Book Title: Dharm Pariksha Part 02
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 274
________________ કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છવાસ્થલિંગ વિચાર ૨૬૧ न निस्तारः, तद्वदेवाप्रयोजकत्वेन प्रकृतलिङ्गव्यभिचारानुद्धारात् । न हि 'अयःपिण्डो धूमवान्, वह्निमत्त्वाद्' इत्यत्र पक्षदोषमात्रेण हेतुदोषो निराकर्तुं शक्यते, इत्यनुमानहेतुत्वे उक्तप्रकार आश्रयणीयः, सम्भावनाहेतुत्वे तु न किमप्युपपादनीयमित्युपयुक्तैर्विभावनीयमिति दिक् ।।८३॥ કેવલિત્વના અગમક છે. તેથી ક્ષીણમોહ જીવમાં કેવલિત્વની સિદ્ધિ થઈ જવાની આપત્તિ આવતી નથી. તો પછી વૃત્તિકારે આપેલ અનુમાનમાં વિશિષ્ટહેતુ માનવાની શી જરૂર છે? સમાધાન : આ રીતે “ક્ષીણમોહજીવમાં કેવલિત્વની સિદ્ધિ થઈ જવાની આપત્તિ આવતી નથી” ઇત્યાદિ કહી દેવા છતાં વિસ્તાર થતો નથી. તે આ કારણે - કૃતકત્વ માટે જે કહ્યું તે બધું કૃતત્વથી અગ્નિમાં થતી અનુષ્ણત્વની સિદ્ધિને રોકતું હોવા છતાં કૃતકત્વહેતુમાં અનુષ્ણત્વ સાધ્યના રહેલા વ્યભિચારને દૂર કરવા માટે તો અપ્રયોજક (અસમથી જ બની રહે છે તેમ પ્રસ્તુતમાં પણ તમારું સઘળું કથન ક્ષીણમોહ જીવમાં સાતલિંગોથી થતી કેવલિત્વની સિદ્ધિને રોકતું હોવા છતાં તે સાત લિંગોમાં કેવલિત્વ સાધ્યનો જે વ્યભિચાર રહ્યો છે તેને દૂર કરવા તો અપ્રયોજક બની રહે છે. “પક્ષ બાધિત છે' વગેરે રૂપે પક્ષનો દોષ કહી દેવા માત્રથી હેતુના વ્યભિચારાદિ દોષનું નિરાકરણ થઈ જતું નથી. જેમ કે, લોખંડનો ગોળો ધૂમાડાવાળો છે, કેમકે અગ્નિવાળો છે આવા અનુમાનમાં લોખંડના ગોળામાં ધૂમાડો નથી' એ પ્રત્યક્ષસિદ્ધ હોવાથી પક્ષ પ્રત્યક્ષબાધિત છે. એવું કહી દઈએ તો એટલા માત્રથી અગ્નિમાં રહેલા ધૂમસાધ્યના વ્યભિચારનું કંઈ નિરાકરણ થઈ જતું નથી. માટે ઠાણાંગજીમાં વિરાધના વગેરેને અને તેના અભાવ વગેરેને અનુક્રમે છદ્મસ્થતાના અને કેવલિત્વના લિંગ તરીકે જે કહ્યા છે તેમાં તેઓને છદ્મસ્થતારૂપ કે કેવલિત્વરૂપ સાધ્યની સિદ્ધિ કરી આપનાર અનુમાનના હેતુરૂપ જો માનવા હોય તો ઉપર કહી ગયા તેવી રીત અપનાવવી. એટલે કે આલોચના યોગ્ય વિરાધના વગેરેને છબસ્થતાના અને તેવી વિરાધના ક્યારેય ન હોવા રૂપ તેના અભાવ વગેરેને કેવલિત્વના હેતુ સમજવા. તેથી વ્યભિચાર વગેરે કોઈ દોષ રહેશે નહિ. અને જો વિરાધના વગેરેને અને તેના અભાવ વગેરેને અનુક્રમે છબસ્થતાની કે કેવલિત્વની સંભાવના કરી આપનાર હેતુ તરીકે જો માનવા હોય તો તો કોઈ બાબતની સંગતિ કરવાની રહેતી નથી. આશય એ છે કે સાધ્યનું અનુમાન કરાવી આપનાર તરીકે જે હેતુ કહેવાયો હોય તેમાં તો સાધ્યની વ્યાપ્તિ હોવી આવશ્યક જ હોય છે. એટલે તેવા હેતુમાં જો જરાપણ અન્યથાત્વ જોવા મળતું હોય તો એ વ્યભિચારાદિ દોષરૂપ હોઈ અસંગતિરૂપ બને છે (અને તેથી એને દૂર કરીને કોઈ સંગતિ કરવી પડે છે). પણ જ્યારે હેતુ, સાધ્યની સંભાવના કરાવી આપનાર તરીકે વપરાયો હોય ત્યારે તે હેતુમાં સાધ્યની વ્યાપ્તિ તેવી જડબેસલાક રૂપે હોવી આવશ્યક હોતી નથી. તેથી તેવા હેતુમાં જરાક અન્યથાત્વ જોવા મળતું હોય તો પણ એ દોષરૂપ ન હોઈ અસંગતિ રૂપ બનતું નથી. (તેથી એને દૂર કરનાર કોઈ સંગતિ શોધવી પડતી નથી.) (દા.ત. રાત્રે સળગતા અગ્નિને જોઈ કોઈ વ્યક્તિ અન્યને “ત્યાં ધૂમાડો છે, કારણ કે અગ્નિ છે' આ રીતે

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298