________________
કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છદ્રસ્થલિંગ વિચાર
૨૫૫ ताया अप्यभावाद्, इति न किञ्चिदेतत् । यच्च - छद्मस्थलिङ्गानां द्रव्यभूतानां मिथ्याकारादिलिङ्गगम्यत्वस्यापि संभवान्मिथ्याकारस्य चानवरतप्रवृत्तावसंभवात्संयतानां द्रव्यहिंसादिकं कादाचित्कत्वेनानाभोगप्रयुक्तमेव - इत्यभिधानं तदयुक्तं, प्रत्याख्यातभावहिंसादेरेवानाभोगप्रयुक्तकादाचित्कभङ्गपरिणतिवतो मिथ्याकारविषयत्वाद्, द्रव्यहिंसामात्रे तदभावाद्, अन्यथाऽपवादपदजिनपूजाऽऽहारविहारादिक्रियाणामपि मिथ्याकारविषयत्वापत्तेः । यच्च षष्ठसप्तमलिङ्गयोश्छद्मस्थमात्रे सुलभत्वमुक्तं, तत्प्रतिलेखनाप्रमार्जनादिक्रियाणां पिपीलिकादिक्षुद्रजन्तुभयोत्पादकत्वेन सावद्यत्वे स्यात्, तदेव तु नास्ति, कायादिनियताचाररूपाणां तासामौत्सर्गिकीणां क्रियाणामत्यन्तनिरवद्यत्वात् । अपवादकल्पत्वादासां कथञ्चित्सावद्यत्वमिति चेत् ? न, अपवादस्यापि विधिशुद्धस्य सावद्यत्वाभावे तत्कल्पत्वेनाभिमते तदभावाद् । न चोत्सर्गापवादव्यतिरिक्तोऽपवादकल्पो राशित्रयकल्पनारसिकं भवन्तं विनाऽन्येन केनापीष्यत इति (न) तत्सद्भावे प्रमाणमस्ति ।
આદિની કલ્પના શી રીતે થાય? માટે આ રીતે દષ્ટાન્તથી તમારી માન્યતાની સિદ્ધિ કરવી એ તુચ્છ વાત છે.
(અંત્ય બે લિંગો છદ્મસ્થમાત્ર સુલભ નથી) વળી - છદ્મસ્થના દ્રવ્યહિંસા વગેરરૂપ દ્રવ્યભૂત લિંગો મિથ્યાકારાદિલિંગ ગમ્ય હોવા પણ સંભવિત છે. વળી અપુનઃકરણથી સફળ બનતો એવો મિથ્યાકાર નિરંતર થયા કરતી પ્રવૃત્તિ અંગે સંભવતો નથી. તેથી જેના અંગે મિથ્યાકાર થાય છે તે દ્રવ્યહિંસાદિ કાદાચિત્ક હોય છે અને તેથી અનાભોગપ્રયુક્ત જ હોય છે - ઇત્યાદિ જે કહ્યું છે તે પણ અયોગ્ય છે, કેમ કે પોતે જેનું પચ્ચખાણ કર્યું છે તેવી ભાવહિંસા વગેરેની જ અનાભોગના કારણે ક્યારેક થઈ ગયેલી ભંગપરિણતિ મિથ્યાકારનો વિષય બને છે, માત્ર દ્રવ્યહિંસા તેનો વિષય બનતી નથી. નહીંતર તો અપવાદપદે – જિનપૂજા આહાર-વિહારાદિક્રિયાઓ પણ મિથ્યાકારનો વિષય બની જવાની આપત્તિ આવે. વળી – “આ સાવદ્ય છે.” એવી પ્રરૂપણા કરીને તેનું જ પ્રતિસેવન કરનાર હોય એવું છઠું અને “યથાવાદી તથાકારી હોતા નથી એવું સાતમું લિંગ તો છદ્મસ્થમાત્રમાં સુલભ છે - એવું જે કહ્યું છે તે પ્રતિલેખન-પ્રમાર્જન વગેરે ક્રિયાઓ કીડી વગેરે મુદ્રજીવોને ભયોત્પાદક હોઈ સાવદ્ય હોય છે એવું માનીએ તો જ સંભવે છે, પણ તેવું માની શકાતું નથી, કેમકે કાયા વગેરેના નિયત આચારરૂપ તે ઔત્સર્ગિકી ક્રિયાઓ અત્યન્ત નિરવદ્ય છે. “એ ક્રિયાઓ અપવાદ કલ્પ ( જેવી) હોઈ કથંચિત્ સાવદ્ય છે.' એવું કહેવું એ પણ યોગ્ય નથી, કેમ કે વિધિશુદ્ધ અપવાદ એ પોતે જ સાવદ્ય ન હોઈ તેને સમાન આ ક્રિયાઓ શી રીતે સાવદ્ય બને? આમ ઉત્સર્ગ કે અપવાદ બને રૂપે એ સાવદ્ય નથી. વળી એ બેથી જુદો ત્રીજો જ કોઈ અપવાદકલ્પ કે જે કથંચિત્ સાવદ્ય હોય તેને આરાધક, વિરાધક અને અનારાધક વગેરે રૂપ ત્રણ રાશિઓની કલ્પના કરવાના રસિયા એવા તમને