________________
૨૩૪
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૩ <0तेषां तयोः सत्त्वात् । केवलिनस्तु रागद्वेषजनितानां तेषां निषेधो, न पुनः सर्वथा निषेधः, चक्षुःपक्ष्मनिपातमात्रजन्याया असंख्येयवायुकायजीवविराधनायाः केवलिनोऽप्यनिवृत्तेः - इति निरस्तं, अशक्यपरिहारस्यापि केवलिनि निरासात् । किं च परकीयरागद्वेषयोस्तदभावस्य च निरतिशयच्छद्यस्थज्ञानागोचरत्वेन तथाभूतच्छद्मस्थमात्रानुमितिजनकलिङ्गानां विशेषणत्वासंभवात्, संभवे च 'यो रागद्वेषवान् स छद्मस्थः, यस्तु रागद्वेषरहितः स केवली' इति विशेषणज्ञानमात्रेण छद्यस्थकेवलिनोर्विवेकेन सम्यग् निर्णये जाते प्राणातिपातादीनां तनिषेधरूपाणां च विशेष्यपदानां भणनमुन्मत्तप्रलापकल्पं संपद्येत, प्रयोजनाभावात्, धर्मोपदेशादिक्रियामात्रस्यापि तथात्वेन सप्तसङ्ख्याभणनस्यायुक्तत्वाच्च । किंचाप्रसिद्धविशेषणदानेन हेतूनां सन्दिग्धस्वरूपासिद्धतापि, तथा रागद्वेष
(રાગદ્વેષજનિતત્વાદિ તેનું વિશેષણ નથી-પૂર્વપક્ષ)
પ્રાણાતિપાતાદિ સાતેય બાબતો છદ્મસ્થોને રાગદ્વેષ જનિત હોય છે, કેમ કે તેઓમાં તે બંનેની હાજરી હોય છે. કેવલીમાં લિંગ તરીકે પ્રાણાતિપાતાદિનો જે અભાવ (નિષેધ) કહ્યો છે તે સર્વથા અભાવરૂપ નથી, કિન્તુ રાગદ્વેષજનિત પ્રાણાતિપાત વગેરેના અભાવ રૂપ જ છે. કેમ કે આંખની પાંપણ હલાવવા માત્રમાં થતી અસંખ્ય વાયુકાય જીવોની વિરાધનાથી કેવલીઓ પણ છૂટી શકતા નથી. સારાંશ, પ્રસ્તુત સૂત્રમાં રાગદ્વેષજનિત પ્રાણાતિપાતાદિના અભાવ વગેરેને કેવલીપણાના લિંગો તરીકે કહ્યા છેઆવી શંકા પણ દૂર થઈ ગયેલી જાણવી, કેમ કે કેવલીઓને અશક્ય પરિહાર જ હોતો નથી કે જેથી એ રીતે પણ જીવવિરાધના સંભવે વળી પરકીય રાગદ્વેષ કે તેનો અભાવ અતિશયશૂન્ય છદ્મસ્થના જ્ઞાનનો વિષય બનતા ન હોઈ તેવા છદ્મસ્થમાત્રની અનુમિતિ માટેના લિંગના વિશેષણ બની શકતા નથી. બાકી જો તેઓ એ રીતે વિશેષણ બની શકતા હોય તો અને તેથી અનુમિતિ પૂર્વે તેનું જ્ઞાન થઈ ગયું હોય છે એવું માની લેવાતું હોય (કેમકે તો જ પછી અનુમિતિ થઈ શકે) તો તો ‘જે રાગદ્વેષવાન્ હોય તે છદ્મસ્થ’ અને ‘જે રાગદ્વેષ રહિત હોય તે કેવલી’ એ રીતે રાગદ્વેષાત્મક કે તેના અભાવાત્મક વિશેષણના જ્ઞાનમાત્રથી છદ્મસ્થનો અને કેવલીનો પૃથક્ પૃથક્ રીતે સમ્યનિર્ણય થઈ જતો હોવાથી પછી પ્રાણાતિપાતાદિ કે તેના નિષેધરૂપ વિશેષ્યને જણાવનાર પદો બોલવા (અને એ રીતે સાત લિંગો કહેવા) એ તો ઉન્મત્તે કરેલા બબડાટ રૂપ જ બની જાય, કેમ કે (૧) એ બોલવાનું કોઈ પ્રયોજન રહેતું નથી તેમજ (૨) ધર્મોપદેશ વગેરે રૂપ કોઈપણ ક્રિયા તેવા વિશેષણયુક્ત તો છદ્મસ્થનો કે કેવલીનો પૃથક્ નિશ્ચય કરાવી શકતી હોવાથી એ બધી પણ લિંગ બની શકતી હોવાના કારણે માત્ર સાત લિંગ કહેવા એ અયોગ્ય બની જાય છે. વળી પ્રાણાતિપાતાદિમાં તેવું, અનુમિતિ કરનાર છદ્મસ્થને અપ્રસિદ્ધ વિશેષણ લગાડવાથી તો હેતુ સંદિગ્ધસ્વરૂપાસિદ્ધ બનવાનો દોષ પણ ઊભો થશે. અર્થાત્ પક્ષ બનાવેલી સામી વ્યક્તિથી થતો પ્રાણાતિપાત રાગદ્વેષજનિત છે કે નહિ એનો છદ્મસ્થને સંદેહ જ રહેતો હોવાથી પક્ષમાં હેતુનો અભાવ