________________
કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છઘસ્થલિંગ વિચાર
૨૩૧ इच्छाकारादिसाधुसामाचारीपरायणस्य छद्मस्थसंयतस्य गमनागमनस्थितिशयनाशनासनप्रत्युपेक्षणादिक्रियासु चक्षुषा पुनः पुनर्निरीक्षणं, निरीक्ष्य च यथासंभवं रजोहरणादिना प्रमार्जनं, प्रमृज्य च हस्तपादाद्यवयवानां यथास्थानेऽभ्यसनं त्वक्परावर्त्तनं, तथैव वस्त्रपात्राद्युपकरणानामादाननिक्षेपणं, प्रमजतश्च रजोहरणादिक्रियया मक्षिकापिपीलिकादीनां भयत्रासोत्पादनेनेतस्ततो नयनं चेत्याद्यनेकप्रकारमनुष्ठानं संभावितभाविजीवघातादिदोषभयजन्यं कालमधिकृत्यानियतमप्यन्यतरत्किञ्चिदनवरतं भवत्येव । तत्रापि पिपीलिकादिजन्तूनां भयत्रासोत्पादनं सावद्यमिति प्रज्ञाप्य जीवघातवर्जनाऽभिप्रायवतोऽप्यशक्यपरिहारेण तत्प्रतिषेवणं षष्ठलिङ्गात्मकं छद्मस्थत्वाभिव्यञ्जकं सामान्यतः सर्वकालीनं सुलभमेव । तत्प्रतिषेवणे च संयतो 'न यथावादी तथाकर्ता' इत्यपि मन्तव्यम्, अशक्यपरिहारेणापि प्रत्याख्यातस्य सावद्यस्य प्रतिषेवणादिति । केवलिनोऽपि परीक्षायां विपरीतानि छद्मस्थलिगानि द्रव्यरूपाण्येव ग्राह्याणि, तेषामेव छद्मस्थज्ञानगोचरत्वेनानुमितिजनकत्वात् । यथाहि छद्मस्थसंयतोऽनाभोगसहकृतमोहनीयवशेन कदाचित्प्राणानामतिपातयिता भवति, परीक्षोपयोगिघात्यजीवानां संपर्कस्य तद्विषयकानाभोगस्य च
ઇચ્છાકાર વગેરે સાધુસામાચારીના પરિપાલનમાં તત્પર છદ્મસંયત ગમનાગમન-સ્થિતિ-શયનભોજન-આસન-પડિલેહણાદિ ક્રિયાઓમાં આંખથી પુનઃ પુનઃ નિરીક્ષણ કરીને યથાસંભવ રજોહરણ આદિથી પ્રમાર્જન કરે છે, પ્રમાર્જીને હસ્ત વગેરે અવયવોનું યથાસ્થાન હલન ચલન કરે છે, આ જ ક્રમે ત્વફ-પરાવર્તન, વસ્ત્રપાત્રાદિ ઉપકરણોનું ગ્રહણ-મોચન કરે છે. પ્રમાર્જન કરતા તેની રજોહરણાદિ ક્રિયાથી માખી-કીડી વગેરેને ભય-ત્રાસ ઉત્પન્ન થવા પૂર્વક આમ તેમ ખસેડવાની ક્રિયા કરે છે. સંભવિત ભાવિજીવઘાતાદિદોષના ભયજન્ય આવા અનેક પ્રકારના તેના અનુષ્ઠાનો કાલને આશ્રીને અનિયત હોવા છતાં કોઈ એક તો નિરંતર હોય જ છે. અર્થાત તે દરેક હંમેશાં હોય એવો નિયમ ન હોવા છતાં કોઈ એક તો હંમેશા હોય જ છે. અને તેમાં કીડી વગેરે જીવડાંઓને ભય-ત્રાસ પહોંચે છે. તેથી -
જીવડાઓને ભયત્રાસ પમાડવા એ સાવદ્ય છે એવું પોતે જ પ્રરૂપણ કરીને, જીવઘાતવર્જનાભિપ્રાયવાળા તેનાથી અશક્યપરિહારરૂપે તે ભયત્રાસ પહોંચાડવા રૂપ પ્રતિસેવન તે પ્રમાર્જનાદિમાં થઈ જ જાય છે. તેથી છદ્મસ્થતાને જણાવનાર આ છઠું લિંગ સામાન્યતઃ સર્વકાલીન ન હોવું સુલભ છે. વળી સાવદ્ય તરીકે જણાવીને તેનું જ પ્રતિસેવન કરવામાં “સાધુ યથાવાદી તથા કર્તા નથી' એવું સાતમું લિંગ પણ તેનામાં હંમેશા રહેલું હોય છે એ પણ જાણવું. કારણ કે જેનું પોતે પચ્ચકખાણ કર્યું છે તે સાવદ્યનું અશક્યપરિહાર રૂપે તો પ્રતિસેવન કરે જ છે. છબસ્થની જેમ કેવલીની પરીક્ષા માટે પણ છદ્મસ્થના લિંગ કરતાં જે વિપરીત લિંગો કહ્યા છે તે પણ દ્રવ્યરૂપ જ લેવા, કેમ કે તેઓ જ છદ્મસ્થજ્ઞાનના વિષય બનતા હોઈ અનુમિતિજનક બને છે. અનાભોગ સહકૃત મોહનીયકર્તવશાત્ છમસ્થસંયત જેમ પ્રાણોનો અતિ