________________
૨૧૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૭૬ एवं सव्वजिआणं जोगाओ च्चिय अघायपरिणामे । केवलिणो उल्लंघण-पल्लंघाईण वेफल्लं ।।७६।। एवं सर्वजीवानां योगादेवाघातपरिणामे ।
केवलिन उल्लङ्घनप्रलङ्घनादीनां वैफल्यम् ।।७६।। एवं ति । एवं जलादिस्पर्शाभावाभ्युपगमस्य विरोधग्रस्तत्वे, सर्वजीवानां केवलिनो योगादेवाघातपरिणामे स्वीक्रियमाणे, उल्लंघनप्रलङ्घनादीनां व्यापाराणां वैफल्यं प्रसज्यते । स्वावच्छिन्त्रप्रदेशवर्तिजीवेषु केवलियोगक्रियाजनितात् केवलियोगजन्यजीवघातप्रतिबन्धकपरिणामादेव जीवघाताभावोपपत्तौ हि जीवाकुलां भूमिं वीक्ष्य केवलिन उल्लङ्घनादिकमकर्त्तव्यमेव स्यात्, प्रत्युत तेषु स्वयोगव्यापार एव कर्त्तव्यः स्यात्, तस्य जीवरक्षाहेतुत्वादिति महदसमञ्जसमापद्यते । यदि चोल्लङ्घनादिव्यापारः शास्त्रसिद्धः केवलिनोऽप्यभ्युपगन्तव्यस्तदा केवलियोगानां न स्वरूपतो रक्षाहेतुत्वं, किन्तु नियतव्यापारद्वारेति तदविषयावश्यंभाविजीवविराधना दुर्निवारा । यदि च -
(જીવોનો અઘાત્ય પરિણામ માનવામાં ઉલ્લંઘનાદિની નિષ્ફળત્વાપત્તિ - ઉત્તરપક્ષ)
ગાથાર્થ ઃ આમ સચિત્ત જલ વગેરેના સ્પર્શનો અભાવ હોવાની વાત વિરોધગ્રસ્ત હોઈ, “સર્વ જીવોમાં કેવલીના યોગથી જ “તે યોગથી મરવું નહિ એવો અઘાત્યપરિણામ ઉત્પન્ન થાય છે એવું જો માનવામાં આવે તો કેવલીઓના ઉલ્લંઘન પ્રલંઘનાદિ વ્યાપારો નિષ્ફળ બની જવાની આપત્તિ આવે.
પોતે જે આકાશપ્રદેશોમાં રહ્યા હોય તે આકાશપ્રદેશોમાં રહેલા જીવોમાં, કેવલીની યોગક્રિયાથી જ, કેવલીના યોગથી જે જીવઘાત થવાનો હોય તેનો પ્રતિબંધ કરી શકે એવો પરિણામ ઊભો થયો હોય છે” એવું જો માનવામાં આવે તો, તે પરિણામના કારણે જ જીવઘાતનો અભાવ સંભવિત બની જતો હોઈ જીવાકુલ ભૂમિને જોઈને કેવલી જે ઉલ્લંઘનાદિ કરે છે તે અકર્તવ્ય જ બની જશે, કેમ કે એ વગર પણ તેઓનો જીવઘાત તો થવાનો હતો જ નહિ, ઉર્દુ, તેઓને તો એ જીવો પર ચાલવા વગેરે રૂપ સ્વયોગવ્યાપાર જ કરવો કર્તવ્ય બની જવાનું મોટું અસમંજસ ઊભું થાય, કેમકે તેમના યોગો સ્વરૂપે જીવરક્ષાના હેતુભૂત હોવાથી એ રીતે યોગો પ્રવર્તાવવાથી જ જીવરક્ષા થવાની છે. માટે શાસ્ત્રવચનોથી સિદ્ધ થયેલ એવો ઉલ્લંઘનાદિ વ્યાપાર જો કેવલીઓમાં માનવાનો હોય તો કેવલીના યોગોને સ્વરૂપે જ જીવરક્ષાના હેતુભૂત માની શકાય નહિ, કિન્તુ ઉલ્લંઘનાદિરૂપ નિયત વ્યાપાર દ્વારા જ તેવા માનવા પડે. અને તો પછી, જે જીવો તે નિયત વ્યાપારનો વિષય ન બની શકે તેઓની અવસ્થંભાવી જીવવિરાધનાનું વારણ દુઃશક્ય બની જ જાય છે.