________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ જીવરક્ષા લબ્ધિ વિચાર
૨૧૯ मनवरतमेकस्वभावेनैव सर्वकालीनत्वात्, तासां च फलवत्त्वमपि तथैव । तदितराणां तु कादाचित्कत्वेन फलवत्त्वात् प्रयुञ्जनेति विशेषः - इत्येव ह्यस्मन्मतमित्यत्राह - तस्य लब्धिविशेषस्य उपजीवनाभावे तु शैलेश्यामपि फलं जीवरक्षारूपं नास्ति, तदानीं तत्कायस्पर्शेन मशकादिव्यापत्तेस्त्वयाऽपि स्वीकारात्, किं पुनः सयोगिकेवलिनि वाच्यं? तथा चोपजीवनानुपजीवनविकल्पव्याघातात् तादृशलब्धिविशेषकल्पनमप्रामाणिकमेवेति भावः ।।७९।। __ अथ चारित्रमोहनीयकर्मक्षयजनिता जीवरक्षाहेतुर्लब्धिोंगगतैव कल्प्यते, इति शैलेश्यवस्थायां नोक्तदोषः - इत्याशङ्कायामाह -
जोगगया सा लद्धी अजोगिणो खाइगावि जइ णस्थि । ता तक्कम्मस्सुदओ तस्सेव हवे पराहुत्तो ।।८।।
કેમ તેઓ નિરંતર એકસ્વભાવવાળી જ હોઈ સર્વકાલીન હોય છે. તેમજ એ રીતે જ (અનુપજીવિત રહીને જ) તેઓ સર્વકાલીન ફળવાળી હોય છે. તે સિવાયની ક્ષાયોપથમિક લબ્ધિઓ ક્યારેક ફળવાળી બનતી હોવાથી તેઓની પ્રjજના હોય છે. આટલો ક્ષાયિક અને ક્ષાયોપથમિક લબ્ધિમાં ફેર જાણવો.
| (લબ્ધિનું અનુપજીવન માનવામાં આપત્તિ) ઉત્તરપક્ષઃ પૂર્વપક્ષીના આવા મત અંગે ગ્રન્થકાર આગળ કહે છે કે તે લબ્ધિવિશેષનું ઉપજીવન કર્યા વગર જ જો જીવરક્ષા થઈ જવી માનશો તો આપત્તિ એ છે કે શૈલેશી અવસ્થામાં તે લબ્ધિ હાજર હોવા છતાં જીવરક્ષારૂપ ફળ (કાય) કરતી નથી. તે અવસ્થામાં તેના કાયસ્પર્શથી મશકારિજીવો મરે છે (તેઓની જીવરક્ષા થતી નથી) એ તો તમે પણ સ્વીકારો જ છો. આમ અયોગીને પણ તે પોતાનું ફળ દેખાડતી નથી તો સયોગી અંગે તો શી વાત કરવી? માટે લબ્ધિનું ઉપજીવન કે અનુપજીવન રૂપ બને વિકલ્પો દ્વારા તેનાથી જીવરક્ષા થવી માની શકાતી ન હોવાથી તેવી લબ્ધિવિશેષની કલ્પના કરવી એ અપ્રામાણિક જ છે એ રહસ્યાર્થ છે. II૭૯
“ચારિત્રમોહનીય કર્મક્ષયથી પ્રકટ થયેલ અને જીવરક્ષાના હેતુભૂત એવી પ્રસ્તુત લબ્ધિ યોગમાં જ પ્રગટ થાય છે. માટે શૈલેશી અવસ્થામાં યોગનો અભાવ હોવાથી જીવરક્ષા ન થાય તો પણ દોષ નથી.' એવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે
(તે લબ્ધિને યોગગત માનવામાં આપત્તિ) ગાથાર્થઃ “જીવરક્ષા હેતુભૂત તે લબ્ધિ યોગગતા હોય છે એમ માની, ક્ષાયિકી એવી પણ તે લબ્ધિ