________________
૨૧૭
કેવલીમાં દ્રવ્યહિંસા : જીવરક્ષા લબ્ધિ વિચાર
जंपि मयं णारंभो लद्धिविसेसाउ चेव केवलिणो । तं पि इमीइ दिसाए णिराकयं होइ णायव्वं ।।७८।।
यदपि मतं नारंभः लब्धिविशेषादेव केवलिनः ।
तदप्यनया दिशा निराकृतं भवति ज्ञातव्यम् ।।७८ ।। जं पि मयं ति । यदपि मतं लब्धिविशेषादेव केवलिनो नारंभः, प्रसिद्ध खल्वेतद् यदुत घातिकर्मक्षयोपशमावाप्तजलचारणादिनानालब्धिमतां साधूनां नदीसमुद्रादिजलज्वलनशिखोपवनवनस्पतिपत्रपुष्पफलादिकमवलंब्य यदृच्छया गमनागमनादिपरायणानामपि जलजीवादिविराधना न भवतीति । तदुक्तं 'खीरासवमहुआसव' इत्यादि चतुःशरण(३४)गाथावृत्तौ - 'चारणेत्यादि यावत्केचित्तु पुष्पफलपत्रहिमवदादिगिरिश्रेणि-अग्निशिखानीहारावश्यायमेघवारिधारामर्कटतन्तुज्योतीरश्मिपवनलताद्यालंबनेन गतिपरिणामकुशलाः, तथा वापीनद्यादिजले तज्जीवानविराधयन्तो भूमाविव पादोत्क्षेपनिःक्षेपकुशला जलचारणा इत्यादि' । कथं तर्हि घातिकर्मक्षयावाप्तलब्धिभाजः केवलिनो जीवविराधनासंभवः? एकस्या अपि क्षायिकलब्धेः सर्वक्षायोपशमिकलब्ध्यात्मकत्वेन क्षायोपशमिकलब्धिसाध्यस्य जीवरक्षादिकार्यमात्रस्य
ગાથાર્થઃ “વિશેષપ્રકારની લબ્ધિના કારણે કેવલીને આરંભ (=હિંસા) હોતો નથી.” એવો જે મત છે તેનું પણ આ જ રીતે નિરાકરણ થઈ ગયેલું જાણવું.
(ઘાતી કર્મક્ષયજન્ય લબ્ધિના પ્રભાવે જીવઘાત ન હોય - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ આ વાત તો પ્રસિદ્ધ છે કે ઘાતકર્મના ક્ષયોપશમથી જલચારણાદિ અનેક પ્રકારની લબ્ધિ પામેલા સાધુઓ નદી-સમુદ્રાદિના જળનું, અગ્નિની શિખાનું, ઉપવનોના ઝાડ-પાંદડા-ફલ-ફળાદિનું આલંબન લઈને ઇચ્છા મુજબ ગમનાગમનાદિ કરે તો પણ પાણીના જીવ વગેરેની વિરાધના થતી નથી. ચઉસરણ પયણા(૩૪)ની “વીરાસવ.' ઇત્યાદિ ગાથાની વૃત્તિમાં કહ્યું છે કે – ચારણેત્યાદિ...વળી કેટલાંક લબ્ધિધારી મહાત્માઓ તો પુષ્પ-ફળ-પાંદડાં-હિમવંત વગેરે પર્વતની શ્રેણી-અગ્નિશિખા-નીહારઅવશ્યાય-મેઘપાણીની ધારા-મર્કટતંતુ-જ્યોતિ-કિરણ-પવન-લતા વગેરેના આધારે ચાલવામાં પણ કુશળ હોય છે. એમ વાવડી-નદી વગેરેના પાણીમાં તેના જીવોની વિરાધના કર્યા વગર જમીન પર ચાલે એમ પગલાં ભરીને ચાલવામાં જે કુશળ હોય છે તે જળચારણ વગેરે.” આમ ઘાતકર્મના ક્ષયોપશમથી થયેલ લબ્ધિના કારણે જો જીવવિરાધનાથી મુક્ત રહેવાતું હોય તો ઘાતકર્મના ક્ષયથી થયેલ લબ્ધિવાળા કેવલીઓને જીવવિરાધના શી રીતે સંભવે ? કેમ કે એક પણ ક્ષાયિક લબ્ધિ સર્વેક્ષાયોપથમિક લબ્ધિ સ્વરૂપ હોઈ લાયોપથમિક લબ્ધિથી સિદ્ધ થનાર જીવરક્ષા વગેરે રૂપ દરેક કાર્યની સાધક હોય છે. “લબ્ધિની