________________
૨૩૬
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૩ अत्र वदन्ति-'सत्तहिं ठाणेहिं छउमत्थं जाणिज्जा' इत्यत्राप्रमत्तस्य पक्षीकरणे प्राणातिपातकत्वादयः सर्वेऽपि हेतवः स्वरूपासिद्धतामनुभवन्ति, प्राणातिपातादिनिमित्तक्रियाऽभावेन तस्य प्राणातिपातकत्वाद्यभावात् । यथाहि कर्मग्रन्थाद्यभिप्रायेण निद्रोदयस्याप्रमत्तादिगुणस्थानेषु सत्त्वेऽपि न तेन प्रमत्तत्वं, द्रव्यतो निद्राविषयादिवत्त्वस्य प्रमत्तत्वाऽप्रयोजकत्वात्, तथा द्रव्यतो जीवविराधनायामप्यप्रमत्ताः प्राणातिपातका न प्रोच्यन्त इति । न चौपचारिकैरपारमार्थिकैर्द्रव्यतः प्राणातिपातकत्वादिभिस्त्वत्कल्पितैरपि पारमार्थिकं छद्मस्थत्वं साधयितुं शक्यते, द्रव्यतो विरतिमहाव्रतवत्त्वादिभिः परिव्राजकेष्वभव्यनिह्नवादिषु च पारमार्थिकविरतत्वचारित्रित्वादिसाधनप्रसक्तेः । किञ्च-औपचारिकं प्राणातिपातकत्वं ‘यावज्जीवः सयोगस्तावदारभते' इत्याद्यागमवचना
(અપ્રમત્તને પક્ષ તરીકે લેવામાં દોષો-ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ: ‘હિં અહિં છ૩મ€ નાગિન્ના' ઇત્યાદિમાં પક્ષ તરીકે અપ્રમત્ત સંયતને લેવામાં બધા હેતુઓ સ્વરૂપઅસિદ્ધ બની જવાની આપત્તિ આવશે. કેમ કે અપ્રમત્તમાં પ્રાણાતિપાતાદિના નિમિત્તકારણભૂત ક્રિયાઓ ન હોવાથી પ્રાણાતિપાતકત્વ વગેરે રૂપ હેતુ હોતા નથી. જેમ કર્મગ્રન્થ વગેરેના અભિપ્રાય મુજબ અપ્રમત્ત વગેરે ગુણઠાણાઓમાં નિદ્રાનો ઉદય હોવા છતાં તે નિદ્રોદયના કારણે તેઓમાં પ્રમત્તતા આવતી નથી કે કહેવાતી નથી, કેમકે દ્રવ્યથી નિદ્રાવિષયાદિની હાજરી એ પ્રમત્તતાની પ્રયોજક નથી તેમ દ્રવ્યથી જીવવિરાધના થવા છતાં તે વિરાધના પ્રમત્તતાની અપ્રયોજક હોઈ અપ્રમત્તસંયતો પ્રાણાતિપાતક (હિંસક) કહેવાતા નથી. (પ્રમત્તનો જ હિંસક તરીકે ઉલ્લેખ થાય છે એ આગળ બતાવી ગયા છીએ) [આ આપત્તિનું વારણ કરવા જો તમે એમ કહો કે પારમાર્થિક પ્રાણાતિપાતત્વાદિ અપ્રમત્તમાં ન હોવા છતાં, તેઓની પ્રવૃત્તિનિમિત્તે જે દ્રવ્યહિંસાદિ થાય છે તેના હિંસકત્વનો તેઓમાં ઉપચાર તો કરી શકાય છે. અને તેથી તેવા અપારમાર્થિક ઔપચારિક દ્રવ્યતઃ હિંસકત્વાદિને લિંગ તરીકે લઈને છદ્મસ્થત્વની સિદ્ધિ અમે કરીએ છીએ - તો અમારો જવાબ એ છે કે તમે કલ્પલા] આવા અપારમાર્થિક લિંગોથી પણ પારમાર્થિક છમસ્થતા સિદ્ધ કરી શકાતી નથી. કાળાશના કારણે ધૂમાડા તરીકે ઉપચરિત થયેલું વાદળું કંઈ પારમાર્થિક અગ્નિની સિદ્ધિ કરી શકતું નથી. વળી એ રીતે તો દ્રવ્યવિરતિમાં ભાવવિરતિનો અને દ્રવ્યથી મહાવ્રતયુક્તત્વમાં ભાવચારિત્રનો અનુક્રમે ઉપચાર કરીતે બે ઔપચારિકલિંગોથી પરિવ્રાજકોમાં અને અભવ્ય-નિદ્વવાદિમાં અનુક્રમે પારમાર્થિક વિરતત્વની અને પારમાર્થિક ચારિત્રની સિદ્ધિ કરવાની આપત્તિ આવે.
(પારમાર્થિક હિંસાદિનો સ્વભાવ છઘસ્થલિંગ તરીકે વિવક્ષિતઃ ઉત્તરપક્ષ) વળી જો ઉક્તસૂત્રમાં આવા ઔપચારિક પ્રાણાતિપાતત્વાદિનો જ લિંગ તરીકે ઉલ્લેખ હોય તો જ્યાં સુધી જીવ સયોગી હોય છે ત્યાં સુધી આરંભ હોય છે' ઇત્યાદિ આગમવચન અનુસાર તેમાં