________________
૨૪૦
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૩ रभिप्रेतत्वेऽपि 'कदाचित्' इत्यस्य कालान्तरोपसङ्ग्रहेऽनुपयोगाद, 'यदा प्राणातिपातकत्वादिकं तदा छद्मस्थत्वं' इति नियमसिद्धौ ‘कदाचिद्' इत्यनेन किमुपकर्त्तव्यमेतादृशनियमस्फोरणं विनेति ।
केचित्तु - 'केवली कदाचिदपि प्राणानामतिपातयिता न भवति' इति यत्केवलिनो लिङ्गमुक्तं तत्सर्वाप्रमत्तानामपि समानं, इति तद्व्यावृत्त्यर्थं छद्मस्थलिगेषु 'कदाचिद्' इति विशेषणमुक्तम् । इत्थं चाप्रमत्तानां प्रमत्तगुणस्थानवतित्वे प्रमत्तत्वात् 'कदाचिद्भावतोऽपि प्राणातिपातकत्वं' संभवति, न तु केवलिनः, तस्य देशोनपूर्वकोटीकालमप्यप्रमत्तत्वस्यैव भावादिति विशेषोऽवबुद्धो વિશેષણ જ છે. અર્થાત્ ઉક્ત દોષના વારણ માટે એ નથી વપરાયું, પણ હેતુનું સ્વરૂપ માત્ર દેખાડવા વપરાયું છે.)
શંકા ઉક્ત સૂત્રમાં, “જેમાં દ્રવ્યહિંસકત્વ હોય તેમાં છદ્મસ્થતા હોય' એવીદૈશિક વ્યાપ્તિ અભિપ્રેત નથી, કિન્તુ “જ્યારે દ્રવ્યહિંસત્વ હોય ત્યારે છબસ્થતા હોય' એવી કાલિકસંબંધથી વ્યાપ્તિ અભિપ્રેત છે. એટલે ‘વિત્' એવું વિશેષણ ન લગાડ્યું હોય તો સ્વરૂપઅસિદ્ધિ દોષ ઊભો જ રહે છે. માટે એ વિશેષણ તે દોષના વારક તરીકે જ વપરાયું છે.
સમાધાન: આવી શંકા પણ યોગ્ય નથી, કેમ કે કાલિકસંબંધથી વ્યાપ્તિ અભિપ્રેત હોય તો પણ ‘વિત્' વિશેષણ અનુપયોગી જ રહે છે. આશય એ છે કે વ્યાપ્તિ દૈશિક હોય કે કાલિક, પક્ષમાં હંમેશા હેતુ હોવો જ જોઈએ એવો નિયમ નથી. જે કાલમાં હેતુ રહ્યો હોય તે કાલમાં સાધ્ય રહ્યું હોવાની એ સિદ્ધિ કરી આપે છે. હેતુને ‘ાવત્' એવું વિશેષણ લગાડવા છતાં પણ એ, જે કાળમાં પ્રાણાતિપાતકત્વ વગેરે નથી રહ્યું તે કાળમાં છદ્મસ્થત્વ હોવાની સિદ્ધિ તો કરી આપતો નથી જ. અને જે કાળમાં પ્રાણાતિપાતકત્વ વગેરે રહ્યા છે તે કાળમાં તો તેવા વિશેષણ વિનાનો હેતુ પણ તેની સિદ્ધિ કરી આપે છે. તેથી એ માત્ર સ્વરૂપવિશેષણ હોવું જ યોગ્ય છે. “જયારે પ્રાણાતિપાતકવાદિ હોય ત્યારે છબસ્થત્વ હોય એવા કાલિકસંબંધથી વ્યાપ્તિરૂપ નિયમની સિદ્ધિ થયે છતે “કદાચિત્ એવા વિશેષણે તેવો નિયમ જ સિદ્ધ કરવા સિવાય બીજો કયો ઉપકાર કરવાનો હોય છે?
(‘ાર' વગેરે વિશે. અંગે અચનો અભિપ્રાય) વળી કેટલાકોનું કહેવું એવું છે કે - “કેવલી ક્યારેય પણ હિંસક હોતા નથી એવું કેવલીનું જે લિંગ કહ્યું છે તે બધા અપ્રમત્તોમાં પણ સમાન રીતે હોય છે, કેમ કે અપ્રમત્ત પણ હિંસક હોતા નથી. તેથી તેઓમાં કેવલીપણાનો નિર્ણય ન થઈ જાય એ માટે છદ્મસ્થના લિંગોમાં વર્તાવિદ્ એવું વિશેષણ જોડ્યું છે. અને તેથી એ લિંગો અપ્રમત્તમાં જવાથી છદ્મસ્થતાનો નિર્ણય થાય છે, કેમ કે અપ્રમત્તો અપ્રમત્તઅવસ્થામાં હિંસક બનતા ન હોવા છતાં જ્યારે પ્રમત્ત અવસ્થામાં આવે છે ત્યારે તેમાં પ્રમાદના કારણે છદ્મસ્થનું “ક્યારેક ભાવથી હિંસકત્વ' રૂપ લિંગ સંભવે છે. કેવલીમાં તેવું સંભવતું નથી, કેમ કે તેઓ