________________
કેવલીમાં દ્રવ્યહિંસા : ડેવલિ-છદ્મસ્થલિંગ વિચાર
–
૨૪૧
भवति । न चाप्रमत्ता अपि सर्वदा प्राणानतिपातका एव भवन्ति, प्रमत्तत्वेन प्राणातिपातकत्वे त्वप्रमत्ता एव नोच्यन्ते इत्यतिप्रसक्तमेवैतल्लक्षणमिति वाच्यं, अप्रमत्तस्य प्रमत्तगुणस्थानवर्त्तिनो जीवघाते 'अहो ! अप्रमत्तोऽपि जीवघातं करोति' इति व्यपदेशसंभवात्, चतुर्दशपूर्व्यादीनां चतुर्गतिकत्वादिवचनवदेतदुपपत्तेः । यथा हि 'भगवानपि भुवनगुरुरुन्मार्गदेशनात्सागरोपमकोटाकोटीं भ्रान्तः' इति योगशास्त्रवृत्तिवचनं, लोकेऽपि च घृतघटे घृताभावेऽपि 'घृतघट:' इति व्यपदेशो भाविनि भूतवदुपचारेण दृश्यते, तथैवाप्रमत्तादिगुणस्थानवर्त्तिनोऽपि प्रमादवत्त्वे भावतः प्राणातिपातकत्वादिव्यपदेशो भवति, न तु केवलिनः, तस्य कदाचिदपि प्रमादवत्त्वाभावादिति नातिव्याप्त्यादिदोष इत्याहुः ।
તો દેશોનપૂર્વક્રોડ સુધીના કાલમાં પણ હંમેશા અપ્રમત્ત જ રહે છે. આમ ‘કદાચિત્' એવું વિશેષણ કેવલી અને અન્ય અપ્રમત્તોમાં રહેલ આ વિશેષતાને જણાવવા માટે છે.
શંકા : કેવલી જેમ કેવલી અવસ્થામાં હંમેશાં અહિંસક જ હોય છે તેમ અપ્રમત્ત પણ પોતાની અપ્રમત્ત અવસ્થામાં હંમેશાં અહિંસક જ હોય છે, વળી પ્રમત્તતાના કારણે જ્યારે હિંસક બને છે ત્યારે તો અપ્રમત્ત જ કહેવાતા નથી. માટે તે બેમાં તમે કહેલી એવી કોઈ વિશેષતા જ ન હોવાથી ‘કદાચિદ્' એવું વિશેષણ પણ અપ્રમત્તમાં કેવલિત્વના કહેલા લિંગની થતી અતિવ્યાપ્તિને અટકાવી શકતું નથી.
સમાધાન ઃ આવી શંકા ન કરવી, કેમ કે અપ્રમત્તથી પ્રમત્ત ગુણઠાણે જઈને પણ જીવઘાત થએ છતે ‘અહો ! અપ્રમત્ત પણ જીવઘાત કરે છે' એવો ઉલ્લેખ સંભવે જ છે, પછી ભલેને તે વખતે એ અપ્રમત્ત ન પણ હોય. જેમ ‘ચૌદપૂર્વી ચારે ય ગતિમાં જનારા હોય છે' એવું વચન નરકાદિ ગતિમાં જતી વખતે તે ચૌદપૂર્વી ન હોવા છતાં પૂર્વકાલીન ચૌદપૂર્વીપણાના પર્યાયના કારણે સંગત છે તેમ પ્રસ્તુત ઉલ્લેખ પણ સંગત છે. અથવા યોગશાસ્ત્રવૃત્તિના ‘જગદ્ગુરુ ભગવાન પણ ઉન્માર્ગદેશનાના કારણે કોડાકોડી સાગરોપમ સંસારમાં ભમ્યા' ઇત્યાદિ ભવિષ્યકાલીન ભગવત્ત્વ પર્યાયને લક્ષમાં રાખીને થયેલ વચનપ્રયોગ મુજબ ઉક્ત પ્રયોગ પણ સંગત છે. લોકમાં પણ ઘીના ઘડામાં ઘીનો અભાવ હોય ત્યારે પણ, ભવિષ્યકાલીન ચીજનો ભૂતકાલીન ચીજ જેવો ઉપચાર કરીને ‘ધૃતઘટ’ તરીકે ઉલ્લેખ થતો દેખાય છે. તેમ અપ્રમત્તાદિગુણઠાણે રહેલ જીવનો પણ તે ભવિષ્યમાં પ્રમત્ત બનીને હિંસક બનવાનો હોય તેને લક્ષમાં રાખીને હિંસક તરીકે વ્યપદેશ થાય છે, કેવલીનો તો નહિ જ, કેમ કે તે ક્યારેય પણ હિંસક બનવાના હોતા નથી. માટે ‘જ્વવિદ્’ વગેરે વિશેષણ લગાડવાથી પછી અપ્રમત્તાદિમાં અતિવ્યાપ્તિ વગેરે દોષ ઊભા રહેતા નથી. (કેમ કે ‘કદાચિદ્’ એટલે જ તે પ્રમત્ત થાય ત્યારે.)