Book Title: Dharm Pariksha Part 02
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 294
________________ ૨૮૧ ધર્મપરીક્ષા ગ્રંથકારનો અંતિમ ઉપદેશ ब्धस्य स्वग्रन्थस्य फलोपहितत्वं प्रदर्शयन्नन्यैरपि तत्त्वनिर्णयसिद्ध्यर्थमित्थमेव भणितव्यमित्युपदेशमाह भणियं किंचि फुडमिणं दिसाइ इय धम्मवायमग्गस्स । अण्णेहि वि एवं चिय सुआणुसारेण भणियव्वं ।।१०२।। भणितं किञ्चित्स्फुटमिदं दिशेति धर्मवादमार्गस्य । अन्यैरप्येवमेव श्रुतानुसारेण भणितव्यम् ।।१०२।। भणियं ति । इत्युक्तहेतोः धर्मवादमार्गस्य दिशैव स्फुटमिदं किञ्चित्प्रकृतार्थगोचरं भणितं मया, तेन च तात्पर्यार्थदृष्ट्या तत्त्वनिर्णयसिद्धिरपि कृतैवेति भावः । अन्यैरपि धर्मपरीक्षकैः एवमेव श्रुतानुसारेण भणितव्यम् । इत्थमेव प्रकृतार्थभ्रमनिवृत्त्या तत्त्वज्ञानसिद्धेः, रागद्वेषपरिणामाभावेन कल्याणबीजसंपत्तेश्चेति भावनीयम् ।।१०२॥ सर्वस्वोपदेशमाह किं बहुणा इह जह जह रागद्दोसा लहुं विलिजंति । तह तह पयट्टियव्वं एसा आणा जिणिंदाणं ।।१०३।। આવા શિષ્ટાચારના અનુરોધથી તેવા જ ઉદ્દેશથી શરૂ કરેલ સ્વગ્રન્થ સફળ છે તે દેખાડતા ગ્રન્થકાર સાથે સાથે, “બીજાઓએ પણ તત્ત્વનિર્ણયની સિદ્ધિ કરવા માટે આ રીતે જ બોલવું જોઈએ' એવો ઉપદેશ આપે (અંત્ય ઉપદેશ) ગાથાર્થ ઉપર કહી ગયા એ કારણે મારા વડે ધર્મવાદમાર્ગની દિશાએ જ પ્રસ્તુત અર્થની બાબતમાં આ કંઈક સ્પષ્ટ રીતે કહેવાયું છે તેથી તાત્પર્યભૂત અર્થદષ્ટિથી તત્ત્વનિર્ણયસિદ્ધિ પણ કરી જ છે. અર્થાત્ “ધર્મવાદના માર્ગસૂચન પ્રમાણે સ્પષ્ટ રીતે વિચારણા કરવાથી તત્ત્વનિર્ણય થઈ જાય છે' એવો નિયમ હોવાથી પોતે જે એ પ્રમાણે સ્પષ્ટવાતો કરી છે તેના તાત્પર્યનો વિચાર કરતાં જ તત્ત્વનિર્ણયની સિદ્ધિ પણ થઈ જ જાય છે. બીજા ધર્મપરીક્ષકોએ પણ આ જ રીતે શ્રુતાનુસારે બોલવું જોઈએ. કેમ કે એ રીતે જ પ્રસ્તુત બાબતો અંગેનો ભ્રમ દૂર થવા દ્વારા તત્ત્વનું જ્ઞાન થાય છે. તેમજ એ રીતે બોલવામાં રાગદ્વેષ પરિણામનો અભાવ રહેતો હોઈ (કેમ કે એમાં માધ્યથ્ય જાળવવાનું હોય છે.) કલ્યાણના બીજની સંપ્રાપ્તિ થાય છે. આ વાત બરાબર ભાવવી. (આમાં ટીકાર્ય આવી ગયો.) I/૧૦રા હવે સર્વસારભૂત ઉપદેશને જણાવતા ગ્રન્થકાર કહે છે –

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298