________________
કેવલીમાં દ્રવ્યહિંસા : જીવરક્ષા અતિશય વિચાર
<0
૨૧૧
केवलियोगानां स्वरूपत एव जीवरक्षाहेतुत्वं, उल्लङ्घनादिव्यापारश्च न तस्य जीवरक्षामात्रप्रयोजनः, किन्तु स्वव्यवहारानुपातिश्रुतव्यवहारपरिपालनमात्रप्रयोजनः - इति विभाव्यते, तदा तादृशादपि ततो जीवानामपसरणं भवति नवेति वक्तव्यम् ? आद्ये साऽपसरणक्रिया भयपूर्विकेति 'केवलियोगात्पृथिव्यादिजीवा भयलेशमपि न प्राप्नुवन्ति' इति स्वप्रतिज्ञाव्याघातः । अन्त्ये चादृष्टपरिकल्पना, न ह्युल्लंघनादिक्रिययोल्लङ्घ्यमानादिजीवानामनपसरणं क्वापि दृष्टमिति । किं चैवं - आदिपदग्राह्यप्रतिलेखनावैफल्यं दुरुद्धरमेव, जीवसंसक्तवस्त्रादेर्विविक्तीकरणेनैव तत्साफल्यसंभवाद् । न च तत्केवलियोगाज्जीवानामनपसरणस्वभावकल्पने निर्वहतीति ।। ७६ ।।
एवं चापसरणा (न) पसरणादिद्वारं विना स्वरूपत एव केवलियोगानां जीवरक्षाहेतुत्वे उल्लङ्घनादिव्यापारवैफल्यापत्तौ व्यवस्थापितायां केवलियोगव्यापारकाले जीवानां स्वत एवापसरण
(કેવલીના ઉલ્લંઘનાદિવ્યાપાર શ્રુતવ્યવહાર પાલન માટે - પૂર્વપક્ષ)
.
કેવલીના યોગો તો સ્વરૂપે જ જીવરક્ષાના હેતુભૂત હોય છે, અને તેમ છતાં કેવલીઓ ઉલ્લંઘનાદિ જે વ્યાપાર કરે છે તે જીવરક્ષા માત્રના પ્રયોજનથી નથી હોતો, કિન્તુ પોતાના વ્યવહારમાં જે શ્રુતવ્યવહાર સમાવિષ્ટ છે કે ‘વચમાં કીડી વગેરે જીવો હોય તો તેઓને ઓળંગીને આગળ જવું પણ તેઓ પરથી ચાલીને ન જવું' ઇત્યાદિ, તેનું પરિપાલન થઈ જાય એટલા જ માત્ર પ્રયોજનથી હોય છે - એવું જો કહેશો, તો ‘તેવા પ્રયોજનવાળા પણ તે વ્યાપારથી જીવો આઘાપાછા થાય છે કે નહિ ?’ તે તમારે કહેવું પડશે. જો ‘થાય છે’ એમ કહેશો તો તે આઘાપાછા થવારૂપ અપસરણ ક્રિયા ભયપૂર્વિકા હોવાથી ‘કેવલીના યોગોથી પૃથ્વીવગેરે જીવો ભયનો અંશ પણ પામતા નથી' એવી તમારી પ્રતિજ્ઞા ડૂલ થઈ જશે. ‘તેઓ આઘાપાછા થતા નથી' એવો બીજો વિકલ્પ પણ કહી શકાતો નથી, કેમ કે એ તો અદૃષ્ટની પરિકલ્પના રૂપ છે. ઉલ્લંઘનાદિ ક્રિયા થતી હોય ત્યારે ઉલ્લંઘાતા જીવો જરાય આઘા પાછા ન થાય એવું ક્યાંય પણ જોયું નથી. વળી તે જીવોનો અનપસરણ સ્વભાવ (આઘાપાછા ન થવું એવો સ્વભાવ) માનવામાં, ‘પ્રલંઘનાદિ’ પદમાં ‘આદિ’ શબ્દથી જેનું ગ્રહણ કરવાનું છે તે પ્રતિલેખના નિષ્ફળ થવાની આપત્તિ દુરુદ્ઘર જ રહે છે. કેમ કે જીવસંસક્ત વસ્ત્રાદિમાંથી તે જીવોને દૂર કરવા માટે જે કરવામાં આવે છે તે પડિલેહણ ક્રિયા તે જીવો દૂર થાય તો જ સફળ બને. હવે કેવલીના યોગોથી જો તે જીવોમાં અનપસરણ સ્વભાવ પેદા થયો હોય તો કેવલી ભગવાન ગમે એટલો પ્રયત્ન કરે તો પણ તેઓ ત્યાંથી ખસવાના જ નથી. એટલે પડિલેહણક્રિયા તો નિષ્ફળ જ રહી ને ! II૭૬ા
-
આમ જીવોના અપસરણ અનપસરણ વગેરે રૂપ દ્વાર વિના, સ્વરૂપે જ કેવલીના યોગોને જીવરક્ષાના હેતુભૂત માનવામાં ઉલ્લંઘનાદિ વ્યાપાર નિષ્ફળ બનવાની આપત્તિનો નિર્ણય થયે છતે,