________________
કેવલીમાં દ્રવ્યહિંસા : કેવલિ-છદ્મસ્થલિંગ વિચાર
૨૩૩
रागस्य कथंचित्केवलित्वं नाभ्युपगम्यते, तर्हि क्षीणमोहे छद्मस्थवीतरागे सप्तापि लिङ्गानि व्यभिचरन्ति तत्र हेतुषु विद्यमानेषु साध्यस्य केवलित्वस्याऽसत्त्वात् । नन्वास्तामन्यत् परं केवलिनः पञ्चानुत्तराणि भवन्ति । यदागमः - 'केवलिस्स णं पंच अणुत्तरा पन्नत्ता, तं जहा - अणुत्तरे नाणे, अणुत्तरे दंसणे, अणुत्तरे चरित्ते, अणुत्तरे तवे, अणुत्तरे वीरिए त्ति' । एतानि पञ्चापि केवलिनि वर्त्तमानानि कथं केवलित्वगमकलिङ्गतया नोक्तानि ? इति चेद् ? उच्यते - एतेषां पञ्चानामपि छद्मस्थज्ञानागोचरत्वेनानुमितिजनकत्वाभावात् न लिङ्गानि भवितुमर्हन्ति, प्रत्युत केवलज्ञानादिपरिज्ञानार्थमेवोक्तलिङ्गानां प्रज्ञापनेति । एतेन सप्तापि प्राणातिपातादीनि छद्मस्थानां रागद्वेषजनितानि
–
મોહનીયનો ક્ષય તો ક્ષીણમોહી જીવમાં પણ થયો જ હોય છે. એટલે ક્ષીણમોહી જીવમાં પણ સાતેય લિંગો હાજર હોય જ છે. માટે એ સાત લિંગોની વિચારણામાં તો ક્ષીણમોહી અને કેવલી એ બન્ને સમાન જ હોય છે. તેથી છદ્મસ્થવીતરાગ એવા પણ ક્ષીણમોહી જીવમાં કથંચિત્ (આ સાત લિંગોની અપેક્ષાએ) કેવલીપણું જો માનવામાં ન આવે તો તે છદ્મસ્થવીતરાગ ક્ષીણમોહ જીવમાં સાતેય લિંગો વ્યભિચારી (અનૈકાન્તિક) બનવાની આપત્તિ આવે, કેમ કે તે જીવમાં ‘પ્રાણોના અતિપાતિયતા ન હોવું’ વગેરે રૂપ સાતેય લિંગ (હેતુ) હોવા છતાં સાધ્યભૂત કેવલીપણું હોતું નથી. તેથી ક્ષીણમોહી જીવોમાં પણ કથંચિત્ કેવલીપણું માનવું એ આવશ્યક હોઈ તેઓનો પણ આ સાત લિંગોના પક્ષ તરીકે સમાવેશ છે.
શંકા : બીજી વાત જવા દ્યો. ‘કૈવલીને પાંચ વસ્તુઓ અનુત્તર હોવી કહી છે. તે આ પ્રમાણે - અનુત્તર જ્ઞાન, અનુત્તર દર્શન, અનુત્તર ચારિત્ર, અનુત્તર તપ અને અનુત્તર વીર્ય.' આવા આગમવચનથી જણાય છે કે કેવલીભગવંતોને આ પાંચ ચીજો અનુત્તર હોય છે. દરેક કેવલી ભગવંતોમાં આ પાંચે ય હોવા છતાં કેવલીપણાનાં લિંગ તરીકે આ પાંચને કેમ ન કહ્યા ?
(દ્રવ્યાપ્રાણાતિપાતભાવાદિ જ કેવલીના લિંગ છે - પૂર્વપક્ષ)
સમાધાન ઃ આ પાંચેય ચીજો છદ્મસ્થના જ્ઞાનનો વિષય બનતી ન હોવાથી અનુમિતિજનક બનતી નથી. અને તેથી તે લિંગ બની શકતી નથી. તેથી એ પાંચ તો કેવલીપણાંને જણાવી શકતી નથી, પણ ઉપરથી એ પાંચને જાણવા માટે જ ઉપરના સાત લિંગોની જરૂર પડે છે અને તેથી તેઓની જ લિંગ તરીકે પ્રરૂપણા છે. આમ સર્વ કૈવલીઓમાં રહેલ અને કેવલીથી ભિન્ન કોઈ જીવમાં ન ૨હેલ એવા પણ અનુત્તરજ્ઞાનાદિને તે છદ્મસ્થજ્ઞાનના વિષય બનતા ન હોવાથી જે લિંગ તરીકે નથી કહ્યા તેના પરથી પણ જણાય છે કે જે પ્રાણાતિપાતનો અભાવ વગેરેને લિંગો તરીકે કહ્યા છે તે છદ્મસ્થજ્ઞાનના વિષયભૂત પ્રાણાતિપાતાભાવ વગેરે લેવા. અને તે તો દ્રવ્યપ્રાણાતિપાતાભાવ વગેરે રૂપ જ છે, કેમ કે ભાવપ્રાણાતિપાત કે તેનો અભાવ વગેરે છદ્મસ્થના જ્ઞાનના વિષય બનતા નથી. તેથી જ નીચેની શંકા દૂર થઈ જાય છે. ૨. વતિન: પદ્મ અનુત્તરાળિ પ્રાપ્તાનિ, તદ્યથા - अनुत्तरं ज्ञानं, अनुत्तरं दर्शनं, अनुत्तरं चारित्रं, अनुत्तरं तपः अनुत्तरं वीर्यमिति ।