SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છઘસ્થલિંગ વિચાર ૨૩૧ इच्छाकारादिसाधुसामाचारीपरायणस्य छद्मस्थसंयतस्य गमनागमनस्थितिशयनाशनासनप्रत्युपेक्षणादिक्रियासु चक्षुषा पुनः पुनर्निरीक्षणं, निरीक्ष्य च यथासंभवं रजोहरणादिना प्रमार्जनं, प्रमृज्य च हस्तपादाद्यवयवानां यथास्थानेऽभ्यसनं त्वक्परावर्त्तनं, तथैव वस्त्रपात्राद्युपकरणानामादाननिक्षेपणं, प्रमजतश्च रजोहरणादिक्रियया मक्षिकापिपीलिकादीनां भयत्रासोत्पादनेनेतस्ततो नयनं चेत्याद्यनेकप्रकारमनुष्ठानं संभावितभाविजीवघातादिदोषभयजन्यं कालमधिकृत्यानियतमप्यन्यतरत्किञ्चिदनवरतं भवत्येव । तत्रापि पिपीलिकादिजन्तूनां भयत्रासोत्पादनं सावद्यमिति प्रज्ञाप्य जीवघातवर्जनाऽभिप्रायवतोऽप्यशक्यपरिहारेण तत्प्रतिषेवणं षष्ठलिङ्गात्मकं छद्मस्थत्वाभिव्यञ्जकं सामान्यतः सर्वकालीनं सुलभमेव । तत्प्रतिषेवणे च संयतो 'न यथावादी तथाकर्ता' इत्यपि मन्तव्यम्, अशक्यपरिहारेणापि प्रत्याख्यातस्य सावद्यस्य प्रतिषेवणादिति । केवलिनोऽपि परीक्षायां विपरीतानि छद्मस्थलिगानि द्रव्यरूपाण्येव ग्राह्याणि, तेषामेव छद्मस्थज्ञानगोचरत्वेनानुमितिजनकत्वात् । यथाहि छद्मस्थसंयतोऽनाभोगसहकृतमोहनीयवशेन कदाचित्प्राणानामतिपातयिता भवति, परीक्षोपयोगिघात्यजीवानां संपर्कस्य तद्विषयकानाभोगस्य च ઇચ્છાકાર વગેરે સાધુસામાચારીના પરિપાલનમાં તત્પર છદ્મસંયત ગમનાગમન-સ્થિતિ-શયનભોજન-આસન-પડિલેહણાદિ ક્રિયાઓમાં આંખથી પુનઃ પુનઃ નિરીક્ષણ કરીને યથાસંભવ રજોહરણ આદિથી પ્રમાર્જન કરે છે, પ્રમાર્જીને હસ્ત વગેરે અવયવોનું યથાસ્થાન હલન ચલન કરે છે, આ જ ક્રમે ત્વફ-પરાવર્તન, વસ્ત્રપાત્રાદિ ઉપકરણોનું ગ્રહણ-મોચન કરે છે. પ્રમાર્જન કરતા તેની રજોહરણાદિ ક્રિયાથી માખી-કીડી વગેરેને ભય-ત્રાસ ઉત્પન્ન થવા પૂર્વક આમ તેમ ખસેડવાની ક્રિયા કરે છે. સંભવિત ભાવિજીવઘાતાદિદોષના ભયજન્ય આવા અનેક પ્રકારના તેના અનુષ્ઠાનો કાલને આશ્રીને અનિયત હોવા છતાં કોઈ એક તો નિરંતર હોય જ છે. અર્થાત તે દરેક હંમેશાં હોય એવો નિયમ ન હોવા છતાં કોઈ એક તો હંમેશા હોય જ છે. અને તેમાં કીડી વગેરે જીવડાંઓને ભય-ત્રાસ પહોંચે છે. તેથી - જીવડાઓને ભયત્રાસ પમાડવા એ સાવદ્ય છે એવું પોતે જ પ્રરૂપણ કરીને, જીવઘાતવર્જનાભિપ્રાયવાળા તેનાથી અશક્યપરિહારરૂપે તે ભયત્રાસ પહોંચાડવા રૂપ પ્રતિસેવન તે પ્રમાર્જનાદિમાં થઈ જ જાય છે. તેથી છદ્મસ્થતાને જણાવનાર આ છઠું લિંગ સામાન્યતઃ સર્વકાલીન ન હોવું સુલભ છે. વળી સાવદ્ય તરીકે જણાવીને તેનું જ પ્રતિસેવન કરવામાં “સાધુ યથાવાદી તથા કર્તા નથી' એવું સાતમું લિંગ પણ તેનામાં હંમેશા રહેલું હોય છે એ પણ જાણવું. કારણ કે જેનું પોતે પચ્ચકખાણ કર્યું છે તે સાવદ્યનું અશક્યપરિહાર રૂપે તો પ્રતિસેવન કરે જ છે. છબસ્થની જેમ કેવલીની પરીક્ષા માટે પણ છદ્મસ્થના લિંગ કરતાં જે વિપરીત લિંગો કહ્યા છે તે પણ દ્રવ્યરૂપ જ લેવા, કેમ કે તેઓ જ છદ્મસ્થજ્ઞાનના વિષય બનતા હોઈ અનુમિતિજનક બને છે. અનાભોગ સહકૃત મોહનીયકર્તવશાત્ છમસ્થસંયત જેમ પ્રાણોનો અતિ
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy