________________
૨૮૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૧૦૧, ૧૦૨ अध्यात्मस्य प्रवचने परमरहस्यत्वादेव परीक्षकैः सर्वत्र तदनुल्लङ्घनेनैव प्रवृत्तिः कर्त्तव्येत्यभिप्रायवानाह
अज्झप्पाबाहेणं विसयविवेगं अओ मुणी बिंति । जुत्तो हु (हि) धम्मवाओ ण सुक्कवाओ विवाओ वा ।।१०१।। अध्यात्माबाधेन विषयविवेकमतो मुनयो ब्रुवन्ति । .
યુ: (દિ) ધર્મવાવો ન સુઝવાવો વિવાવો વી ૨૦૧in. अज्झप्पाबाहेणं ति । अतोऽध्यात्मस्य परमरहस्यत्वादध्यात्माबाधेन स्वपरगतमैत्र्यादिसमन्वितशुभाशयाविच्छेदेन विषयविवेकं निर्णिनीषितार्थनिर्णयं ब्रुवते मुनयो विगलितरागद्वेषाः साधवः कर्त्तव्यमिति शेषः । हि यतो धर्मवाद एव मध्यस्थेन पापभीरुणा च समं तत्त्वनिर्णयार्थमपक्षपातेन कथाप्रारंभलक्षणो युक्तः, तत्त्वज्ञानफलत्वात् तस्य, न शुष्कवादः, जये पराजये वा परस्य स्वस्य चानर्थलघुत्वापत्तेः कण्ठशोषमात्रफलः, विवादो वा दुःस्थितेनार्थिना सह छलजातिप्रधानो जल्पः युक्तः, साधूनां माध्यस्थ्यप्रधानत्वात्, शुभानुबन्धित्वाच्च साधूनां प्रयत्नस्य ।।१०१।। तदेवं धर्मवादेनेवाध्यात्माबाधेन तत्त्वनिर्णयस्य कर्त्तव्यत्वाच्छिष्टाचारानुरोधेन तथोद्देशेनैव प्रार
આમ પ્રવચનમાં અધ્યાત્મ જ પરમરહસ્યભૂત હોઈ પરીક્ષકોએ સર્વત્ર તેનું ઉલ્લંઘન ન થાય એ રીતે જ પ્રવૃત્તિ કરવી જોઈએ એવા અભિપ્રાયવાળા ગ્રન્થકાર કહે છે
(ધર્મવાદ જ કર્તવ્ય) ગાથાર્થ: “અધ્યાત્મ પરમ રહસ્યભૂત હોઈ તેને બાધા ન પહોંચે એ રીતે - અર્થાત્ સ્વપમાં રહેલ મૈત્રી વગેરે યુક્ત શુભ આશયનો વિચ્છેદ ન થાય એ રીતે નિર્ણય કરવાને ઇચ્છાયેલ અર્થના નિર્ણયરૂપ વિષયવિવેક કરવો' એવું જેઓના રાગદ્વેષ ખરી પડ્યા છે તેવા સાધુઓ કહે છે. કેમ કે ધર્મવાદ કરવો એ જ યોગ્ય છે, શુષ્કવાદ કે વિવાદ નહિ.
મધ્યસ્થ અને પાપભીરુ એવા વાદી સાથે તત્ત્વનો નિર્ણય કરવા માટે પક્ષપાત વિના ચર્ચા કરવી એ ધર્મવાદ છે. એના ફળ રૂપે તત્ત્વનું જ્ઞાન થતું હોવાથી એ કર્તવ્ય છે. જય કે પરાજયમાં સામાના કે પોતાના અનર્થ-લઘુતા વગેરે થતાં હોવાથી માત્ર ગળું દુઃખાવવારૂપ ફળ આપનાર શુષ્કવાદ કે દુઃસ્થિત એવા અર્થી સાથે છલ-જાતિ વગેરેની પ્રચુરતાવાળા જલ્પરૂપ વિવાદ એ બે કર્તવ્ય નથી, કેમકે સાધુઓ માધ્યશ્મને મુખ્ય કરનારા હોય છે. તેમજ તેઓનો કોઈ પણ પ્રયત્ન શુભાનુબંધી હોય છે. શુષ્કવાદ કે વિવાદમાં માધ્યથ્ય જળવાઈ રહેતું નથી તેમજ તેના પ્રયત્નથી શુભાનુબંધ પડતા નથી. II૧૦૧
આમ ધર્મવાદથી જ અધ્યાત્મને બાધા ન પહોંચે એ રીતે તત્ત્વનિર્ણય કરવો એ શિષ્ટાચાર છે.