________________
૨૫૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩ शक्याशक्यपरिहारविषयभेदेनापवादापवादकल्पयोर्भेदाभ्युपगमे च दुष्करसुकरत्वादिभेदेनानशनयुक्ताहारादिक्रियाणामुत्सर्गोत्सर्गकल्पभेदकल्पनाया अप्यापत्तेः, इति न किञ्चिदेतत् । तस्मात्षष्ठसप्तमलिङ्गयोः सौलभ्यमपि प्रमत्तस्यैव प्रतिषेणवदशायां ज्ञेयं, अप्रमत्तस्य तु सत्तामात्रेणैव तद् द्रष्टव्यम् । यत्तु केवलिनोऽपि परीक्षायां छद्मस्थज्ञानगोचरत्वेन द्रव्यरूपाण्येव लिङ्गानि ग्राह्याणीत्युक्तं, तन्न चतुरचेतश्चमत्कारकारि, द्रव्यरूपाणामपि प्राणातिपातादीनामभावस्य सर्वकालीनत्वस्य हेतुघटकस्य दुर्ग्रहत्वात् । सूक्ष्मदृष्ट्या तद्ग्रहे च भावरूपलिङ्गानामपि न दुर्ग्रहत्वमिति । यच्चोक्तं - ‘स च केवली द्विविधो ग्राह्यः' इत्यादि तदसत्, क्षीणमोहे केवलित्वस्यागमबाधितत्वात्, आगमे छद्मस्थवीतरागमध्य एव क्षीणमोहस्य परिगणितत्वात् । उक्तं च प्रज्ञापनाયા
છોડીને બીજું કોઈ તો સ્વીકારતું નથી. એટલે અપવાદકલ્પ જેવી કોઈ ચીજ હોવામાં કોઈ પ્રમાણ નથી - જે શક્ય પરિહારનો વિષય હોય તે અપવાદ અને જે અશક્ય પરિવારનો વિષય હોય તે અપવાદકલ્પઆ રીતે અપવાદ કરતાં અપવાદ કલ્પને જુદો માનવામાં આવે તો એવું પણ માનવાની આપત્તિ આવે કે “જે દુષ્કર હોય તે ઉત્સર્ગ, દા.ત. અનશન વગેરે અને જે સુકર હોય ( કરવું સરળ હોય) તે ઉત્સર્ગકલ્પ, દા.ત. સાધુઓ દેશ-કાળ-પ્રકૃતિ આદિને યોગ્ય જે નિર્દોષ આહાર વગેરે કરે છે. તે માટે પડિલેહણ વગેરે ક્રિયાઓને અપવાદકલ્પરૂપ માની કથંચિત્ સાવદ્ય માનવા દ્વારા તેઓના કારણે કીડી વગેરેને ભય-ત્રાસાદિની ઉત્પત્તિ માનવી, અને તેથી છઠ્ઠા સાતમા લિંગને છબસ્થમાત્રમાં સુલભ હોવું માનવું એ યોગ્ય નથી. માટે છઠું - સાતમું લિંગ પ્રમત્તને જ પ્રતિસેવનદશામાં સુલભ હોય છે, અને અપ્રમત્તને તો તે સત્તામાત્રરૂપે હોય છે એ જાણવું.
(ક્ષીણમોહને કેવલી માનવા એ આગમબાધિત). વળી કેવલીની પરીક્ષામાં પણ દ્રવ્યરૂપ હિંસકત્વના અભાવાદિને જ લિંગ તરીકે લેવા, કેમ કે તેઓ છદ્મસ્થજ્ઞાનના વિષયભૂત છે.” એવું જે કહ્યું તે પણ ચતુર માણસોને ચમત્કાર પમાડે એવું નથી, કેમ કે દ્રવ્યરૂપ પ્રાણાતિપાત વગેરેના અભાવરૂપ હેતુના વિશેષણ તરીકે ઘટક બનેલ સર્વકાલીનત્વનું છદ્મસ્થ જ્ઞાન કરવું મુશ્કેલ છે. સૂક્ષ્મદષ્ટિથી તેનું જ્ઞાન કરવાનું હોય તો એ રીતે તો ભાવરૂપ લિંગો પણ જાણવા શક્ય હોઈ લિંગ શા માટે ન બને? વળી તે કેવલી બે પ્રકારના જાણવા...' ઇત્યાદિ જે કહ્યું છે તે પણ ખોટું છે, કેમ કે ક્ષીણમોહનો કેવલી' તરીકે ઉલ્લેખ માનવો એ આગમબાધિત છે. આગમમાં ક્ષીણમોહની ગણતરી છદ્મસ્થવીતરાગમાં જ કરી છે, કેવલી વીતરાગમાં નહિ. શ્રીપનવણા સૂત્રમાં કહ્યું છે કે