________________
કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છઘસ્થલિંગ વિચાર
૨૩૭ देव प्रसिद्धव्यभिचारम् । इति सद्भूतप्राणातिपातकत्वादिभिश्छद्मस्थत्वस्य साधनात् प्रमत्त एवात्र पक्षीकार्यः, तेन न स्वरूपासिद्धिः, तत्र पारमार्थिकानां हेतूनां सत्त्वादिति । किञ्च 'व्यापादनशीलो भवति' इत्यत्र 'फलनिरपेक्षा वृत्तिः शीलम्' इति शीलार्थत्वात्, तस्याश्च स्वभावनिबन्धनत्वात्प्राणातिपातादिस्वभावहेतुसिद्ध्यर्थं प्रमत्त एव पक्षीकर्तव्य इति । न च प्रमत्तत्वादेव तत्र छद्मस्थत्वरूपसाध्यस्यापि प्रतीतत्वात्साध्यत्वाभावः; 'अप्रतीतमनिराकृतमभीप्सितं साध्यं' (प्रमाणन. त. ३/१४) इति वचनादिति वाच्यं, व्यामूढमनसां तद्व्यामोहनिवृत्त्यर्थं छद्मस्थत्वस्य साध्यमानत्वोપપઃ | “प्रसिद्धानां प्रमाणानां लक्षणोक्तौ प्रयोजनम् । तद्व्यामोहनिवृत्तिः स्याद्व्यामूढमनसामिह ।।४।।"
इति न्यायावतारवचनात् । यथाहि - सास्नादिमत्त्वाद् गवि गोत्वे सिद्धेऽपि व्यामूढस्य तत्प्रतिपत्त्यर्थं प्रयोगः क्रियते यथा - 'इयं गौः, सास्नादिमत्त्वात्, यत्र गोत्वाभावस्तत्र सास्नादिमत्त्वाभावो यथा
વ્યભિચાર દોષ હોવો પણ પ્રસિદ્ધ થઈ જાય, કેમ કે એ આરંભના કારણે સયોગી કેવલીમાં પણ ઔપચારિક પ્રાણાતિપાતત્વ રૂપ લિંગ રહ્યું છે અને છબસ્થત્વરૂપ સાધ્ય રહ્યું નથી. આવા બધા દોષો ન આવે એ માટે અહીં પારમાર્થિક પ્રાણાતિપાતકત્વાદિને જ લિંગ તરીકે લઈ છદ્મસ્થત્વની સિદ્ધિ કરવાની છે, એ સ્વીકારવું જોઈએ. અને તેથી પ્રમત્તને જ પક્ષ તરીકે લેવો જોઈએ કે જેથી સ્વરૂપઅસિદ્ધિ દોષ ન આવે, કેમ કે પ્રમત્તમાં પારમાર્થિક પ્રાણાતિપાતત્વાદિ રૂપ લિંગી રહ્યા છે. વળી વૃત્તિમાં વ્યાપનશીનો મવતિ' એવું જે કહ્યું છે તેમાં “શીલ' શબ્દનો ‘ફળને નિરપેક્ષપણે જે સ્વાભાવિક વર્તન થાય તે શીલ' એવો અર્થ હોવાથી અને તેવું વર્તન સ્વભાવનિમિત્તક હોવાથી ફલિત એ થાય છે કે ઉક્તસૂત્રમાં પ્રાણાતિપાતાદિનો સ્વભાવ એ હેતુ છે.
(પક્ષ તરીકે પ્રમત્તજીવ લેવો-ઉત્તરપક્ષ). વળી એ હેતુ સ્વરૂપઅસિદ્ધ ન થાય એ માટે તો પ્રમત્તને જ પક્ષ બનાવવો પડે છે, કારણ કે પ્રમાદના કારણે એ જ તેવા સ્વભાવવાળો હોય છે. - પણ પ્રમત્તરૂપ પક્ષમાં તે પ્રમત્તતાથી જ છબસ્થતા રૂપ સાધ્ય પણ પ્રતીત બની જતું હોઈ તેમાં સાધ્યત્વ જ રહેશે નહિ, કેમ કે “જે અપ્રતીત (અજ્ઞાત), અનિરાકૃત (અબાધિત) અને અભીપ્સિત (સિદ્ધ કરવાને ઇચ્છિતી હોય તે સાધ્ય” એવું પ્રમાણનયતત્ત્વાલકાલંકાર (૩-૧૪) માં કહ્યું છે. - એવી શંકા ન કરવી, કેમ કે પ્રમત્તમાં પણ છદ્મસ્થતા અંગેના વ્યામોહવાળા જીવોનો તે વ્યામોહ દૂર કરવા માટે, છદ્મસ્થતાને સાધ્ય બનાવવું એ પણ, ન્યાયાવતારના આ વચન મુજબ યોગ્ય છે – “પ્રમાણ અંગેના વ્યામોહવાળા જીવોનો તે વ્યામોહ દૂર કરવો એ પ્રસિદ્ધ એવા પણ પ્રમાણોનું લક્ષણ કહેવાનું પ્રયોજન છે.” સાસ્ના વગેરેના કારણે ગાયમાં ગોત્વ સિદ્ધ હોવા છતાં વ્યામૂઢ જીવને તેની પ્રતીતિ કરાવવા માટે જેમ પ્રયોગ કરાય છે કે “આ ગાય (ગોત્વયુક્ત) છે,