________________
૨૩૨
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૩ कादाचित्कत्वात्, तथा केवली न भवति, इत्येवं प्राणातिपातादिविपर्ययलिगैर्द्रव्यरूपैः केवलित्वं સાધ્યમિતિ |
स च केवली द्विविधो ग्राह्यः-सद्भूतकेवली, अन्तर्मुहूर्तभाविकेवलज्ञानाभिमुखः क्षीणमोहश्च । यथाहि बद्धदेवायुर्देवगत्यभिमुखत्वेन देवत्वव्यपदेशविषयः प्रवचने प्रतीतः, तथाऽन्तर्मुहूर्तेनोत्पत्स्यमानकेवलज्ञानः क्षीणमोहोऽपि केवलिव्यपदेशविषयो भवत्येवेति, तथा 'भाविनि भूतवदुपचारः' इति न्यायात् प्रत्यासत्रभाविपर्यायस्य भूतवद्भणनं युक्तमेव । यथा गर्भस्थोऽप्यर्हन् शक्रेण भावार्हत्तया स्तुतः । एवं क्षीणमोहमात्रस्य छद्मस्थवीतरागस्यापि कथञ्चित्केवलित्वव्यपदेशो न दोषावहः । किञ्च - केवलित्वगमकानि सप्तापि लिङ्गानि मोहनीयक्षयसमुत्थान्येव, 'केवली हि क्षीणचारित्रावरणत्वानिरतिचारसंयमत्वादप्रतिषेवित्वान्न कदाचिदपि प्राणानामतिपातयिता भवति' इति वचनात्, तेन लिङ्गापेक्षया द्वयोरपि साम्यमेव । एवं च सति यदि क्षीणमोहस्य छद्मस्थवीत
પાતયિતા ક્યારેક બને છે, કેમ કે જેનાથી છદ્મસ્થતાની પરીક્ષા થઈ શકે તેવા ઘાતથી ઘાયજીવોનો સંપર્ક અને તેઓનો અનાભોગ કાદાચિત્ક હોય છે. તેમ કેવલી પ્રાણોના અતિપાતયિતા ક્યારેય પણ બનતા નથી. આમ પ્રાણાતિપાતાદિથી વિપરીત અને દ્રવ્યરૂપ એવા લિંગથી કેવલીપણાનો નિશ્ચય કરવો.
(ક્ષીણમોહને પણ કેવલી ગણવાના છે-પૂર્વપક્ષ) તે કેવલી બે પ્રકારના લેવા. વાસ્તવિક કેવલી જીવો અને અંતર્મુહૂર્તમાં જેઓ કેવલજ્ઞાન પામવાના છે તેવા કેવલજ્ઞાનાભિમુખ ક્ષીણમોહ જીવો. દેવાયુ બાંધેલ જીવ દેવગતિને અભિમુખ હોવાથી જેમ દેવ' તરીકેના ઉલ્લેખનો વિષય બને છે એ વાત પ્રવચનમાં પ્રતીત છે તેમ અંતર્મુહુર્તમાં કેવલજ્ઞાન પામનાર ક્ષીણમોહ જીવ પણ “કેવલી' તરીકેના ઉલ્લેખનો વિષય બને જ છે. એમ, ભવિષ્યત્કાલીન વસ્તુમાં તે ભૂતકાલીન હોય તેવો ઉપચાર કરવાનું જણાવનાર વિનિ ભૂતવદુરૂવાર: એ ન્યાયથી નજીકમાં થનાર કેવલીપણા વગેરે રૂપ ભાવિ પર્યાય ભૂતકાલીન થઈ ગયો) હોવા રૂપે કહેવો એ પણ યોગ્ય છે જ. જેમ કે ગર્ભમાં રહેલા શ્રીઅરિહંતપરમાત્માને પણ શક્રેન્દ્ર, તેમના નજીકમાં પ્રકટ થનાર ભાવઅરિહંતપણાનો ઉપચાર કરીને ભાવઅરિહંત તરીકે સ્તવ્યા. આ રીતે દરેક ક્ષીણમોહ જીવનો, તે છદ્મસ્થવીતરાગ હોવા છતાં અમુક અપેક્ષાએ કેવલી તરીકે ઉલ્લેખ કરવો એ દોષાવહ નથી. વળી ઠાણાંગના ઉક્ત સૂત્રની વૃત્તિનું જે વચન છે કે કેવલી ચારિત્રાવરણ ક્ષીણ થયું હોવાથી નિરતિચાર સંયમવાળા હોવાના કારણે અપ્રતિસેવી હોય છે અને તેથી ક્યારેય પણ પ્રાણોના અતિપાતયિતા બનતા નથી' તે વચન પરથી જણાય છે કે “કેવલીપણાંને જણાવનારાં જે “પ્રાણોના અતિપાતયિતા ન હોવું વગેરે લિંગો છે તે સાતે ય લિંગો મૂળમાં ચારિત્રાવરણના (મોહનીયના) ક્ષયથી ઉત્પન્ન થયા હોય છે.