________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ જીવરક્ષા અતિશય વિચાર
૨૦૯ स्त्राणाय, 'खीणम्मि अंतराए णो से य असक्कपरिहारो ।' त्ति वाङ्मात्रेणाशक्यपरिहाराभावमावेदयत आयुष्मतः केवलिनः परतन्त्रतयाऽपि जलादिस्पर्शतज्जीवविराधनयोरभ्युपगन्तुमनुचितत्वाद्, अन्यथा केवली यत्र स्थितस्तत्रागन्तुकवायोरपि सचित्तताया अनिषेधप्रसङ्गात्(गः), तस्मात् सचित्तजलादिस्पर्शेन केवलिनः सयोगस्याप्यवश्यंभाविनी जीवविराधना वा स्वीक्रियतां, तद्योगाक्रान्तानामपि वा जीवानामघातपरिणाम एव (मो वा) स्वीक्रियतां, न तु तृतीया गतिरस्ति । तत्र च प्रथमः पक्षोऽस्मन्मतप्रवेशभयादेव त्वया नाभ्युपगन्तव्य इति द्वितीयः पक्षस्तवाभ्युपगन्तुमवશિષ્ય હકા
तत्राह
થાય છે તે પરાધીનપણે જ તે કેવલીને થયો હોય છે, સ્વતંત્રપણે નહિ. તેથી એ હિંસાને પણ ઘુણાક્ષરન્યાયે કહેવી એ અનુચિત નથી.
સમાધાનઃ આવો વચનપ્રયોગ તમને બચાવ આપી શકતો નથી, કેમકે “અંતરાયકર્મ ક્ષીણ થયે છતે તેને અશક્યપરિહાર હોતો નથી એવા વચનમાત્રથી કેવલીઓને અશક્યપરિહારનો અભાવ જણાવતા તમારે કેવલીને પરતંત્રપણે સચિત્તજળાદિનો સ્પર્શ થાય છે તે તેમજ જીવવિરાધના થાય છે તે માનવું એ યોગ્ય નથી. તે પણ એટલા માટે કે તે સ્પર્શ અને વિરાધનાનો પણ પરિવાર તેઓ માટે તમારા મતે તો અશક્ય નથી જ. નહીંતર તો એ રીતે સચિત્ત વાયુનો સ્પર્શ અને વિરાધના એ બંનેનો પરિહાર પણ અશક્ય હોવો સંભવિત હોઈ, તેઓને તે બે ન જ હોય એવું સિદ્ધ કરવા “તેઓ જયાં રહ્યાં હોય ત્યાં વાતો વાયુ સચિત્ત ન જ હોય એવો તમે જે નિષેધ કરો છો તે ન કરી શકવાની આપત્તિ આવશે. આમ અગ્નિકાપુત્ર આચાર્ય વગેરેના દષ્ટાન્તથી “સયોગીકેવલીને સચિત્તજળાદિનો સ્પર્શ ન જ હોય' એવો અતિશય બાધિત હોવાથી તેઓને સચિત્તજળ વગેરેનો સ્પર્શ સંભવિત છે જ. માટે સયોગીકેવલીને પણ અવયંભાવી જીવવિરાધના હોવી કાં તો સ્વીકારો, કાં તો અમે પૂર્વે તમને જેવી કલ્પના કરવી દેખાડી હતી તે મુજબ તેના યોગમાં આવેલ જીવોનો પણ તેવો અઘાત્યપરિણામ સ્વીકારો કે જેના કારણે તેઓ સ્પર્શ પામવા છતાં ન મરવાથી કેવલીને જીવવિરાધનાની હાજરી માનવી આવશ્યક ન બને. આ બે સિવાય તમારે માટે ત્રીજો કોઈ રસ્તો રહેતો નથી. આ બેમાંથી પહેલી વાત તો તમે સ્વીકારી શકતા જ નથી, કેમ કે એમાં તમારે અમારી જ માન્યતામાં બેસી જવાનો ભય છે. તેથી બીજી વાત સ્વીકારવાની બાકી રહે છે. ll૭પો એ બીજી વાતને તમે જો સ્વીકારશો તો શું આપત્તિ આવશે તે દેખાડતા ગ્રન્થકાર કહે છે –
— — — — — — = = = = = = = ૨. મય પૂર્વાર્ધ - વીffમ મોબિન્ને વન્ને દુન્ન સંધ્યા સવ્વા (સર્વ. શ. ર૬) छाया :- क्षीणे मोहनीये नावद्यं भवेत् सर्वथा सर्वम्। क्षीणेऽन्तराये न तस्य चाशक्यपरिहारः॥
=
=
=
=
=