________________
૨૫૩
કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છઘસ્થલિંગ વિચાર ५, मानोदयाद् याञ्चापरीषहः ६, लोभोदयात्सत्कारपुरस्कारपरीषहः ७, इति । __ अथ चारित्रमोहोदये सत्येते परिषहाः प्रोक्ताः, तस्मादुपशान्ते न भवन्तीति चेत् ? तर्हि चारित्रमोहनीयकर्मोदये सति प्राणातिपातादयः प्रोक्ताः, अतस्तेऽपि तत्र मा भूवन् । अथ भावत एव प्राणातिपातादयश्चारित्रमोहनीयोदयसमुत्थाः, द्रव्यतस्तु चारित्रमोहनीयस्य सत्तायामपि तत्र ते भवन्तीति चेत् ? तर्हि भावत एव चारित्रमोहनीयोदयसमुत्थाः सप्त परीषहाः सूक्ष्मसम्परायगुणस्थानं यावद् भवन्ति, द्रव्यतस्तु त एवोपशान्तमोहेऽपि चारित्रमोहसत्तानिमित्तका भवन्तु, युक्तेरुभयत्र तौल्यादिति । यच्च संभावनाऽऽरूढमृषाभाषणनिषेधव्याघातेनैव तत्सिद्धिसमर्थनं कृतं तत्तु शशशृङ्गस्यापि निषेधव्याघातात्तत्सिद्धिसमर्थनप्रायम् । या चालोके लोककल्पनातुल्या संभावना प्रोक्ता, सा तु प्रकृतार्थस्यातिशयितत्वमेव प्रतिपादयेद् । अलोके लोकप्रमाणासंख्येयखण्डप्रमाणावधिज्ञानविषयकल्पना हि वैज्ञानिकसंबंधेन तद्विषयविशिष्टतामवधिज्ञानस्यैव ज्ञापयतीति । आह च भाष्यकार:
માનના ઉદયથી યાચનાપરીષહ અને લોભના ઉદયથી સત્કારપુરસ્કારપરીષહ આવે છે.”
“આ પરિષહો ચારિત્રમોહના ઉદયથી કહ્યા છે, માટે ઉપશાન્તમોહીને હોવાની આપત્તિ નથી” એવું જ કહેશો તો એ રીતે “પ્રાણાતિપાતાદિ પણ ચારિત્રમોહનીયના ઉદયથી થાય છે એવું માનવું પડવાથી ઉપશાન્તમોહીને તે પણ માની શકાશે નહિ. - ભાવહિંસા વગેરે જ ચારિત્રમોહનીયના ઉદયથી થાય છે, દ્રવ્યહિંસા વગેરે તો તેની સત્તા માત્રથી પણ ઉપશાન્તાદિગુણઠાણે થાય છે એવી જો યુક્તિ દોડાવશો તો “ચારિત્રમોહનીયના ઉદયથી થયેલ તે સાતેય ભાવપરિષદો જ સૂક્ષ્મસંપરાયગુણઠાણા સુધી હોય છે, દ્રવ્યથી તો ચારિત્રમોહની સત્તાનિમિત્તક તેઓ ઉપશાન્તમોહગુણઠાણે પણ હોય છે. એવું પણ માનવું પડશે, કારણ કે યુક્તિ સર્વત્ર સમાન રીતે જ દોડે છે. “ક્ષીણમોહ ગુણઠાણે અનાભોગ હોવાથી મૃષાભાષણની સંભાવનાનો નિષેધ કરી શકાતો નથી' ઇત્યાદિ રૂપે સંભાવનારૂઢ મૃષાભાષણના નિષેધને માત્ર તોડી પાડીને જે તેની હાજરીની સિદ્ધિનું સમર્થન કર્યું છે તે તો શશશૃંગના પણ નિષેધનો વ્યાઘાત કરીને તેની સિદ્ધિનું સમર્થન કરવા રૂપ જ છે. અર્થાત્ એ રીતે જેમ શશશૃંગની સિદ્ધિ થઈ શકતી નથી તેમ સંભાવનારૂઢ મૃષાભાષણની પણ સિદ્ધિ થઈ શકતી નથી. વળી “અલોકમાં લોકની કલ્પના જૈનોને જેમ પ્રમાણભૂત છે તેમ સંભાવના પણ પ્રમાણભૂત છે' ઇત્યાદિરૂપે સંભાવનાને અલોકમાં લોકની કલ્પનાને તુલ્ય જે કહી તે તો પ્રસ્તુત (મૃષાવાદાદિ) વાતનું ચઢિયાતાપણું જ જણાવે છે. અર્થાત્ એ તો ક્ષીણમોહમાં વધુ તીવ્ર પ્રકારના મૃષાવાદની હાજરી જણાવશે જે આપત્તિરૂપ છે. અલોકમાં લોકાકાશ જેટલા પ્રમાણવાળા અસંખ્ય ખંડો પ્રમાણ અવધિજ્ઞાનના વિષયની કલ્પના વૈજ્ઞાનિક સંબંધથી અવધિજ્ઞાનની જ તે વિષયવાળા હોવા રૂપ વિશિષ્ટતાને જણાવે છે. શ્રી ભાષ્યકારે કહ્યું છે કે (વિ.આ. ભા. ૬૦૬) -