________________
૨૪૪
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩ छद्मस्थत्वगमकानि लिङ्गानि यावदुपशान्तवीतरागमेव भवन्ति, यच्च क्षीणमोहस्य मृषाभाषणं तत् छद्मस्थज्ञानागोचरत्वेन न लिङ्ग, द्रव्यतो मृषाभाषणस्य क्रोधाद्यभावेन क्षीणमोहेऽभावाद् - इत्यादि यदुक्तं तनिरस्तं, उक्तरीत्या द्रव्यव्यतिरिक्तस्यापि मृषावादस्य सुपरीक्षकाणां सुग्रहत्वात् । किञ्च 'क्षीणमोहस्य द्रव्यतो मृषाभाषणं नास्ति' इति सर्वशास्त्रविरुद्धं, यस्मात्सर्वाऽवस्थासु कर्मबन्धोऽस्ति, कर्मबन्धानुमेया च विराधना, इष्यते चासौ द्रव्यतो वीतरागस्यापि, छद्मस्थस्य चतुर्णामपि मनोयोगादीनामभिधानादिति पञ्चाशकवृत्तौ द्रव्यत एव मृषावादस्य क्षीणमोहेऽभिधानात् । अत एव सूक्ष्मप्रमादनिमित्तविराधनयाऽऽलोचनाप्रायश्चित्तं तत्रोक्तं, तथाहि
आलोअणा विवेगो वा णियंठस्स दुवे भवे । विवेओ अ सिणायस्स एमेया पडिवत्तिओ ।। त्ति ।।
यतिजीतकल्पसूत्रे प्रोक्तम् । आलोचनाप्रायश्चित्तं विवेकप्रायश्चित्तमित्येते द्वे प्रायश्चित्ते निर्ग्रन्थस्य भवतः, स्नातकस्य केवल एको विवेकः, इति तद्वृत्तौ ।।
સમાધાનઃ બાહ્યપરિણતિ વગેરેથી ભાવરૂપ હિંસકત્વાદિ જાણવા પણ છદ્મસ્થપરીક્ષકોને દુર્લભ ન હોઈ પ્રસ્તુતમાં પણ ભાવરૂપ લિંગો સ્વસાધ્યનો નિશ્ચય કરાવી શકે છે. તેથી જ પૂર્વપક્ષીની આ વાત પણ નિરસ્ત જાણવી કે- છબસ્થતાને જણાવનાર લિંગો ઉપશાન્ત વીતરાગ સુધી જ હોય છે. તેમજ ક્ષણમોહીને જે મૃષાભાષણ હોય છે. તે છદ્મસ્થના જ્ઞાનનો વિષય ન હોઈ લિંગરૂપ નથી, કેમ કે ક્રોધાદિનો અભાવ હોવાના કારણે ક્ષીણમોહીને દ્રવ્યથી મૃષાભાષણ હોતું નથી. ઇત્યાદિ – પૂર્વપક્ષીના આ વચનો એટલા માટે નિરસ્ત જાણવા કે દ્રવ્યભિન્ન મૃષાવાદ પણ ઉક્ત રીતે સુપરીક્ષકોને જાણી શકાય તેવું હોવાથી લિંગ બની શકે છે. અને તેથી ક્ષીણમોહમાં પણ આ લિંગો હાજર હોય જ છે.
(ક્ષણમોહમાં દ્રવ્યમૃષાવાદાભાવની માન્યતા શાસ્ત્રવિરુદ્ધ) વળી “ક્ષીણમોહજીવને દ્રવ્યથી મૃષાભાષણ હોતું નથી એ વાત તો સર્વશાસ્ત્રવિરુદ્ધ છે, કેમ કે સર્વ અવસ્થાઓમાં કર્મબંધ હોય છે જેનાથી વિરાધનાનું અનુમાન થાય છે. અને આ વિરાધના દ્રવ્યથી તો વીતરાગમાં હોવી પણ ઈષ્ટ છે, કેમ કે છદ્મસ્થ માત્રને ચારેય મનોયોગાદિ હોવા કહ્યા છે. એમ પંચાશકવૃત્તિમાં ક્ષીણમોહીને દ્રવ્યથી જ મૃષાવાદ હોવો કહ્યો છે. તેથીસ્તો ક્ષીણમોહ અવસ્થામાં પણ સૂક્ષ્મપ્રમાદ નિમિત્તે થયેલ વિરાધનાના કારણે આલોચના પ્રાયશ્ચિત્ત હોવું કહ્યું છે.
યતિતકલ્પસૂત્ર અને તેની વૃત્તિમાં કહ્યું છે કે
નિગ્રંથને આલોચના પ્રાયશ્ચિત્ત અને વિવેક પ્રાયશ્ચિત્ત એમ બે પ્રાયશ્ચિત્તો હોય છે. સ્નાતકને માત્ર વિવેક પ્રાયશ્ચિત્ત હોય છે. (આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત સ્વીકાર જાણવો)
१. आलोचना विवेको वा निर्ग्रन्थस्य द्वे भवतः । विवेकश्च स्नातकस्य एवमेताः प्रतिपत्तयः ।।