________________
–
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩ तेषां यद्ययमाशयः - अप्रमत्तसंयतेषु केवलित्वगमकप्राणातिपाताभावादिलिङ्गानां व्यभिचारः 'कदाचिदपि' इति विशेषणेन तद्योग्यताऽभावानां लिङ्गत्वलाभेन वार्यते इति छद्मस्थलिङ्गेषु 'कदाचिद्' इति विशेषणं योग्यतास्पष्टत्वार्थमिति तदा सा योग्यता प्राणातिपातादिप्रागभावरूपा ग्राह्येति केवलिपरीक्षायां क्षपक श्रेणावपूर्वकरणादीनां तदभावात्तेषु व्यभिचारो दुर्वारः । छद्यस्थपरीक्षायां च प्रमत्तस्यैव पक्षत्वे योग्यताग्रहणवैफल्यं, सर्वेषां तु छद्मस्थानां पक्षत्वे तेष्वेवासिद्धिः, इति किमप्रमत्तादावौपचारिकप्राणातिपातकत्वादिविवक्षया ? इति प्रमत्ताप्रमत्तसाधारणपक्षक
૨૪૨
(અન્યના અભિપ્રાયની સમાલોચના)
આવું કહેનારાઓનો આશય જો એ હોય કે – કેવલિત્વના પ્રાણાતિપાતાભાવ વગેરે જે લિંગો છે તેના અપ્રમત્ત સંયતોમાં આવતા વ્યભિચારનું ‘વિત્તિ' એવા વિશેષણથી વારણ થાય છે. તે આ રીતે – આ વિશેષણ એવો ભાવાર્થ કાઢી આપે છે કે ‘ક્યારેય પણ હિંસક બને નહિ' અર્થાત્ હવે તેઓમાંથી હિંસક બનવાની યોગ્યતા જ નીકળી ગઈ. તેથી ફલિત એ થયું કે અહીં લિંગ તરીકે હિંસકત્વાદિની યોગ્યતાનો અભાવ અભિપ્રેત છે. અપ્રમત્તાદિમાં તે યોગ્યતા રહેલી છે, અને કેવલિત્વ રહ્યું નથી, તેથી વ્યભિચાર નથી. વળી આના પરથી એ પણ ફલિત થાય છે કે તો પછી છદ્મસ્થના લિંગ તરીકે પણ ‘હિંસકત્વાદિ’ નથી પણ ‘હિંસકત્વાદિની યોગ્યતા’ છે. આ વાતને જ સ્પષ્ટ કરવા વૃત્તિકા૨ે એ લિંગોમાં ‘જ્વવિદ્’ એવું વિશેષણ જોડ્યું છે. - તેઓનો આશય જો આવો હોય તો ક્ષપકશ્રેણિમાં અપૂર્વકરણ ગુણઠાણે રહેલ જીવોમાં કેવલિત્વની પરીક્ષાના ‘યોગ્યતાના અભાવરૂપ' તે લિંગોનો વ્યભિચાર તો દુર્વાર જ રહે છે, કેમ કે એમાં યોગ્યતા હિંસકત્વાદિના પ્રાગભાવરૂપ લેવાની છે. અર્થાત્ અપ્રમત્તાદિ હજુ ભવિષ્યમાં પ્રમત્ત બનીને જે હિંસકત્વાદિ પામવાના છે તેનો અપ્રમત્ત અવસ્થામાં રહેલો પ્રાગભાવ જ તે યોગ્યતારૂપ છે. અને તે તો કેવલીની જેમ ઉક્ત અપૂર્વકરણાદિ ગુણઠાણાવાળાઓમાં પણ રહ્યો હોતો નથી.(કારણ કે હવે તેઓ ક્યારેય પ્રમત્ત બની, હિંસક બનવાના નથી અર્થાત્ જેટલા હિંસકત્વાદિ પર્યાયો તેઓમાં સંભવિત હતા તે તો બધા અત્યાર સુધીમાં આવી ગયા. હવે કોઈ હિંસકત્વાદિ પર્યાય તેઓમાં ભવિષ્યમાં આવવાનો નથી કે જેનો પ્રાગભાવ વિવક્ષિત કાળે રહ્યો હોય) અને તેમ છતાં કેવલિત્વ તેઓમાં હોતું નથી. તેથી વ્યભિચાર સ્પષ્ટ છે. વળી છદ્મસ્થતાની પરીક્ષામાં જો પ્રમત્તને જ પક્ષ બનાવવાનો હોય તો લિંગમાં ઉમેરેલ અંશ વ્યર્થ બની જશે, કેમ કે તેઓ તો યોગ્યતારૂપે નહિ પણ વાસ્તવિક રૂપે હિંસકાદિ હોય છે.
શંકા ઃ અહીં છદ્મસ્થતાના અનુમાનમાં અપ્રમત્ત વગેરે છદ્મસ્થો પણ પક્ષમાં અંતર્ગત છે. તેઓમાં વાસ્તવિક હિંસકત્વ રહ્યું નથી. એટલે એની યોગ્યતાને અહીં લિંગ તરીકે લેવાની છે. (જે અપ્રમત્ત વગેરેમાં પણ રહી છે.)