Book Title: Dharm Pariksha Part 02
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 277
________________ ૨૬૪ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૪ गमात् । अन्यथा स्तेनानामपि केषाञ्चित्परदारगमनपरिहारनियन्तृत्वात् ततोऽनिवृत्तस्य सत्यकिप्रभृतेः सम्यक्त्वमुच्छिद्येतैवेति । न च मांसाहारस्य नरकायुर्बन्धस्थानत्वादेव तदनिवृत्तौ न सम्यक्त्वमिति शङ्कनीयं, महारंभमहापरिग्रहादीनामपि तथात्वात् तदनिवृत्तौ कृष्णवासुदेवादीनामपि सम्यक्त्वापगमापत्तेः । किञ्च सम्यक्त्वधारिणां कृष्णप्रभृतीनां मांसभक्षणेऽपि सम्यक्त्वानपगमः शास्त्रेऽपि श्रूयते । तदुक्तं षष्ठाङ्गे-(१६/११८) 'तए णं से दुवए राया कंपिल्लपुरं णगरं अणुपविसइ, अणुपविसित्ता विउलं असणं ४ उवक्खडावेइ, उवक्खडावित्ता कोडुंबियपुरिसे सद्दावेइ सद्दावित्ता एवं वयासी, गच्छह णं तुब्भे देवाणुप्पिया विउलं असणं ४ सुरं च मज्जं च मंसं च सीधुं च पसन्नं च सुबहुपुष्फफलवत्थगंधमल्लालंकारं च वासुदेवपामोक्खाणं रायसहस्साणं आवासेसु साहरह, तेवि साहरंति, तएणं ते वासुदेवप्पामोक्खा तं विउलं असणं ४ जाव पसन्नं च आसाएमाणा विहरंति त्ति' । न च - अत्र मांसभक्षणादिकं स्वपरिवारभूतमिथ्यादृशा કુલમાં પણ એ ભાવધર્મ સંભવિત છે. કેમકે તેવી વિચિત્ર કર્મપરિણતિના કારણે અનુચિત પ્રવૃત્તિવાળા બનેલા જીવમાં પણ શ્રદ્ધાગુણના કારણે સમ્યકત્વ ટકી શકે છે, નહીંતર તો કેટલાક ચોરો પણ પરસ્ત્રીગમનનો નિયમ કરી શકતા હોય તો સમ્યકત્વીને તો સુતરાં હોવો જોઈએ એવું પણ કહી શકાતું હોવાથી પરસ્ત્રીગમનથી નહિ અટકેલા સત્યકિ વગેરેનું સમ્યકત્વ પણ ચાલ્યું જવાની આપત્તિ આવે. માંસાહાર નરકાયુબંધના હેતુભૂત હોઈ, તેનાથી નહિ અટકેલ જીવને સમ્યકત્વ માની શકાતું નથી, કેમ કે સમ્યક્ત્વની હાજરીમાં તો નરકાયુ બંધાતું નથી એવી પણ શંકા કરવી નહિ, કેમ કે એમ તો મહાઆરંભમહાપરિગ્રહ પણ નરકાયુબંધના હેતુભૂત હોઈ તેનાથી નહિ અટકેલ કૃષ્ણવાસુદેવ વગેરેમાં પણ સમ્યકત્વનો અભાવ થઈ જવાની આપત્તિ આવે. વળી સમકિતધારી કૃષ્ણ વગેરેનું સમ્યકત્વ માંસભક્ષણ હોવા છતાં ચાલ્યું ગયું નહોતું એવું શાસ્ત્રમાં પણ જાણવા મળે છે. છઠ્ઠા જ્ઞાતાધર્મકથાઅંગ (અ. ૧૬, સૂ. ૧૧૮)માં કહ્યું છે કે - “ત્યારે તે દ્રુપદરાજા કાંપિલ્યપુર નગરમાં પ્રવેશે છે. પ્રવેશીને વિપુલ પ્રમાણમાં અશન-પાનખાદિમ-સ્વાદિમ તૈયાર કરાવે છે. તૈયાર કરાવીને કૌટુંબિક પુરુષોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહે છે - હે દેવાનુપ્રિયો! તમે જાવ, અને વિપુલ અશનાદિ ચાર તેમજ દારુ, મધ, માંસ, સીધું, પ્રસન્ન (તરુવિશેષ), ઘણા પુષ્પ-ફળ-વસ્ત્ર-ગંધમાલ્ય અને અલંકારોને વાસુદેવ વગેરે હજારો રાજાઓના રાજમહેલોમાં લઈ જાવ. તેઓ પણ લઈ જાય છે. ત્યારે તે વાસુદેવ વગેરે રાજાઓ તે વિપુલ અશનાદિ યાવત્ પ્રસન્નને ખાતા ખાતા વિહરે છે.” - અહીં જે માંસભક્ષણ કહ્યું છે તે તો કૃષ્ણના પરિવારમાં જ १. तदाऽथ द्रुपदो राजा काम्पिल्यपुरं नगरमनुप्रविशति, अनुप्रविश्य विपुलमशनं ४ उपस्कारयति, उपस्कारयित्वा कौटुंबिकपुरुषान् शब्दापयति, शब्दापयित्वैवं अवदत् - "गच्छत यूयं देवानुप्रियाः। विपुलं अशनं ४ सुरां च मद्यं च मांसं च सीधुं च प्रसन्न च सुबहु पुष्पफलवस्त्रगन्धमाल्यालङ्कारं च वासुदेवप्रमुखाणां राजसहस्राणामावासेषु नयत, तेऽपि नयन्ति, तदा ते वासुदेवप्रमुखाः तद् विपुलमशनं ४ यावत्प्रसन्नं चास्वादमाना विहरन्ति ।

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298