________________
૨૩૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩
महिषे,' इत्यादि, एवमत्रापि पुरुषविशेषे प्रमत्तत्वाच्छद्मस्थत्वे सिद्धेऽपि व्यामूढस्य ज्ञापनार्थमनुमाने कर्त्तव्ये छद्मस्थत्वस्य साध्यत्वं घटत एवेति । एतेन - निद्राविकथादिप्रमादवतश्छद्मस्थत्वेन संशयानुपपत्तेर्न तत्परिज्ञानाय लिङ्गापेक्षा - इत्यपि निरस्तं, उक्तयुक्त्या व्यामोहनिरासार्थं तदुपपत्तेः, विप्रतिपत्त्यादिना केवलिछद्मस्थविशेषज्ञस्यापि संशये सति तत्साधनोपपत्तेश्च । न च सूत्रे प्राणातिपातकत्वादीनां सामान्येन छद्मस्थलिङ्गत्वेन प्रोक्तत्वात् प्रमत्तछद्मस्थरूपविशेषे व्याख्यायमाने सूत्राशातनेति वाच्यं, सूत्रस्य सूत्रान्तरसंमत्या व्याख्यानकरणे आशातनायाः परित्यागात् ।
किञ्च - भवतोऽप्यप्रमत्तरूपछद्मस्थविशेषमुपादायैव व्याख्यानकरणानैतद्विषये पर्यनुयोग एव युज्यते, यत्रोभयोः समो दोषः परिहारोऽपि वा समः । नैकः पर्यनुयोक्तव्यस्तादृगर्थविचारणे ।। इति वचनात् ।
કારણ કે સાસ્નાદિયુક્ત છે. જયાં ગોત્વ નથી હોતું ત્યાં સાસ્નાદિ પણ નથી હોતા, જેમ કે પાડામાં.. વગેરે..” એમ પ્રસ્તુતમાં પણ વિવક્ષિત પુરુષમાં પ્રમત્તત્વના કારણે છદ્મસ્થત્વ સિદ્ધ હોવા છતાં વ્યામૂઢ જીવને જણાવવા માટે અનુમાન કરવાનું હોય તો “આ છઘ0 (છબસ્થતાયુક્ત) છે, કારણ કે પ્રમત્ત છે' ઇત્યાદિરૂપ પ્રયોગમાં છદ્મસ્થતા સાધ્ય બનવી પણ ઘટે જ છે. તેથી જ આવી જે શંકા છે કે -નિદ્રાવિકથાદિ પ્રમાદ યુક્ત જીવ અંગે છબસ્થતાનો સંશય પડવો જ અસંગત હોઈ તેના પરિજ્ઞાન માટે લિંગની અપેક્ષા જ રહે નહિ - તે પણ નિરાકૃત જાણવી, કેમ કે ઉક્ત યુક્તિ મુજબ વ્યામોહ દૂર કરવા લિંગની અપેક્ષા હોવી એ ઘટી જાય છે. તેમ જ કેવલી અને છદ્મસ્થ વચ્ચેના ભેદના જાણકારને પણ વિપ્રતિપત્તિ (વિપરીત જાણકારી) વગેરેના કારણે સંશય પચે છતે આવા લિંગથી સિદ્ધિ કરવી સંગત પણ છે જ. આવી શંકા પણ ન કરવી કે - પણ આ રીતે ભાવપ્રાણાતિપાતકત્વાદિરૂપ પારમાર્થિક લિંગ લેવામાં અપ્રમત્તાદિજીવોમાં છદ્મસ્થતાની સિદ્ધિ કરી શકાશે નહિ. અને તેથી “અહીં સામાન્ય રીતે જે કોઈ છદ્મસ્થ હોય તે બધા છદ્મસ્થસામાન્યના લિંગની વાત નથી, કિન્તુ જેઓ પ્રમત્ત હોય તેવા જ છદ્મસ્થવિશેષના લિંગની વાત છે” એવું જો કહેશો તો સૂત્રની આશાતનાનું પાપ લાગશે, કેમ કે સૂત્રમાં પ્રાણાતિપાતકત્વ વગેરેને છદ્મસ્થસામાન્યના લિંગ તરીકે કહ્યા છે – આવી શંકા એટલા માટે ન કરવી કે બીજા સૂત્રની સંમતિ (સમન્વય) સધાય એ રીતે સૂત્રની વ્યાખ્યા કરવામાં આશાતના ઊભી રહેતી નથી.
વળી તમે પણ અપ્રમત્તરૂપ છબસ્થવિશેષને જ પક્ષ તરીકે લઈ વ્યાખ્યાન કર્યું છે, છબસ્થસામાન્યને પક્ષ તરીકે લઈને નહિ. તેથી “જે બાબતમાં વાદી અને પ્રતિવાદી બન્નેને સમાન દોષ ઊભો થતો હોય કે તેનું સમાન રીતે વારણ થતું હોય તે બાબતની વિચારણામાં બેમાંથી એકેયને પૂછવાપણું રહેતું નથી.” એ વચન મુજબ આ અંગે કોઈપણ જાતનો પર્યનુયોગ યોગ્ય નથી.