________________
૨૫૧
કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છઘસ્થલિંગ વિચાર पाणाइवाएत्ति, प्राणातिपातजनितं तज्जनकं वा चारित्रमोहनीयं कर्मोपचारात् प्राणातिपात एव, एवमुत्तरत्रापि, तस्य च पुद्गलरूपत्वाद्वर्णादयो भवन्ति, अत उक्तं पंचवण्णे इत्यादि । आह च
पंचरसपंचवण्णेहिं परिणयं दुविहगंधचउफासं । दवियमणंतपएसं सिद्धेहिं णंतगुणहीणं ।। इत्याद्येतद्वृत्तावुक्तम् । एतदनुसारेण च प्राणातिपातादीनां चारित्रमोहनियतत्वात् क्षीणमोहे तदनुपपत्तिः, उपशान्तमोहे तु मोहसद्भावात्प्राणातिपाताद्यङ्गीकारे न किञ्चिद् बाधकमिति - चेद्?
एतदप्यसत्, भावप्राणातिपातापेक्षयैवोक्तोपचारव्यवस्थितेः, अन्यथा द्रव्यप्राणातिपातादीनां चारित्रमोहनीयकर्मजनकत्वे सूक्ष्मसंपरायादौ षड्विधबन्धकत्वादि न स्यात् । तज्जन्यत्वे च तस्योदितस्यानुदितस्य वा जनकत्वं वाच्यम् । आद्ये उपशान्तमोहे द्रव्यप्राणातिपाताद्यनुपपत्तिः ।
સ્પર્શવાળા હોવા કહેવાયા છે? ગૌતમ ! પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શવાળા હોવા કહેવાયા છે.” આની વૃત્તિમાં કહ્યું છે કે “અહીં પ્રાણાતિપાત એટલે પ્રાણાતિપાતજનિત કે પ્રાણાતિપાતજનક એવું ચારિત્ર મોહનીયકર્મ ઉપચારથી લેવું. એ પ્રમાણે મૃષાવાદાદિમાં જાણવું... તે કર્મયુગલ રૂપ હોઈ તેમાં વર્ણ વગેરે હોય છે. તેથી સૂત્રમાં પાંચ વગેરે વણે કહ્યાં છે. કહ્યું છે કે – (બંધાતા કર્મપુદ્ગલો) પાંચ રસ અને પાંચ વર્ણથી પરિણત હોય છે. દ્વિવિધ ગંધ અને ચાર સ્પર્શવાળા હોય છે, અનંતપ્રદેશવાળું અને તેમ છતાં સિદ્ધો કરતાં અનંતગુણહીન એવા દ્રવ્યરૂપ હોય છે.” આ વચનને અનુસાર પ્રાણાતિપાતાદિ ચારિત્રમોહનીયને નિયત હોઈ ક્ષણમોહમાં હોવા અસંગત બને છે એ જ તેઓમાં તેને માનવાનો બાધક બને છે. જયારે ઉપશાન્તમોહ ગુણઠાણાવાળાને તો મોહની હાજરી હોઈ પ્રાણાતિપાતાદિ માનવામાં પણ કોઈ બાધક નથી.
(ભાવપ્રાણાતિપાતાદિ તેવા છે, દ્રવ્ય નહિ-ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ આવી આગમબાધાની વાત પણ ખોટી છે, કેમ કે તે આગમમાં ભાવપ્રાણાતિપાતની અપેક્ષાએ જ કર્મને ઉપચારથી પ્રાણાતિપાત તરીકે કહ્યા હોવા જણાય છે, કેમ કે નહીંતર તો (એટલે કે દ્રવ્યપ્રાણાતિપાતાદિની અપેક્ષાએ કર્મમાં જો ઉપચાર હોય તો) દ્રવ્યપ્રાણાતિપાતાદિને ચારિત્રમોહનીય કર્મના જનક માનવા પડે કાં તો તેનાથી જન્ય માનવા પડે. જો જનક માનીએ તો સૂક્ષ્મસંપરાયાદિ ગુણઠાણે ષવિધબંધકત્વાદિ રહે નહિ. કેમ કે હાજર રહેલ દ્રવ્યહિંસાદિ તેઓને ચારિત્રમોહ પણ બંધાવતા હોવાથી તેઓમાં સપ્તવિધબંધકત્વ આવી જાય છે. તેથી દ્રવ્યહિંસાદિને જો ચારિત્રમોહકર્મથી જન્ય માનીએ તો તે ચારિત્રમોહકર્મને તેઓનું જનક માનવું પડે. એમાં ઉદય પામેલ તે કર્મને જનક માનવું કે ઉદય ન પામેલ પણ તેને? ઉદય પામેલ તેને જનક માનવામાં ઉપશાન્તમોહ ગુણઠાણે દ્રવ્યહિંસાદિ
=
=
=
=
-
-
-
-
-
१. पञ्चरसपञ्चवर्णैः परिगतं द्विविधगन्धचतुःस्पर्शम् । द्रव्यमनन्तप्रदेशं सिद्धैरनन्तगुणहीनम् ॥