________________
૨૨૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩ इह च प्राणातिपातनमिति वक्तव्येऽपि धर्मधर्मिणोरभेदादतिपातयितेति धर्मी निर्दिष्टः । प्राणातिपातनाच्छद्मस्थोऽयमित्यवसीयते, केवली हि क्षीणचारित्रावरणत्वानिरतिचारसंयमत्वादप्रतिसेवित्वान्न कदाचिदपि प्राणानामतिपातयिता भवति इत्येवं सर्वत्र भावना कार्या तथा मृषां वदिता भवति । अदत्तमादाता ग्रहीता भवति । शब्दादीनास्वादयिता भवति । पूजासत्कारौ पुष्पार्चनवस्त्राद्यर्चने, अनुबृंहयिता परेण स्वस्य क्रियमाणस्य तस्यानुमोदयिता तद्भावे हर्षकारीत्यर्थः । तथेदमाधाकर्मादि सावा सपापमित्येवं प्रज्ञाप्य तदेव प्रतिषेविता भवति । तथा सामान्यतो नो यथावादी तथाकारी-अन्यथाऽभिधायान्यथा कर्ता भवति । चापीति समुच्चये । एतान्येव विपर्यस्तानि केवलिगमकानि भवन्ति । इत्येतत्प्रतिपादनपरं केवलिसूत्रं सुगममेवेति ।।'
अत्रेयं परस्य प्रक्रिया-छद्मस्थसंयतः परीक्षाऽवसरेऽप्रमत्त एव पक्षीकर्त्तव्यः, तत्रैव चक्षुःपक्ष्मनिपातमपि सूत्रोक्तयतनया कुर्वाणे 'किमयं छद्मस्थ उत केवली' इति संशये सति छद्मस्थतासाधनाय लिङ्गापेक्षोपपत्तेः, उक्तस्वरूपरहितस्य तु निद्राविकथादिप्रमादवतश्छद्मस्थत्वेन संशयाभावान्न તરીકે જો કે પ્રાણોના અતિપાતન રૂપ ધર્મ કહેવો જોઈએ. તેમ છતાં ધર્મ-ધર્મીનો અભેદ હોવાથી અતિપાતપિતા રૂપ ધર્મીનો નિર્દેશ કર્યો છે. જીવહિંસારૂપ લિંગથી ‘આ છદ્મસ્થ છે એવું જણાય છે. કેમ કે ચારિત્રમોહનીયકર્મનો ક્ષય થઈ ગયો હોવાથી કેવલી ભગવાન નિરતિચાર સંયમવાળા હોવાના કારણે અપ્રતિસેવી હોય છે અને તેથી તેઓ તો ક્યારેય પણ જીવોના અતિપાતયિતા બનતા નથી. છબસ્થના બીજા વગેરે લિંગ અંગે પણ આ પ્રમાણે જાણવું. બીજા વગેરે લિંગો – (૨) મૃષાવાદી હોય. (૩) અદત્તનું ગ્રહણ કરનાર હોય. (૪) શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધને ભોગવનાર હોય, (૫) બીજાઓ પોતાની પુષ્પ વગેરેથી પૂજા અને વસ્ત્રાદિથી સત્કાર કરતા હોય તો તેનું અનુમોદન કરનાર હોય - રાજી થનાર હોય (૬) “આ સાવદ્ય છે એવી આધાકદિની પ્રરૂપણા કરી તેનું જ પ્રતિસેવન કરનાર હોય. તથા (૭) યથાવાદી તથાકારી હોતા નથી. અર્થાત્ જુદું બોલીને જુદું કરનારા હોય છે. દેવ અને “' શબ્દો સમુચ્ચય અર્થમાં જાણવા. આનાથી વિપરીત લિંગો કેવલીને જણાવનારા હોય છે. તેથી એનું પ્રતિપાદન કરનાર કેવલી સૂત્ર સુગમ છે. ટૂંકમાં તેનો અર્થ સાત સ્થાનોએ કેવલીને જાણવા. પ્રાણીઓના અતિપાતયિતા ન હોય, મૃષાવાદી ન હોય... એમ યાવત્ યથાવાદી તથાકારી હોય.”
(છત્રલિંગોના પક્ષ અને લિંગ અંગે પૂર્વપક્ષ વિચારણા) કેવલી- છમસ્થના સાત લિંગો અંગે પૂર્વપક્ષીની પ્રક્રિયા આવી છે. પૂર્વપક્ષઃ - સ્થાનાંગમાં કહેલા આ સાત લિંગો પરથી છદ્મસ્થત્વની પરીક્ષા કરવાના અવસરે અપ્રમત્ત છબસ્થસંયતને જ પક્ષ તરીકે લેવો. કેમ કે આંખની પાંપણ ખોલ-બંધ કરવાની ક્રિયા પણ સૂત્રોક્તજયણાપૂર્વક કરતાં તેના વિષયમાં જ “આ છદ્મસ્થ હશે કે કેવલી?' એવો સંશય પડતો હોવાથી છદ્મસ્થતાની સિદ્ધિ કરવા માટે લિંગની