________________
ગુરુકુલવાસીનો વિકાસક્રમ
-
૨૭૭
का अरती आणंदे केवत्ति वियप्पणं ण जत्थुत्तं । अण्णे तत्थ वियप्पा पुग्गलसंजोगजा कत्तो ।। ९८ ।।
का अरतिः? आनन्दः कः ? वेति विकल्पनं न यत्रोक्तम् । अन्ये तत्र विकल्पाः पुद्गलसंयोगजाः कुतः । । ९८ ।।
का अतिति । का अरतिः ? को वाऽऽनन्दः ? विकल्पनमपि न यत्र आत्मस्वरूपप्रत्यक्षतायाम् उक्तम् अध्यात्मशास्त्रे, स्वरूपानुभवमग्नतया सन्निहितसुखदुःखविकल्पस्य सूक्ष्मस्याप्यनवकाशात् । तत्रान्ये विकल्पाः स्थूलाः पुद्गलसंयोगजा गृहधनस्वजनभोजनादिपुद्गलसंसर्गजनिताः कुतो भवन्ति ? अपि तु न कुतश्चित्, स्वाभाविकधर्मज्ञानसामग्र्या औपाधिकधर्मज्ञानमात्रं प्रति प्रतिबन्धकत्वादिति भावः । तदयं शुद्धात्मस्वभावानुभवनामा सन्मात्रार्थनिर्भासो धर्मशुक्लध्यानफलं विगलितवेद्यान्तरचिदानन्दनिष्यन्दभूतोऽविकल्पः समाधिरुपगीयते । । ९८ ।। अस्यैवाविकल्पसमाधेरुपायभूतं शुद्धं विकल्पमुपदर्शयति
अण्णे पुग्गलभावा अण्णो एगो य नाणमित्तोहं । सुद्ध एस विप्पो अविअप्पसमाहिसंजणओ ।। ९९ ।।
ગયા છે તે સૂક્ષ્મવિકલ્પો અટકવા વડે જ સ્થૂલ વિકલ્પોની અટકાયત દૃઢ બને છે એવું ગ્રન્થકાર જણાવે छे -
ગાથાર્થ : જે આત્મસ્વરૂપપ્રત્યક્ષતાદશામાં અરતિ શું ? આનંદ શું ? એવા પણ વિકલ્પો હોતા નથી એવું અધ્યાત્મશાસ્ત્રમાં કહ્યું છે, તો તેમાં પુદ્ગલના સંયોગથી થયેલા અન્ય સ્થૂલ વિકલ્પો ક્યાંથી संलवे ?
આ અવસ્થામાં જીવ સ્વરૂપના અનુભવમાં મગ્ન હોઈ સંનિહિત એવા પણ સુખદુઃખના સૂક્ષ્મ પણ વિકલ્પોનો અવકાશ રહેતો નથી. તેથી ઘર-ધન-સ્વજન-ભોજનાદિ-પુદ્ગલના સંસર્ગથી થતા સ્થૂલ વિકલ્પો કોઈ રીતે થતા જ નથી, કેમ કે સ્વાભાવિક ધર્મના જ્ઞાનની સામગ્રી ઔપાધિક ધર્મના જ્ઞાન માત્ર પ્રત્યે પ્રતિબંધક હોય છે. આ અવિકલ્પ અવસ્થા સમાધિ કહેવાય છે, જે અવિકલ્પ ‘શુદ્ધ આત્મસ્વભાવનો અનુભવ' નામવાળો છે, સત્તામાત્ર અર્થના બોધસ્વરૂપ છે, ધર્મ-શુક્લધ્યાનના ફળરૂપ છે. સંવેદન કરવા યોગ્ય અન્ય સર્વ ચીજો સંવેદનમાંથી નીકળી ગઈ હોવાથી ચિદાનંદના નિસ્યંદ=ઝરણાં રૂપ હોય छे. ॥८८॥
આવી અવિકલ્પસમાધિના ઉપાયભૂત શુદ્ધ વિકલ્પને દેખાડતા ગ્રન્થકાર કહે છે -