Book Title: Dharm Pariksha Part 02
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 291
________________ ૨૭૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૯૯ __ अन्ये पुद्गलभावा अन्य एकश्च ज्ञानमात्रमहम् । शुद्ध एष विकल्पोऽविकल्पसमाधिसंजनकः ।।१९।। अण्णेत्ति । पुद्गलभावाः पुद्गलपरिणामाः कायमनोवागानप्राणकर्मवर्गणाधनगृहक्षेत्रारामादिसंस्थानभाजोऽविद्याप्रपञ्चोपरचितममकारविषयीभूताः, अन्ये-मदात्मद्रव्यादेकान्तेन पृथग्भूताः कालत्रयेऽप्युपयोगलक्षणासंस्पर्शादिति भावः । अहं च ज्ञानमात्रमुपयोगमात्रस्वभाव इति हेतोः पुद्गलभावेभ्योऽन्य एकश्च, कालत्रयेऽप्यन्यद्रव्यसंसर्गेऽपि तत्स्वभावापरिग्रहाद्, अनन्तपर्यायाविर्भावतिरोभावाभ्यामप्यविचलितशुद्धात्मद्रव्यैकशक्तिमत्त्वाच्च । न च ज्ञानदर्शनचारित्ररूपरत्नत्रयस्वभावशालित्वेनापि शुद्धात्मद्रव्यस्यैकत्वक्षतिः संभवति, प्रभानर्मल्यदोषहरणशक्तिगुणयोगाज्जात्यरत्नस्येवेति । एष शुद्धात्मद्रव्यविषयत्वेन शुद्धो विकल्पः, अविकल्पसमाधेः सम्यक् प्रकारेण जनकः एतज्जनितसंस्कारस्य विकल्पान्तरसंस्कारविरोधित्वेन ततस्तदनुत्थानाद्, एतस्य च वढेर्दाह्यं विनाश्यानुविनाशवदशुभविकल्पजालमुच्छेद्य स्वत एवोपरमादिति ।।१९।। (શુદ્ધવિકલ્પ અવિકલ્પસમાધિનો જનક) ગાથાર્થ : “પુગલના પરિણામો મારા કરતા જુદા છે, ઉપયોગમાત્ર સ્વભાવવાળો હોઈ હું પુદ્ગલભાવોથી જુદો છું અને એક છું.” આવો શુદ્ધવિકલ્પ એ અવિકલ્પસમાધિનો સમ્યફ પ્રકારે જનક છે. શરીર, મન, વચન, શ્વાસોચ્છવાસ, કર્મવર્ગણા, ધન, ઘર, ક્ષેત્ર, બગીચો વગેરે આકારે પરિણમેલા અને અવિદ્યાના પ્રપંચથી ઊભી થયેલ મમતાના વિષયભૂત બનેલા એવા આ બધા પુદ્ગલના પરિણામો છે. ત્રણે કાલમાં ક્યારેય પણ જીવના લક્ષણભૂત ઉપાયોનો સંસ્પર્શ પણ પામતા ન હોઈ આ બધા મારા આત્મદ્રવ્યથી એકાન્ત પૃથ છે. ત્રણે કાળમાં અન્યદ્રવ્યનો સંસર્ગ થવા છતાં ક્યારેય પણ પુદ્ગલદ્રવ્યના સ્વભાવને સ્વીકારતો ન હોવાથી હું પુગલદ્રવ્યથી ભિન્ન છું. તેમજ અનંતપર્યાયોના આવિર્ભાવ અને તિરોભાવ થવા છતાં અવિચલિત રહેલી શુદ્ધ આત્મદ્રવ્યની એકમાત્ર શક્તિ (યોગ્યતા)વાળો હોવાથી હું એક છું. “શુદ્ધાત્મદ્રવ્ય પણ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયસ્વભાવવાળું હોવાથી તેમાં એકત્વ સંભવતું નથી' એવું ન માનવું, કેમ કે પ્રભાવ, નિર્મળતા, દોષ દૂર કરવાની શક્તિરૂપ ગુણ વગેરે અનેક સ્વભાવવાળા જાત્યરત્નમાં જેમ એકત્વ હોય છે તેમ આમાં પણ હોય છે. ઉક્ત વિકલ્પ શુદ્ધઆત્મદ્રવ્યવિષયક હોઈ શુદ્ધ છે. એનાથી થયેલ સંસ્કાર અન્ય વિકલ્પના સંસ્કારનો વિરોધી હોઈ અને અગ્નિ જેમ બળતણનો નાશ કરી પછી પોતે પણ સ્વયં નાશ પામી જાય છે તેમ આ વિકલ્પ પણ અશુભવિકલ્પોની જાળનો ઉચ્છેદ કરી સ્વયં શાંત થઈ જતો હોઈ આ શુદ્ધ વિકલ્પ અવિકલ્પ સમાધિનો સમ્યક પ્રકારે જનક બને છે. I૯૯

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298