________________
કેવલીમાં દ્રવ્યહિંસા : કેવલિ-છઘસ્થલિંગ વિચાર
૨૪૭ वदवस्तुत्वात् । यच्च व्यक्तिशक्तिरूपं संभवे संभाव्ये च योगवीर्यमुक्तं तद्भावपरिणामरूपमेव, यथोक्तं सूत्रकृताङ्गवीर्याध्ययनवृत्तौ - 'तथा मनोवाक्कायादीनां तद्भावपरिणतानां यद्वीर्यं सामर्थ्यं तद्द्विविधं सम्भवे संभाव्ये च । सम्भवे तावत्तीर्थकृतामनुत्तरोपपातिकानां च सुराणामतीवपटूनि मनोद्रव्याणि भवन्ति । तथाहि, तीर्थकृतामनुत्तरोपपातिकसुरमनःपर्यायज्ञानिप्रश्नव्याकरणस्य द्रव्यमनसैव करणाद्, अनुत्तरोपपातिकसुराणां च सर्वव्यापारस्यैव मनसा निष्पादनादिति । सम्भाव्ये तु यो हि यमर्थं पटुमतिना प्रोच्यमानं न शक्नोति सांप्रतं परिणमयितुं, संभाव्यते त्वेष परिकर्म्यमाणः शक्ष्यत्यमुमर्थं परिणमयितुमिति । २ वाग्वीर्यमपि द्विविधंसंभवे संभाव्ये च । तत्र संभवे तीर्थकृतां योजननिर्हारिणी वाक् सर्वस्वस्वभाषानुगता च, तथाऽन्येषामपि क्षीरमध्वाश्रवादिलब्धिमतां वाचः सौभाग्यमिति । तथा हंसकोकिलादीनां संभवति स्वरमाधुर्यम् । संभाव्ये तु सम्भाव्यते श्यामायाः स्त्रियो गानमाधुर्यम्, तथा चोक्तं - 'श्या(सा)मा गायति मधुरं काली गायति खरं च ऋक्षं च ।' () इत्यादि । तथा संभावयाम एनं श्रावकदारकमकृतमुखसंस्कारमप्यक्षरेषु यथावदभिलप्तव्येष्विति, तथा संभावयामः शुकसारिकादीनां वाचो मानुषभाषापरिणामः । ३ कायवीर्यमप्यौरस्यं यद्यस्य बलम् । तदपि द्विविधं
સંભાવનારૂઢ મૃષાભાષણ શશવિષાણની જેમ અવસ્તુ છે. વળી સંભવ અને સંભાવ્ય અંગે વ્યક્તિ કે શક્તિરૂપ જે યોગવીર્ય કહ્યું છે તો ભાવરૂપ જ છે. સૂત્રકૃતાંગના વીર્યઅધ્યયનની વૃત્તિમાં કહ્યું છે કે “તથા તદ્ભાવરૂપે પરિણમેલા મન-વચન-કાયા વગેરેનું જે વીર્ય સામર્થ્ય હોય છે તે બે પ્રકારનું હોય છે – સંભવ વિશેનું અને સંભાવ્ય વિશેનું. તેમાં સંભવવીર્ય એટલે શ્રી તીર્થકરો અને અનુત્તરોપપાતિક દેવોનું જે અતીવપટુ મનોદ્રવ્ય હોય છે. તે શ્રીતીર્થંકર પરમાત્માઓ અનુત્તરોપપાતિક દેવોએ અને મન:પર્યવજ્ઞાનીઓએ પૂછેલા પ્રશ્નોનો જવાબ દ્રવ્યમનથી જ આપે છે. એમ અનુત્તરવાસી દેવો દરેક પ્રવૃત્તિ મનથી જ કરી દે છે. માટે અતીવ પટુ મનોદ્રવ્યના કારણે તેઓનું વીર્ય સંભવવિશેનું વીર્ય કહેવાય છે. પટુબુદ્ધિવાળાથી કહેવાતી વાતને જે વિવક્ષિતકાળે પરિણાવવા સમર્થ હોતો નથી, પણ પરિકર્મ કરતો કરતો તે ક્યારેક તેને પરિણાવી શકશે એવી સંભાવના કરી શકાતી હોય તો તેનું મનોવીર્ય સંભાવ્યવીર્ય કહેવાય. એમ વાગ્વીર્ય પણ બે પ્રકારે હોય છે. સંભવ અંગે અને સંભાવ્ય અંગે... એમાં સંભવવીર્યમાં શ્રી તીર્થકરોની એક યોજનમાં પ્રસરતી તેમજ દરેકને પોતપોતાની ભાષામાં સમજાતી એવી વાણી આવે, એમ અન્ય પણ ક્ષીરાશ્રવ- મધ્વાશ્રવ વગેરે લબ્ધિયુક્ત જીવોનું વાણી સૌભાગ્ય સંભવવીર્યમાં જાણવું. એ જ રીતે હંસ-કોયલ વગેરેનું સ્વરમાધુર્ય પણ સંભવવીર્યમાં જાણવું. તથા શ્યામા સ્ત્રીઓના ગીતમાધુર્યની જે સંભાવના કરાય છે તે સંભાવ્ય વીર્યમાં જાણવું. કહ્યું છે કે “શ્યામા સ્ત્રી મધુર ગાય છે. કાલી સ્ત્રી કર્કશ અને રૂક્ષ ગાય છે' એમ મુખસંસ્કાર નહિ કરાયેલ પણ આ શ્રાવકપુત્ર યથાવદ્ અભિલાપ કરવા યોગ્ય અક્ષરોમાં સમર્થ બનશે એવી જે સંભાવના કરાય છે તે તેમજ શુકસારિકાની વાણી મનુષ્ય ભાષાના પરિણામવાળી બનવાની જે સંભાવના કરાય છે તે બધી સંભાવ્ય