________________
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૬, ૮૭ कर्त्तुमुत्सहन्त इति । बुद्धिमतेषा धर्मपरीक्षा ज्ञातव्या । यैव ह्याज्ञा सा सर्व एव धर्म इत्याज्ञापरीक्षैव
धर्मपरीक्षेति भावः ।।८६।।
૨૬૮
–
कषादीनेवात्र योजयितुमाह
विहिपडिसेहा उ कसो तज्जोगक्खेमकारिणी किरिया । छेओ तावो य इहं वाओ जीवाइतत्ताणं ॥ ८७ ॥ विधिप्रतिषेधौ तु कषस्तद्योगक्षेमकारिणी क्रिया । छेदस्तापश्च इह वादो जीवादितत्त्वानाम् ।।८७।।
विहिपडिसेहाउत्ति । विधिः अविरुद्धकर्त्तव्यार्थोपदेशकं वाक्यम् । 'स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्त्तव्यं' इत्यादि । प्रतिषेधः पुनः 'न हिंस्यात्सर्वभूतानि' इत्यादि । एतौ द्वाविह धर्मपरीक्षायां कष एव सुवर्णपरीक्षायां कषपट्टकरेखेव । इदमुक्तं भवति यत्र धर्मे उक्तलक्षणौ विधिप्रतिषेधौ पुष्कलावुपलभ्येते स धर्मः कषशुद्धः, न पुनः -
-
'अन्यधर्मस्थिताः सत्त्वा असुरा इव विष्णुना । उच्छेदनीयास्तेषां हि वधे दोषो न विद्यते ।।'
इत्यादिवाक्यगर्भ इति । तयोर्विधिप्रतिषेधयोर्योगोऽनाविर्भूतयोः संभवः, क्षेमं चाविर्भूतयोः पालना, तत्कारिणी क्रिया भिक्षाटनादिबाह्यव्यापाररूपा छेदः । यथा कषशुद्धावप्यन्तर्गतामशुद्धिमाशङ्क
હોવા છતાં વિચક્ષણપુરુષો કષ-છેદ-તાપથી તેની પરીક્ષા કરવા ઉત્સાહિત બને છે. આ જે આજ્ઞા છે તે જ બધો ધર્મ છે એટલે આ આજ્ઞાની પરીક્ષા એ જ ધર્મપરીક્ષા છે. ૮૬॥
આજ્ઞાની કષ વગેરેથી પરીક્ષા શી રીતે કરવી એ જણાવતા ગ્રન્થકાર કહે છે -
ગાથાર્થ : આ ધર્મપરીક્ષામાં વિધિ અને પ્રતિષેધ એ કષ છે, તેનો યોગ-ક્ષેમ કરનાર ક્રિયા એ છેદ છે અને જીવાદિ તત્ત્વોનો વાદ એ તાપ છે.
અવિરુદ્ધ કર્તવ્યભૂત અર્થનું ઉપદેશક વાક્ય એ વિધિ. જેમ કે સ્વર્ગના અર્થીએ તપ-ધ્યાન વગેરે કરવા. ‘સર્વજીવોને હણવા નહિ’ ઇત્યાદિ વાક્ય એ પ્રતિષેધ છે. જેમ સુવર્ણપરીક્ષામાં કષપટ્ટક પર પડતી રેખા એ કષપરીક્ષા છે તેમ આ ધર્મની વિધિ અને પ્રતિષેધ એ બે કષપરીક્ષા છે. તાત્પર્ય, જે ધર્મમાં આવા ઘણા વિધિ અને પ્રતિષેધો હોય તે કષશુદ્ધ જાણવો પણ “જેમ વિષ્ણુએ અસુરોનો ઉચ્છેદ કર્યો તેમ અન્યધર્મમાં રહેલા જીવોનો ઉચ્છેદ કરવો. તેઓનો વધ કરવામાં કોઈ દોષ નથી.' ઇત્યાદિ વાક્યગર્ભિત ધર્મ એ કષશુદ્ધ નથી. (કેમ કે એમાં હિંસાનો નિષેધ નથી.) આ બે વિધિપ્રતિષેધનો યોગ (=પ્રકટ ન થયેલ હોય તેને પ્રકટ કરવું તે) અને ક્ષેમ (=પ્રકટ થયેલને જાળવી રાખવા તે) કરનારી ભિક્ષાટનાદિ