________________
કેવલીમાં દ્રવ્યહિંસા : કેવલીક્રિયાપ્રેરિતક્રિયા વિચાર
<0
समय एव तेनैव प्रकारेणात्मीयासांतवेदनीयकर्मक्षयस्य दृष्टत्वात् । न तु केवलियोगजनितां कामपि ાિં વૃત્તિ । સવિલમાહ (સર્વીશ. ૧૦) -
तैणं मच्छिअपमुहा, सहावकिरियापरायणा हुंति । ण य जिणकिरियापेरिअकिरियालेसंपि कुव्वंति ।।
૨૧૩
इत्येतत् प्रतिषिद्धं, स्वत एव जीवानामपसरणस्वभावत्वे केवलिन उल्लङ्घनादिव्यापारवैफल्यापत्तेर्वज्रलेपत्वाद् । यच्च केवलियोगव्यापारमपेक्ष्य जीवानां स्वतोऽपसरणस्वभावत्वकल्पनं तदपां दहनान्तिके दाहजननस्वभावकल्पनसदृशमेव ।
अथ केवलिनः प्रतिलेखनादिव्यापाराज्जीवानामपसरणस्य प्रमाणसिद्धत्वात् केवलिक्रियानिमित्तकं क्रियामात्रं न तेषां प्रतिषिध्यते किंतु भयपूर्विका क्रिया प्रतिषिध्यते, न ह्यभयदस्य भगवतः
છે, કેમ કે કેવલજ્ઞાનોત્પત્તિ સમયે જ તેઓએ પોતાના અશાતાવેદનીય કર્મનો એ રીતે જ ક્ષય થવાનો જોયો હોય છે. પણ તે દંશ-મશકાદિ કેવલીયોગ પ્રેરિત તો કોઈ ક્રિયા કરતા નથી. કહ્યું છે કે (સર્વજ્ઞ શ. ૫૦) ‘(શ્રીતીર્થંકર-ચક્રવર્તી વગેરે નિયત સંખ્યામાં જ થાય એવી જેમ જગસ્થિતિ છે તેમ જ્યાં કેવલી વિચરે ત્યાં તેમના સ્પર્શમાં આવતા જળ-વાયુ વગેરે અચિત્ત જ હોય ઇત્યાદિ પણ એક જગસ્થિતિ જ છે” એવું જે કહ્યું તેનાથી જણાય છે કે) ‘માખી વગેરે જીવો સ્વભાવક્રિયાપરાયણ હોય છે, પણ કેવલીની ક્રિયાથી પ્રેરાઈને તો લેશક્રિયા પણ કરતા નથી.'
(જીવોને સ્વતઃ અપસરણવાળા માનવામાં આપત્તિ : ઉત્તરપક્ષ)
ઉત્તરપક્ષ : જીવો જો સ્વતઃ જ અપસરણસ્વભાવવાળા હોય તો કેવલીના ઉલ્લંઘનાદિવ્યાપાર નિષ્ફળ બનવાની આપત્તિ વજ્રલેપ જેવી બની જતી હોવાથી પૂર્વપક્ષીનો આવો આશય પ્રતિષિદ્ધ જાણવો. વળી કેવલીના યોગવ્યાપાર વખતે જીવોના થતા અપસરણને તેઓના સ્વભાવરૂપ માની લેવાની કલ્પના તો અગ્નિના સાંનિધ્યમાં ગરમ થઈને દાહ કરતાં પાણીને દાહજનનસ્વભાવવાળું માનવાની કલ્પના જેવી જ છે. અર્થાત્ પાણી જે દાહ કરે છે તેમાં અગ્નિ કોઈ ભાગ ભજવતો નથી, પાણી તેવા સ્વસ્વભાવે જ દાહ કરે છે એવો નીકળતો ફલિતાર્થ બાધિત હોઈ તેવી કલ્પના જેમ અયોગ્ય છે તેમ તમારી કલ્પના અંગે પણ જાણવું.
(જીવો કેવલીક્રિયાનિમિત્તક ભય વિના જ ક્રિયાવાળા હોય - પૂર્વપક્ષ)
પૂર્વપક્ષ ઃ કેવલીના પડિલેહણાદિવ્યાપારો શાસ્ત્રસિદ્ધ છે. તે વ્યાપારોની સફળતા માટે ‘તે વ્યાપારથી જ જીવોનું અપસરણ થાય છે' એવું માનવું પડે છે. આમ કેવલીના વ્યાપારથી જીવોનું અપસરણ થાય છે તે તો પ્રમાણસિદ્ધ છે. માટે ‘કેવલીની ક્રિયા નિમિત્તે તેઓની કોઈ ક્રિયા થતી નથી' એવો ક્રિયામાત્રનો
१. तेन मक्षिकाप्रमुखाः स्वभावक्रियापरायणा भवन्ति । न च जिनक्रियाप्रेरितक्रियालेशमपि कुर्वन्ति ॥