________________
૨૫૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩ वधिर्न जानाति तथापि परमाणुशब्दौ जानात्येव, रूपित्वात्तयोः, रूपिद्रव्यविषयत्वाच्चावधेः ।' इत्यादि वृत्तावुक्तम् । अत्र परमावधेरन्तर्मुहूर्तादूर्ध्वमुत्पत्स्यमानकेवलज्ञानस्यापि केवलित्वविवक्षा न कृता । यदि च परमावधिमतः केवलित्वविवक्षामकरिष्यत्, तदा व्यभिचारशकैव नास्ति, इति छद्मस्थपदस्य विशेषपरत्वं नावक्ष्यद्वत्तिकारः । तस्मात्क्षीणमोहस्याप्यन्तर्मुहर्त्तादृर्ध्वमुत्पत्स्यमानकेवलज्ञानस्य कथञ्चितकेवलित्वविवक्षा शास्त्रबाधितैवेति । यदि च क्षीणचारित्रावरणत्वाद्धेतोः क्षीणमोहे केवलित्वं दुनिवारं, तदा निरतिचारसंयमत्वादप्रतिषेवित्वाच्चोपशान्तमोहे कषायकुशीले च तद् दुर्निवारं स्यादिति बोध्यम् । यच्च रागद्वेषवत्त्वच्छद्मस्थत्वादीनामैक्योद्भावनेन दूषणं दत्तं, तत्तु न किञ्चिद्, एवं सति समनियतधर्ममात्रव्याप्त्युच्छेदप्रसङ्गादिति दिग् ।
અધર્માસ્તિકાય, આકાશ અને અશરીરી જીવને જાણતા નથી તો પણ પરમાણુ અને શબ્દને તો જાણે જ છે, કેમ કે તે બે રૂપી હોય છે, અને અવધિજ્ઞાન રૂપી પદાર્થ વિષયક હોય છે.” (આમ “છદ્મસ્થ' શબ્દથી કેવલી ભિન્ન સર્વજીવોને લેવામાં પરમાવધિવાળા જીવમાં વ્યભિચાર ઊભો થતો હોવાથી વૃત્તિકારે
છદ્મસ્થ' શબ્દનો વિશેષ અર્થ કર્યો છે.) અંતર્મુહૂર્ત કાળમાં કેવલજ્ઞાન પામી જનાર એવા પણ પરમાવધિયુક્ત જીવની વૃત્તિકારે અહીં કેવલી તરીકે વિવક્ષા કરી નથી. જો પરમાવધિયુક્ત જીવની કેવલી તરીકે વિવફા થઈ શકતી હોત તો છદ્મસ્થમાં તેની ગણતરી ન રહેવાથી વ્યભિચારની શંકા જ રહે નહિ, અને તો પછી વૃત્તિકાર “છબસ્થ' શબ્દનો આવા વિશેષ અર્થ કરત નહિ. (માત્ર “એ જીવોની પણ અહીં કેવલી તરીકે વિવક્ષા છે, માટે કોઈ વ્યભિચાર નથી' એ રીતે વિવક્ષા જ દેખાડી દેત.) પણ એવું કર્યું નથી. એનાથી જણાય છે કે એવી વિવક્ષા શાસ્ત્રબાધિત હોવી જોઈએ. તેથી અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન પામનારા હોવાના કારણે ભાવિન ભૂતવદ્ ઉપચાર ન્યાયે ક્ષણમોહ જીવની પણ કથંચિત્ કેવલી તરીકે વિવક્ષા કરવી એ આગમબાધિત જ છે. બાકી કેવલી ચારિત્રાવરણ ક્ષીણ થઈ ગયું હોવાથી, નિરતિચાર સંયમવાળા હોવાથી, અપ્રતિસેવી હોવાના કારણે ક્યારેય પણ હિંસક બનતા નથી' ઇત્યાદિ પ્રસ્તુત સ્થાનાંગસૂત્રના વૃત્તિવચન પરથી, “હિંસકત્વાભાવનો ચારિત્રાવરણ ક્ષણ હોવા રૂપ જે હેતુ આપ્યો છે તે તો ક્ષણમોહ જીવમાં પણ હોય છે માટે ક્ષીણમોહજીવમાં પણ હિંસકત્વાભાવરૂપ લિંગ રહ્યું છે, અને તેથી એમાં કેવલિત્વમાનવું એ દુર્નિવાર છે એવું જ કહેશો તો નિરતિચારસંયમરૂપ અને અપ્રતિસેવિત્વરૂપ હેતુના કારણે અનુક્રમે ઉપશાંતમોહ અને કષાયકુશીલમાં પણ હિંસકત્વાભાવ માનવો પડવાથી કેવલિત માનવું પણ દુર્નિવાર બની જશે એ જાણવું. એમ રાગદ્વેષયુક્તતા અને છબસ્થતાનું ઐક્ય સ્થાપીને જે દૂષણ આપ્યું તે તો સાવ કસ વગરનું જ છે, કેમ કે જે કોઈ ધર્મો પરસ્પર સમનિયત હોય તે બધાનું પરસ્પર ઐક્ય હોય એવો નિયમ માનીએ તો એ દૂષણ આપી શકાય છે. અને એવો નિયમ જો માનીએ તો સમનિયત વ્યાપ્તિનો જ ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવે છે. (કેમ કે તેના તે જ ધર્મની પોતાની