________________
૨૧૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૭૮, ૭૯ साधकत्वात् । सा च क्षायिकी लब्धिर्भगवतो जीवरक्षाहेतुरनुत्तरचारित्रान्तर्भूता द्रष्टव्या । तत्प्रभावादेव न केवलिनः कदाऽप्यारंभ इति । तदपि मतमनया दिशा निराकृतं ज्ञातव्यं भवति, लब्धिस्वभावादेव जीवरक्षोपपत्तौ केवलिन उल्लङ्घनादिव्यापारवैयर्थ्यापत्तेरिति भावः ।।७८॥ दिग्दर्शितमेव दूषणं विकल्प्य स्फुटीकुर्वत्राह
तं खलु उवजीवंतो पमायवं तुह मए जिणो हुज्जा । सेलेसीए वि फलं ण तस्स उवजीवणाभावे ।।७९।। तं खलूपजीवन् प्रमादवांस्तव मते जिनो भवेत् ।
शैलेश्यामपि फलं न तस्योपजीवनाभावे ।।७९।। तं खलुत्ति । तं लब्धिविशेषमुपजीवन जीवरक्षार्थं व्यापारयन्, खलु-निश्चितं जिनः केवली, तव मते प्रमादवान् स्यांद, 'लब्ध्युपजीवनं हि प्रमत्तस्यैव भवतीति' शास्त्रमर्यादा । अस्तु तर्हि स लब्धिविशेषोऽनुपजीवित एव जीवरक्षाहेतुः, क्षायिकीनां हि लब्धीनां न प्रयुञ्जना भवति, तासा
ગણતરીમાં આવી કોઈ લબ્ધિ ગણાવેલ નથી' એવી શંકા ન કરવી, કેમ કે જીવરક્ષાના હેતુભૂત બનનાર આ ક્ષાયિક લબ્ધિ ભગવાનના અનુત્તર ચારિત્રમાં જ અંતભૂત હોય છે. તેના પ્રભાવથી જ કેવલીને ક્યારેય આરંભ હોતો નથી.
ઉત્તરપક્ષઃ પૂર્વપક્ષના આવા મતનું નિરાકરણ પણ ઉક્ત રીતે જાણવું, કેમકે લબ્ધિના પ્રભાવે સ્વભાવથી જ (જીવરક્ષા યોગ્ય વિશેષ પ્રયત્ન વગર જ) જીવરક્ષા જો થઈ જવાની હોય તો તેઓનો ઉલ્લંઘનાદિ વ્યાપાર નિષ્ફળ થઈ જવાની આપત્તિ આવે. II૭૮ આ રીતે એ મતમાં આવતા અને દિગ્દર્શિત કરેલા વિકલ્પો દેખાડી સ્પષ્ટ કરતાં ગ્રન્થકાર કહે છે -
(તે લબ્ધિનું ઉપજીવન કરે તો પ્રમત્તતાની આપત્તિ - ઉત્તરપક્ષ) ગાથાર્થ તમારા મત પ્રમાણે જીવરક્ષા માટે તે લબ્ધિવિશેષને વાપરતા કેવલી પ્રમાદવાળા બનવાની આપત્તિ આવશે; કેમકે “લબ્ધિનો ઉપયોગ પ્રમત્તને જ હોય છે એવી શાસ્ત્રમર્યાદા છે. “તેનો ઉપયોગ કરવાનો હોતો નથી એ સ્વયં જ સ્વકાર્ય કરી દે છે એવું માનવામાં શૈલેશી અવસ્થામાં પણ તેના જીવરક્ષારૂપ ફળનો જે અભાવ રહે છે તે આપત્તિરૂપ બની જશે.
પૂર્વપક્ષઃ લબ્ધિનો ઉપયોગ કરવાનું માનવામાં આપત્તિ આવતી હોવાથી અમે તો એવું માનીએ છીએ કે કેવલીની આ લબ્ધિ એવી હોય છે કે તેનો ઉપયોગ કર્યા વગર જ તે જીવરક્ષાનો હેતુ બને છે. આવું માનવું અયોગ્ય પણ નથી, કારણ કે ક્ષાયિક લબ્ધિઓને પ્રjજવાની (વાપરવાની) હોતી નથી,