________________
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૩ त्वज्ञापकलिङ्गानि यावदुपशान्तवीतरागमेव भवन्ति ? इति चेद् ? मैवं, छद्मस्थज्ञानगोचरस्यैव मृषाभाषणस्य लिङ्गत्वेनाभिमतत्वात् । तच्च द्रव्यतो मृषाभाषणं क्षीणमोहस्य न भवति, ઋોષાવિજ્ઞન્યત્વાદ્, યવાળમઃ ‘સર્વાં અંતે ! મુલાવાય પદ્મવામિ, સે જોઢા વા, લોઢા વા, મયા વા, ન્હાસા વા' इत्यादि ।। क्षीणमोहस्य च क्रोधादयो न भवन्तीति कारणाऽभावाद् द्रव्यतो मृषाभाषणस्याभावः, तथा च भावतो मृषाभाषणस्य सुतरामभावः, तस्य मोहनीयोदयजन्यत्वात् । तथा च क्षीणमोहस्य द्रव्यतो भावतो वा मृषाभाषणं न भवत्येव, संयतानां जीवघातादावनाभोगसहकृतमोहनीयकर्मणो हेतुत्वात् । मोहनीयाभावे चानाभोगो वास्तवमृषाभाषणं प्रत्यकारणं सन्नपि संभावनाऽऽरूढमृषाभाषणं प्रति कारणं भवत्येव, अनाभोगस्य तथास्वभावस्यानुभवसिद्धत्वात् तेन क्षीणमोहस्या
૨૨૮
<0
સિદ્ધ થાય છે. એ પણ છદ્મસ્થતાને જણાવનાર લિંગ રૂપ જ છે. તેથી છદ્મસ્થતાના જ્ઞાપક લિંગો ઉપશાન્ત વીતરાગ સુધી જ હોય છે એવું શા માટે કહો છો ?
(ક્ષીણમોહને માત્ર સંભાવનારૂઢ મૃષાભાષણાદિ હોય - પૂર્વપક્ષ)
સમાધાન ઃ જે મૃષાભાષણ છદ્મસ્થના જ્ઞાનનો વિષય બની શકતું હોય તે જ અહીં લિંગ તરીકે અભિમત છે. અને તેવું વિષય બનતું દ્રવ્યતૃષાભાષણ ક્ષીણમોહી જીવને હોતું નથી, કારણ કે પાક્ષિકસૂત્રનું જે વચન છે કે ‘હે ભગવન્ ! સર્વ મૃષાવાદનું પચ્ચક્ખાણ કરું છું. તે મૃષાવાદ ક્રોધથી, લોભથી, ભયથી કે હાસ્યથી હોય છે.' તેના પરથી જણાય છે કે ‘દ્રવ્યતૃષાભાષણ ક્રોધાદૅિજન્ય હોય છે' ક્ષીણમોહી જીવને ક્રોધાદિ ન હોવાના કારણે, કારણનો અભાવ હોવાથી કાર્યરૂપ દ્રવ્યથી મૃષાભાષણ પણ હોતું નથી. અને તેથી ભાવથી મૃષાવાદનો અભાવ હોવો તો નિર્વિવાદ સિદ્ધ થઈ જાય છે, કેમકે તે તો મોહનીયના ઉદયજન્ય હોય છે. તેથી કોઈપણ ક્ષીણમોહજીવને દ્રવ્યથી કે ભાવથી મૃષાભાષણ હોતું જ નથી, કારણકે સંયતોથી થતા જીવઘાત-મૃષાભાષણ વગેરેમાં અનાભોગસકૃત મોહનીયકર્મ હેતુભૂત છે જે ક્ષીણમોહજીવોને હોતું નથી. શંકા ઃ પણ તો પછી કર્મગ્રન્થમાં ક્ષીણમોહીને પણ ચારે ય ભાષા કહી છે તેનું શું ?
(સંભાવનારૂઢ મૃષાભાષણ પણ મૃષાવાદ છે, દોષરૂપ છે : : પૂર્વપક્ષ)
સમાધાન ઃ મોહનીયકર્મની ગેરહાજરીમાં અનાભોગ વાસ્તવિક કૃષાભાષણનું કારણ બનતો ન હોવા છતાં સંભાવનારૂઢ મૃષાભાષણ પ્રત્યે કારણ બને જ છે. અર્થાત્ અનાભોગ, મોહનીય ન હોવાના કારણે ક્યારેય મૃષાભાષણ કરાવતો ન હોવા છતાં એની સંભાવના તો ઊભી જ રાખે છે, કેમ કે અનાભોગ તેવા સ્વભાવવાળો હોવો અનુભવસિદ્ધ છે. (જૂઠું બોલવાનો અભિપ્રાય ન હોય તો પણ
१. सर्वं भगवन् ! मृषावादं प्रत्याख्यामि, अथ क्रोधाद्वा लोभाद्वा भयाद्वा हास्याद्वा ॥