________________
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૧ नानेकान्त इति तदसद्, दोषविभागकृतानेकान्तस्य तत्राप्यविरोधाद् । यच्च अनेकान्तस्यानेकान्तत्वमधिकरणानियमापेक्षयोद्भावितं तत्केनाभिप्रायेण ? इति वक्तव्यम्, अन्ततः स्वपररूपापेक्षयाऽप्यनेकान्तस्य सर्वत्र संभवाद्, अत एवात्माऽनात्मापेक्षया सर्वत्रानेकान्तो वाचकपुङ्गवेનોòઃ પ્રશમરતો (૨૦૨) -
૨૨૨
–
द्रव्यात्मेत्युपचारः सर्वद्रव्येषु नयविशेषेण । आत्मादेशादात्मा भवत्यनात्मा परादेशात् ।। इति । अनेकान्तस्यानेकान्तत्वं तु स्याद्वादाङ्गसप्तभङ्गीवाक्यघटकैकतरभङ्गावच्छेदकरूपापेक्षया વ્યવસ્થિતમ્ । અત વ (સમ્મતિ. ૨૭) -
(અનેકાન્ત અનેકાન્તે કઈ રીતે ?)
વળી ‘ભગવાન નિર્દોષ જ હોય છે' એ બાબતમાં અનેકાન્ત નથી એવું જે કહ્યું તે ખોટું છે, કેમકે દોષવિભાગની અપેક્ષાએ થયેલ અનેકાન્ત એ બાબતમાં પણ વિરુદ્ધ નથી. વળી અનેકાન્ત અનેકાન્તે છે એ વાત અધિકરણના અનિયમની અપેક્ષાએ જે સંગત કરી તે કયા અભિપ્રાયે ? એ કહેવું પડશે. અર્થાત્ “તે તે દરેક વસ્તુરૂપ અધિકરણમાં અનેકાન્ત રહ્યો જ છે એવો નિયમ નથી, ક્યાંક (જેમકે શ્રી અરિહંત પરમાત્મામાં નિર્દોષત્વના અસ્તિત્વરૂપ બાબતમાં) તે ન પણ રહ્યો હોય - એકાન્ત પણ રહ્યો હોય. માટે સર્વત્ર અનેકાન્ત જ છે એવો એકાન્ત નથી. માટે અનેકાન્ત અનેકાન્તે છે. આવું તમે જે કહો છો તે કયા અભિપ્રાયે ? એ જણાવવું પડશે.” કેમકે દરેક વસ્તુઓમાં છેવટે સ્વપ૨રૂપની અપેક્ષાએ પણ સ્વરૂપે સત્ ૫૨રૂપે અસત્ ઇત્યાદિરૂપ અનેકાન્ત સંભવે છે. તાત્પર્ય, અનેકાન્ત એકાન્તે નથી, અનેકાન્તે છે એનો અર્થ એવો નથી કે ‘અમુક વસ્તુઓમાં જ અનેકાન્ત છે, શેષમાં એકાન્ત છે' તો શું ? દરેક વસ્તુઓમાં અનેકાન્ત તો છે જ. પણ સપ્તભંગી વાક્ય (કે પ્રમાણવાક્ય)ની અપેક્ષાએ દરેકમાં અનેકાન્ત છે. અને તે સાતમાંથી કોઈ એક એક ભંગની અપેક્ષાએ (કે નયવાક્યની અપેક્ષાએ) તેમાં એકાન્ત છે. જેમકે રત્નપ્રભા પૃથ્વીરૂપ વસ્તુ યાત્ શાશ્વત-સ્યાત્ અશાશ્વતરૂપે અનેકાન્તયુક્ત છે. અને દ્રવ્યનય મુજબ ‘તે શાશ્વત જ છે' (કે પર્યાયનયમતે તે અશાશ્વત જ છે) ઇત્યાદિ રૂપે તે એકાન્તયુક્ત છે, દ્રવ્યનયે ‘તે અશાશ્વતપણ છે’ એવું નથી. એટલે કે આ નયની વિચારણામાં પણ તે અનેકાન્ત યુક્ત છે એવું નથી માટે કહેવાય છે કે અનેકાન્ત અનેકાન્તે છે. તેથી જ આત્મા-અનાત્માની અપેક્ષાએ સર્વત્ર અનેકાન્ત છે એવું વાચકપુંગવ શ્રી ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ (૨૦૨)માં કહ્યું છે. તે આ રીતે- ‘સર્વદ્રવ્યોમાં નયવિશેષથી અપેક્ષાએ દ્રવ્યાત્મા એવો ઉપચાર થાય છે. આત્માની (પોતાની) અપેક્ષાએ આત્મા છે. બીજાની અપેક્ષાએ અનાત્મા છે.’’ વળી શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રવૃત્તિ વગેરેમાં અનેકાન્તને જે અનેકાન્તે કહ્યો છે તે પણ સ્યાદ્વાદના અંગભૂત સપ્તભંગી વાક્યના ઘટકીભૂત કોઈ એક ભંગાત્મક અવચ્છેદકરૂપની અપેક્ષાએ જાણવું. તેથી