________________
કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છવાસ્થલિંગ વિચાર
૨૨૯ प्यनाभोगहेतुकं संभावनाऽऽरूढजीवविराधनावन्मृषाभाषणमपि भवत्येव, तच्च छद्मस्थज्ञानागोचरत्वेन छद्मस्थत्वावबोधकं लिङ्गं न भवति, तस्य केवलज्ञानगम्यत्वात्, न च संभावनाऽऽरूढस्य मृषाभाषणस्य मृषाभाषणत्वव्यपदेशो न भविष्यतीति शङ्कनीयं, संभावनाऽऽरूढं मृषाभाषणमिति भणित्वापि मृषाभाषणव्यपदेशो न भविष्यतीति भणतो वदद्व्याघातापत्तेः । किञ्च जैनानामलोकेऽपि कल्पितलोकस्याङ्गीकारे कल्पनाया इव संभावनाया अपि प्रामाण्यमेव, अत एव कालशौकरिकस्य कल्पितमहिषव्यापादनं महिषव्यापादनतया भगवता श्रीमहावीरेण भणितमिति प्रवचने प्रसिद्धिः, तस्मात् कर्मबन्धाहेतुत्वेऽपि संभावनाऽऽरूढमृषाभाषणस्य स्नातकचारित्रप्रतिबन्धकत्वेन द्रव्यमृषाभाषणस्येव दोषत्वं, चित्रलिखितायां नार्यां नारीत्वव्यपदेशस्येव मृषावादव्यपदेशस्य च विषयत्वं प्रतिपत्तव्यमिति न दोष इति; तस्माद् यावदुपशान्तवीतरागमेव छद्मस्थत्वज्ञापकानि लिङ्गानीति स्थितम् ।
અનાભોગથી જૂઠું બોલાઈ જાય છે. એ વાત સર્વજનસિદ્ધ છે.) તેથી ક્ષીણમોહજીવને પણ અનાભોગહેતુક એવું સંભાવનારૂઢ જીવવિરાધનાની જેમ સંભાવનારૂઢ મૃષાભાષણ પણ હોય જ છે. કર્મગ્રન્થમાં આવા મૃષાભાષણને આશ્રીને જ ચારેય ભાષા હોવી કહી છે. વળી આ મૃષાભાષણ કેવલજ્ઞાનગણ્ય હોઈ છઘ0ના જ્ઞાનનો વિષય બનતું નથી, તેથી તે છદ્મસ્થતાને જણાવનાર લિંગ બની શકતું નથી. માટે ક્ષીણમોહજીવમાં આ લિંગો હોતા નથી' એ વાત સિદ્ધ થાય છે. “સંભાવનારૂઢ મૃષાભાષણનો મૃષાભાષણ તરીકે વ્યપદેશ થઈ શકતો નથી' એવી શંકા ન કરવી, કેમ કે એનો “સંભાવનારૂઢ મૃષાભાષણ” તરીકે પોતે જ ઉલ્લેખ કર્યા પછી “મૃષાભાષણ તરીકે વ્યપદેશ (ઉલ્લેખ) થશે નહિ એવું બોલવામાં વદતો વ્યાઘાત થવાની (બોલતી વખતે જ સ્વવચન હણાઈ જવાની) આપત્તિ આવે છે. વળી જૈનોએ તો અલોકમાં પણ કલ્પિત લોક માની એનાથી અધ્યવસાયસ્થાનાદિની પ્રરૂપણા કરી છે. અને તેથી એ કલ્પનાને જેમ પ્રમાણ માની છે તેમ સંભાવના પણ પ્રમાણભૂત છે જ. તેથી જ તો કાલશૌકરિકે કલ્પિત પાડાના કરેલા વધને ભગવાન શ્રી મહાવીર પ્રભુએ પાડાના વધ તરીકે કહ્યો હતો' એવી પ્રવચનમાં પ્રસિદ્ધિ છે. તેથી, કર્મબંધનો હેતુ ન બનતું હોવા છતાં સ્નાતકચારિત્રનું પ્રતિબંધક બનતું હોઈ સંભાવનારૂઢ મૃષાભાષણ દ્રવ્યમૃષાભાષણની જેમ દોષરૂપ છે. તેમજ ચિત્રમાં દોરેલી સ્ત્રી જેમ “સ્ત્રી' ઉલ્લેખનો વિષય બને છે તેમ તે “મૃષાવાદ' ઉલ્લેખનો વિષય બને છે એ વાત સ્વીકારવામાં કોઈ દોષ નથી. આમ છદ્મસ્થના જ્ઞાનનો પણ વિષય બની શકે એવું મૃષાભાષણ તો ઉપશાન્તમોહ ગુણઠાણા સુધી જ હોઈ ત્યાં સુધી જ છબસ્થત્વને જણાવનાર લિંગો હોય છે એ વાત નક્કી થઈ.