધ્યાત્મધ્યાન અવિકલ્પસમાધિના જનકન્વરૂપ સંબંધને ધરાવતું હોઈ ઘણું સુંદર છે. તેથી તેની જ સ્તવના કરતા ગ્રન્થકાર કહે છે –
ગાથાર્થ: આ અધ્યાત્મધ્યાન જ પરમજ્ઞાન છે, પરમધર્મ તરીકે આ જ પ્રસિદ્ધ છે, આ જ નિશ્ચયશુદ્ધ પરમ રહસ્ય છે એવું શ્રી તીર્થકરો કહે છે.
જ્ઞાનનું ફળ વિરતિ છે જેનો સાર સમતા છે. આ સમતા અધ્યાત્મધ્યાનને આધીન છે માટે શ્રેષ્ઠ જ્ઞાનનું પરંપરાએ જે સારભૂત કાર્ય છે તે સમતા આ અધ્યાત્મધ્યાનથી થતી હોઈ એ અધ્યાત્મધ્યાનને પરમજ્ઞાન કહ્યું છે. એમ એ દુર્ગતિમાં પડતા જીવને ધારનાર (બચાવનાર) હોઈ તેમજ સિદ્ધિગતિમાં અવશ્ય ધારનાર (લઈ જનાર-ટકાવનાર) હોઈ પરમ ધર્મ છે. પારમાર્થિકનય-નિશ્ચયનયથી વિશદ બનેલ તે ઉત્કૃષ્ટ ઉપનિષદભૂત છે. ઓઘનિર્યુક્તિ (૭૬૦) (અને પંચવસ્તુ-૬૦૨)માં કહ્યું છે કે - “જેઓએ સમસ્ત દ્વાદશાંગીનો સાર ધારી રાખેલો છે તેવા અને નિશ્ચયનું અવલંબન કરતા એવા ઋષિઓને આ પરમરહસ્ય તરીકે સંમત છે કે પરિણામ એ પ્રમાણ છે. (અર્થાત્ બાહ્યક્રિયા નહિ પણ જીવના અધ્યવસાય જ કર્મના બંધ કે નિર્જરા વગેરેમાં મુખ્ય ભાગ ભજવે છે.) I/૧૦
१. परमरहस्यमृषीणां समस्तगणिपिटकस्मृतसाराणाम् । परिणामः प्रमाणं निश्चयमवलम्बमानानाम् ॥