________________
૨૩૫
કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છદ્રસ્થલિંગ વિચાર वत्त्वछद्मस्थत्वयोस्तद्राहित्यकेवलित्वयोश्चैक्यमेवेति हेतोः साध्यघटितत्वेन हेतुस्वरूपहानिः, तस्मादविशिष्टानामेव छद्मस्थगम्यप्राणातिपातादिनिषेधरूपाणां केवलित्वगमकलिंगत्वं प्रतिपत्तव्यम् । __ यत्तु छद्मस्थत्वज्ञापकलिङ्गेषु कदाचिद्' इति विशेषणं टीकाकारेण दत्तं तत्सप्तानामपि लिङ्गानां स्वरूपासिद्धिवारणार्थं, नहि छद्मस्थसाधावनवरतं प्राणातिपातादिशीलत्वं संभवतीति । यच्च केवलित्वज्ञापकलिङ्गेषु 'कदाचिदपि' इति विशिष्टविशेषणमुपात्तं तच्छद्मस्थसाधौ व्यभिचारवारणाय, भवति ह्येतद्विशेषणं विना छद्मस्थसाधौ प्राणातिपाताद्यभावावस्थायां हेतुषु विद्यमानेषु केवलित्वाभावेन व्यभिचार इति ।
હોવા રૂપ જે સ્વરૂપાસિદ્ધ દોષ છે તેનો સંદેહ રહ્યા કરવા રૂપ દોષ ઊભો થાય છે. વળી રાગદ્વેષયુક્તતા અને છદ્મસ્થતા એ બે તેમજ રાગદ્વેષશૂન્યતા અને કેવલિત્વ એ બે એક એક વસ્તુરૂપ જ હોવાથી રાગદ્વેષજનિતપ્રાણાતિપાતને હેતુ કહેવો એ છબસ્થતાજનિત પ્રાણાતિપાતને હેતુ કહેવા રૂપ હોઈ હેતુ સાધ્યઘટિત બની જાય છે. અને તો પછી પ્રાણાતિપાતાદિમાંથી હેતુનું સ્વરૂપ જ હણાઈ જશે. માટે કોઈપણ વિશેષણ વિનાના અવિશિષ્ટ અને છદ્મસ્થગમ્ય એવા જ પ્રાણાતિપાતાદિના નિષેધો કેવલિત્વને જણાવનાર લિંગભૂત છે એ સ્વીકારવું જોઈએ.
(વારિત્ અને વારિધિ સ્વરૂપાસિદ્ધિ અને વ્યભિચારના વારક - પૂર્વપક્ષ) વળી, છદ્મસ્થતાના લિંગોમાં “કદાચિ એવું જે વિશેષણ ટીકાકારે જોડ્યું છે તે સાતેય લિંગોના સ્વરૂપઅસિદ્ધિ દોષના વારણ માટે છે, કેમ કે છદ્મસ્થ સાધુ નિરંતર પ્રાણાતિપાતાદિ કર્યા કરવાના સ્વભાવવાળા હોય એવું સંભવતું નથી. એમ કેવલીના લિંગોમાં ‘પ' શબ્દ વિશિષ્ટ એવું ‘વિત્તિ' રૂપ જે વિશેષણ જોડ્યું છે તે છબસ્થસાધુમાં લિંગ ચાલ્યા જવા રૂપ વ્યભિચાર ન આવે એ માટે જાણવું. કેમ કે એવું વિશેષણ જો લગાડ્યું ન હોય તો જયારે છદ્મસ્થ પ્રાણાતિપાતાદિ કાંઈ કરતો ન હોય ત્યારે તેમાં પ્રાણાતિપાતાભાવાત્મક માત્ર વિશેષ્યરૂપ લિંગ રહી જવા છતાં કેવલિત્વ રહ્યું ન હોઈ વ્યભિચાર આવે.
નિષ્કર્ષઃ આમ, આટલી વાત ફલિત થાય છે. (૧) પરીક્ષા અવસરે પ્રમાર્જનાદિમાં પ્રવૃત્ત અપ્રમત્ત સંયતને પક્ષ તરીકે લેવો. (૨) લિંગ તરીકે દ્રવ્યપ્રાણાતિપાતાદિ લેવા. (૩) છદ્મસ્થતાના લિંગો ઉપશાન્ત મોહ સુધી હોય છે. (૪) ક્ષીણમોહને માત્ર સંભાવનારૂઢ મૃષાભાષણાદિ હોય. (૫) છદ્મસ્થતાના પહેલાં પાંચ લિંગો કાદાચિત્ક હોય છે અને છેલ્લા બે સાર્વદિક. (૬) ક્ષીણમોહને પણ પ્રસ્તુત અધિકારમાં કેવલી તરીકે ગણવાના છે. (૭) રાગદ્વેષાદિવિશેષણ શૂન્ય અવિશિષ્ટ પ્રાણાતિપાતાદિ જ અહીં લિંગ તરીકે છે. (૮) ક્લાવિદ્ અને વપ એ બે વિશેષણો અનુક્રમે સ્વરૂપઅસિદ્ધિ અને વ્યભિચાર દોષના વારણ માટે છે.