________________
૨૦૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૭૫ सोऽइसओ कायकओ जोगकओ वा हविज्ज केवलिणो । दुहओ वण्णियपुत्ताइणायओ पायडविरोहो ।।७५।। सोऽतिशयः कायकृतो योगकृतो वा भवेत्केवलिनः ।
उभयतोऽप्यन्निकापुत्रादिज्ञाततः प्रकटविरोधः ७५ ।। सोइसओ त्ति । स-जलादिस्पर्शाभावलक्षणोऽतिशयः, कायकृतः कायनिष्ठफलविपाकप्रदर्शको, योगकृतो वा-योगनिष्ठफलविपाकप्रदर्शको वा, केवलिनो भवेद् ? उभयतोऽप्यनिकापुत्रादिज्ञाततः प्रकटविरोध एव । न ह्यनिकापुत्रगजसुकुमारादीनामन्तकृत्केवलिनां सयोगिनामयोगिनां वा सचित्तजलतेजस्कायिकजीवादिस्पर्शस्त्वयापि नाभ्युपगम्यते, केवलं योगवतामयोगवतां वा तेषामन्तकृत्केवलिनां कायस्पर्शात्तज्जीवविराधनाऽविशेषेण 'घुणाऽक्षरन्यायेन' स्वयमेव भवता स्वग्रन्थे क्वापि लिखिता, स्वाभ्युपगमरीत्या तु त्रयोदशगुणस्थानमुल्लध्य चतुर्दशगुणस्थाने वक्तुमुचितेति विशेषः । परतन्त्रस्यैवायं जलादिस्पर्शः केवलिनो, न तु स्वतन्त्रस्येति चेद्? नेयं भाषा भवत
ગાથાર્થ સચિત્તજળ વગેરેના સ્પર્શના અભાવરૂપ એ અતિશય કાયકૃત–શરીરનિષ્ઠફળવિપાકપ્રદર્શક છે કે યોગકૃત યોગનિષ્ઠફળવિપાકપ્રદર્શક ? બન્ને વિકલ્પમાં અગ્નિકાપુત્રઆચાર્ય વગેરેના દષ્ટાન્તથી વિરોધ હોવો પ્રકટ કરી જણાય છે.
| (સચિત્તજળસ્પર્શાભાવનો અતિશય કિંકૃત?ઃ ઉત્તરપક્ષ) તે અતિશય કાયકૃત હોવાનો અર્થ એ થાય કે કેવલીનું શરીર જ એવું થઈ ગયું હોય કે જેથી તેને સચિત્ત જળાદિનો સ્પર્શ ન થાય. પણ તો પછી અયોગીકેવલીના શરીરસ્પર્શથી જે મશકાદિઘાત કહ્યો છે તે અસંગત બની જાય. તેથી જો તેને યોગકૃત માનો તો એનો અર્થ એ થાય કે કેવલીના કાયાદિ યોગો એવી રીતે પ્રવર્તે છે કે જેથી એના શરીર અને સચિત્ત જળાદિનો પરસ્પર સ્પર્શ થાય નહિ. પણ આમાં અન્નિકાપુત્રાદિના દૃષ્ટાન્તથી વિરોધ સ્પષ્ટ છે. અગ્નિકાપુત્ર-ગજસુકુમાર વગેરે અંતકૃતકેવલી સયોગી કે અયોગી અવસ્થામાં સચિત્તજળ, તેઉકાયાદિના જીવોના સ્પર્શવાળા હતા તે તો તમે પણ માનતા નથી એવું તો નથી જ. ફક્ત વિશેષતા એટલી છે કે યોગયુક્ત કે અયોગી એવા તે બન્ને પ્રકારના અંતકૃતકેવલીના શરીરસ્પર્શથી થયેલ તે જીવવિરાધના સમાન રીતે ઘુણાક્ષરન્યાયે જ થાય છે તેવું તમે જ તમારા ગ્રન્થમાં ક્યાંક લખ્યું છે. જ્યારે તમારા સ્વઅભ્યપગમ પ્રમાણે તેમાં ગુણઠાણાંને ઉલ્લંઘીને ચૌદમાં ગુણઠાણે થતી તેને જ ગુણાક્ષરન્યાયે થયેલી કહેવી યોગ્ય છે. આટલી વિશેષતા જાણવી.
શંકાસયોગીપણામાં પણ સચિત્તજળાદિનો સ્પર્શ હોવો અનિકાપુત્ર વગેરેના દષ્ટાન્તથી જે સિદ્ધ