________________
ધર્મની કષ-છેદ-તાપ પરીક્ષા
૨૬૯ मानाः सौवर्णिकाः सुवर्णगुलिकादेश्छेदमाद्रियन्ते तथा कषशुद्धावपि धर्मस्य छेदमपेक्षन्ते प्रेक्षावन्तः । स च छेदो विशुद्धबाह्यचेष्टारूपः, विशुद्धा च चेष्टा सा यत्राऽसन्तावपि विधिप्रतिषेधावबाधितरूपी स्वात्मानं लभेते, लब्धात्मानौ चातिचारविरहितावुत्तरोत्तरां वृद्धिमनुभवतः, ईदृशी यत्र धर्मे चेष्टा सप्रपञ्चा प्रोच्यते स धर्मश्छेदशुद्ध इति ।
तापश्च जीवादितत्त्वानां वादः स्याद्वादरीत्योपन्यासः । यथाहि कषच्छेदशुद्धमपि सुवर्णं तापमसहमानं कालिकोन्मीलनदोषान सुवर्णभावमश्नुते, एवं धर्मोऽपि सत्यामपि कषच्छेदशुद्धौ तापपरीक्षायामनिर्वहमाणो न स्वभावमासादयति, अतो जीवादितत्त्वानां स्याद्वादप्ररूपणया तापशुद्धिरन्वेषणीया । यत्र हि शास्त्रे द्रव्यरूपतयाऽप्रच्युतानुत्पत्रः, पर्यायात्मकतया च प्रतिस्वमपरापरस्वभावास्कन्दनेनानित्यस्वभावो जीवादिरवस्थाप्यते, स्यात्तत्र तापशुद्धिः । यतः परिणामिन्येवात्मादौ तथाविधा(?ध)शुद्धपर्यायप्रादुर्भावादुक्तलक्षणः कषो बाह्यचेष्टाशुद्धिलक्षणश्च छेद उपपद्यते, न पुनरन्यथेति । अत्र च तापपरीक्षा बलवती, कषच्छेदभावेऽपि तापाभावे परीक्षाऽसिद्धेः, न हि
બાહ્ય પ્રવૃત્તિરૂપ ક્રિયા એ છેદ છે. જેમ કષપરીક્ષામાંથી શુદ્ધ તરીકે બહાર પડેલ સોનાની પણ અંતર્ગત અશુદ્ધિની શંકા કરતાં સોનીઓ સુવર્ણગુલિકા વગેરેનો છેદ કરે છે એમ કષશુદ્ધ એવા પણ ધર્મની બુદ્ધિમાનો છેદ પરીક્ષા કરે છે એ છેદ વિશુદ્ધ બાહ્ય ચેષ્ટારૂપ છે. અને વિશુદ્ધ ચેષ્ટા તેને કહેવાય છે જેનાથી ગેરહાજર એવા પણ વિધિપ્રતિષેધ અબાધિત રૂપે સ્વસ્વરૂપ પામે. અને સ્વસ્વરૂપ પામી ગયેલ વિધિપ્રતિષેધ અતિચાર શૂન્ય રીતે ઉત્તરોત્તર વૃદ્ધિ પામે. આવી વિશુદ્ધ ચેષ્ટા વિસ્તાર પૂર્વક જે ધર્મમાં કહેલી હોય તે ધર્મને છેદ શુદ્ધ જાણવો.
(તાપપરીક્ષા ત્રણેમાં મુખ્ય) જીવાદિ તત્ત્વોનો સ્યાદ્વાદરીતિએ ઉપન્યાસ કરવા રૂપ વાદ એ તાપપરીક્ષા છે. જેમ કષ અને છેદપરીક્ષાથી શુદ્ધ એવું પણ સોનું તાપને સહન ન કરી શકવાથી શ્યામ પડી જવાનો દોષ પામે તે સાચું સુવર્ણ નથી કહેવાતું એમ ધર્મ પણ કષ અને છેદની શુદ્ધિ હોવા છતાં તાપ પરીક્ષામાં ઊભો રહી ન શકે તો “ધર્મ' રૂપ રહેતો નથી. તેથી જીવાદિ તત્ત્વોની સ્યાદ્વાદપ્રરૂપણાથી તાપ શુદ્ધિ વિચારવી. જે શાસ્ત્રમાં જીવાદિને દ્રવ્યરૂપે અપ્રશ્રુત-અનુત્પન્ન (નિત્ય) કહ્યા હોય અને પર્યાયરૂપે વ્યક્તિ વ્યક્તિ ક્ષણે ક્ષણે જુદા જુદા રૂપ પામવા દ્વારા અનિત્ય સ્વભાવવાળા હોવા કહ્યા હોય તેમાં તાપશુદ્ધિ જાણવી, કેમ કે પરિણામી એવા જ આત્મામાં તેવો વિશેષપ્રકારનો અશુદ્ધપર્યાય પ્રકટ થતો હોય તો જ અને તેનો નાશ શક્ય હોય તો જ તેને દૂર કરનાર તરીકે ઉક્તસ્વરૂપવાળો કષ અને બાહ્ય ચેષ્ટાશુદ્ધિરૂપ છેદ સંગત બને છે, અન્યથા નહિ. (‘તથવિધાશુદ્ધ ના સ્થાને તથવિધ એવો પાઠ યોગ્ય લાગે છે. એવો પાઠ હોય તો આ પ્રમાણે અર્થ જાણવો - કેમ કે પરિણામી એવા આત્મામાં જ તેવો વિશેષ પ્રકારનો શુદ્ધ પર્યાય થતો