Book Title: Dharm Pariksha Part 02
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 295
________________ ૨૮૨ - ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૧૦૩, ૧૦૪, પ્રશસ્તિ किं बहुनेह यथा यथा रागद्वेषौ लघु विलीयेते । तथा तथा प्रवर्त्तितव्यमेषाऽऽज्ञा जिनेन्द्राणाम् । ।१०३ ।। एस धम्मपरिक्खा रइआ भविआण तत्तबोहट्ठा । सोहिंतु पसायपरा तं गीयत्था विसेसविऊ । । १०४ ।। एषा धर्मपरीक्षा रचिता भव्यानां तत्त्वबोधार्थाय । शोधयन्तु प्रसादपराः तां गीतार्था विशेषविदः । । १०४ ।। प्रशस्तिः સા શા સા ।।૦૪।। सूरिश्रीविजयादिदेवसुगुरोः पट्टाम्बराहर्मणी, सूरि श्रीविजयादिसिंहसुगुरौ शक्रासनं भेजुषि । सूरिश्रीविजयप्रभे श्रितवति प्राज्यं च राज्यं कृतो, ग्रन्थोऽयं वितनोतु कोविदकुले मोदं विनोदं तथा ।। १ ।। ગાથાર્થ : વધારે શું કહેવું ? આ જિનપ્રવચનમાં શ્રી જિનેશ્વરભગવંતોની આજ્ઞા એ જ છે કે જે જે રીતે રાગ અને દ્વેષ શીઘ્ર વિલીન થાય તે તે રીતે પ્રવૃત્તિ કરવી. આનો ભાવાર્થ સ્પષ્ટ છે. ૧૦૩ : ગાથાર્થ ઃ ભવ્યજીવોને તત્ત્વોનો બોધ થાય એ માટે આ ધર્મપરીક્ષા મારા વડે રચાઈ છે. કૃપા કરવામાં તત્પર અને સૂત્રોના સૂક્ષ્મરહસ્યોના વિશેષનાભેદના જાણકાર એવા ગીતાર્થો તેનું સંશોધન કરો. આનો ભાવાર્થ સ્પષ્ટ છે. ૧૦૪॥ પ્રશસ્તિ સુગુરુ આચાર્ય શ્રી વિજય દેવસૂરીશ્વરજી મ.સા.ની પાટરૂપ આકાશમાં સૂર્યસમાન સુગુરુ આચાર્ય શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મ.સા શક્રાસનને ભજતે છતે અને આચાર્ય શ્રી વિજય પ્રભસૂરીશ્વરજી મ.જૈનશાસનરૂપ વિશાળરાજ્ય ધારણ કરતે છતે રચાયેલો આ ગ્રન્થ વિદ્વાનોના સમૂહમાં આનંદને તથા વિનોદને ફેલાવે. ॥૧॥

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298