________________
૨૩૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩ तानि च प्रत्यक्षगम्यानि मिथ्याकारादिलिङ्गगम्यानि वा, 'अयं साधुः साक्षात् संभावनया वा प्राणातिपातादिप्रतिषेवितेव, मिथ्याकारान्यथानुपपत्तेः, अस्मदादिवद्' इत्येवंलिङ्गगम्येनापि प्राणातिपातादिना लिङ्गेन 'छद्मस्थोऽयं संयतः' इत्येवं निश्चयसंभवात् । स च मिथ्याकारः कादाचित्के एव जीवघातादौ भवति, पुनरकरणाभिप्रायेण तस्य फलवत्त्वात्, सार्वदिकस्य तु तस्य संभवे सर्वविरतिपरिणामस्यैवानुपपत्तिः, 'प्रतिसमयमनवरतं जीवघातो भवत्येव' इत्यभिप्रायस्य तत्प्रतिबन्धकत्वादिति । अत्र च छद्मस्थत्वज्ञापकलिङ्गानां सप्तानामपि मोहनीयकर्मजन्यत्वेन परस्परानुविद्धानां स्वरूपयोग्यतया निश्चयतः सर्वकालीनत्वेऽपि फलोपहितयोग्यतया व्यवहारेणानवरतं नियमाभावोऽप्याद्येषु पञ्चस्वेव, चरमयोस्तु द्वयोलिङ्गयोः सामान्यतः सर्वकालीनत्वेन सूक्ष्मदृशां पुरःस्फुर्तिकत्वात् ताभ्यां छद्मस्थत्वनिर्णयो विवक्षितपरीक्षाकाले सुलभ एव । तथाहि -
(છઘસ્થલિંગોનો પૂર્વપક્ષાભિમત કાળ) પક્ષીકૃત સામી વ્યક્તિમાં એ લિંગોની હાજરી - પ્રત્યક્ષથી કે મિથ્યાકાર (મિચ્છામિ દુક્કડમ્) વગેરે લિંગથી જણાય છે. આ સાધુ સાક્ષાત્ કે સંભાવનાથી પ્રાણાતિપાતાદિનો પ્રતિષવિતા છે જ, કેમકે તેણે દીધેલ મિચ્છામિ દુક્કમ્ અન્યથા અનુપપન્ન રહે છે, જેમકે મારું મિચ્છામિ દુક્કડમ્' ઇત્યાદિ અનુમાનથી જણાતા પ્રાણાતિપાતાદિ રૂપ લિંગથી “આ સંયત છદ્મસ્થ છે એવું જાણી શકાય જ છે. વળી તે મિથ્યાકાર કાદાચિત્ક (ક્યારેક થતા) જીવઘાતાદિ અંગે જ હોય છે, કેમ કે પુનઃ તે જીવવાતાદિ પાપ ન કરવાના અભિપ્રાયથી જ તે સફળ બનતો હોય છે. તેથી જો સાર્વદિક જીવઘાત અંગે તે હોય તો તો તે જીવઘાતના પુનઃ અકરણનો અભિપ્રાય અસંભવિત બનવાથી મિથ્યાકાર જ નિષ્ફળ બની જાય. વળી સાર્વેદિક જીવઘાત જો સંભવિત હોય તો તો સર્વવિરતિ પરિણામ જ અસંગત બની જાય. કેમ કે “સમયે સમયે નિરંતર જીવઘાત થયા જ કરે છે આવો મનમાં જે અભિપ્રાય (અધ્યવસાય) ઊભો થાય છે. તે સર્વહિંસા વગેરેની વિરતિના પરિણામનો પ્રતિબંધક છે. છદ્મસ્થતાને જણાવનાર આ સાતેય લિંગો મોહનીયકર્મજન્ય હોઈ પરસ્પર અનુવિદ્ધ (સંકળાયેલા) હોય છે, સ્વરૂપયોગ્યતાની અપેક્ષાએ નિશ્ચયતઃ સર્વકાલીન હોય છે. તેમ છતાં ફળોપહિતયોગ્યતાની અપેક્ષાએ વ્યવહારથી “નિરંતર તેઓ હોય જ' એવા નિયમનો અભાવ પણ પ્રથમ પાંચ લિંગોમાં છે. છેલ્લા બે લિંગો સામાન્યથી સર્વકાલીન હોઈ સૂક્ષ્મદષ્ટિથી જોનારને સ્પષ્ટ રીતે જણાય છે. અર્થાત્ યોગ્યતારૂપે સાતેય લિંગો હંમેશા રહ્યા હોય છે, એમાંથી પહેલાં પાંચ લિંગો કાર્યરૂપે ક્યારેક પરિણમે છે, ક્યારેક નહિ, જ્યારે છેલ્લા બે લિંગો કાર્ય તરીકે પણ નિરંતર પરિણમતા હોય છે. તેથી તે બે દ્વારા છદ્મસ્થતાનો નિર્ણય કોઈ પણ વિવલિતકાળે સુલભ જ હોય છે. તે આ રીતે -