________________
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૬૬
दायैव शास्त्रकारैरुपपादितः । तदिह साधूनामनाकुट्ट्या जायमाने जीवघाते भवितव्यताया एव मुख्यतया व्याप्रियमाणत्वात् तत्रावश्यम्भावित्वव्यवहारः, न त्वनाभोगजन्यत्वमेव तत्र तन्त्रं, आभोगपूर्वकस्य कारणिकस्यापि तस्य विवेकयोग्यबन्धहेतोः पृथक्करणेनेहलोकवेदनवेद्यापतितकर्मबन्धहेतुतया परिशेषितस्यावश्यम्भावित्वेनैव परिगणनात्, ततो जीवरक्षापरिणामवतामाकुट्ट्या जीवघातप्रवृत्तिरहितानां सर्वेषामेव संयतानां या काचिद्विराधना भवति साऽवश्यम्भाविनी, इति कायस्पर्शमनुचीर्णैः प्राणिभिरुपजायमानां तामाश्रित्याऽऽकेवलिनं वृत्तिकृदुक्तव्यवस्थायां न कोऽपि सन्देह इति सूक्ष्ममीक्षणीयम् ।। ६६ ।।
૧૮૦
–
ભાવી હોવાથી) થયું છે' એવો જુદો જુદો જે વ્યવહાર થાય છે તેની, તે બેમાંથી એક એકની ઉત્કટતારૂપ કે બહુલતારૂપ મુખ્યતાને આગળ કરીને જ શાસ્ત્રકારોએ સંગતિ કરી છે. એટલે કે જે કાર્ય માટેનો યોગ્ય પ્રયત્ન જોરદાર હોય (કે વારંવાર કરાયો હોય) અને કાર્ય થાય તો એ કાર્ય પુરુષાર્થ જન્ય કહેવાય છે. જેવા કાર્ય માટેનો યોગ્ય પુરુષાર્થ જોરદાર (અને વારંવારનો) હોવા છતાં, કે વિપરીત કાર્યનો પુરુષાર્થ મુખ્યતયા ન હોવા છતાં વિપરીત કાર્ય થઈ જાય તો એ વિપરીત જે કાર્ય થાય છે તેને માટે ‘ભવિતવ્યતા જ એવી જોરદાર હતી ત્યાં કોઈ ગમે એટલો પ્રયત્ન કરે શું થાય ?' ઇત્યાદિ રૂપે ભવિતવ્યતાજન્યતાનો (અવશ્યભાવિત્વનો) વ્યવહાર થાય છે. પ્રસ્તુતમાં પણ, સાધુઓથી અનાકુટ્ટિથી જે જીવવિરાધના થઈ જાય છે તેમાં ભવિતવ્યતા જ મુખ્ય ભાગ ભજવે છે, કારણ કે જીવને મારવાના પુરુષાર્થનો મુખ્યતયા અભાવ હોય છે (ઉપરથી બચાવવાનો પુરુષાર્થ હોઈ શકે.) તેથી એ જીવવરાધનાનો અવયંભાવી તરીકે વ્યવહાર થાય છે. પૂર્વપક્ષીએ ‘અનાભોગજન્યત્વ જ એ વ્યવહારમાં નિયામક છે' એવું જે કહ્યું છે તેવું તો છે જ નહિ, કેમ કે આભોગપૂર્વકનો પણ કારણિક જીવઘાત અવશ્યભાવી તરીકે જ ગણાયો છે. તે આ રીતે - જેને દૂર કરવા વિવેક (પ્રાયશ્ચિત્ત) આવશ્યક બને તેવા કર્મબંધના હેતુભૂત આટ્ટિકૃત જીવઘાત વગેરેથી જુદો ગણીને આ જીવઘાતને ઇહલોકવેદનવેદ્યાપતિતકર્મબંધના હેતુ તરીકે પરિશેષિત કર્યો છે. (અર્થાત્ પરિશેષન્યાયથી તે જીવઘાતને તાદેશકર્મબંધના હેતુ તરીકે સિદ્ધ કર્યો છે.) અને ઇહલોકવેદનવેદ્યાપતિત કર્મબંધના હેતુભૂત એવા તેની તો વૃત્તિકારે ‘પૂર્વોક્ત ક્રિયા કરતા સાધુથી અવશ્યભાવી તરીકે જે થાય છે તે હવે કહે છે' ઇત્યાદિ તરીકે ‘અવથંભાવી’ના ઉલ્લેખવાળી પૂર્વભૂમિકા (અવતરણિકા) રચીને પછી તેને જણાવના૨ સૂત્રની વ્યાખ્યા રૂપે વાત કરી છે. તેથી એની પણ અવશ્યભાવી તરીકે ગણતરી છે એ સિદ્ધ થાય છે. માટે જીવરક્ષાપરિણામવાળા અને જીવઘાતની આકુટ્ટિ પૂર્વકની પ્રવૃત્તિ વિનાના એવા પ્રમત્તાદિ બધા સાધુઓથી જે કોઈ વિરાધના થાય તે અવશ્યભાવિની હોય છે એ નક્કી થાય છે. (પછી ભલેને એમાં આભોગ હોય કે ન પણ હોય.) તેથી કાયસ્પર્શને પામીને થતી જીવવિરાધનાને આશ્રીને આભોગયુક્ત એવા પણ કૈવલી સુધીના જીવોના કર્મબંધાદિની વૃત્તિકારે જે વ્યવસ્થા દેખાડી છે તેમાં કોઈ સંદેહ રહેતો નથી એ સૂક્ષ્મતાથી વિચારવું. ॥૬॥