________________
કેવલીમાં દ્રવ્યહિંસા : કાયસ્પર્શજન્ય વિરાધના વિચાર
<–
द्विप्रकार उक्त इति सचित्तवायुस्पर्शमपि भगवतो नाभ्युपगच्छामः, किन्त्वचित्तवायुस्पर्शमेव, अन्यथा तु भगवत्कायस्पर्शेनापि पृथिव्यादीनां भयोत्पत्तिः स्याद्, न चैवं संभवति । यदस्माकमभ्युपगमः (સર્વ.શ. ૪૧)
पुढवीपमुहा जीवा उप्पत्तिप्पमुहभाइणो हुंति । जह केवलिजोगाओ भयाइलेसंपि ण लहंति ।।
इति चेत् ? हन्तैवं सचित्तास्पर्श एव भगवतोऽतिशयः प्राप्तः, तत्राह - सचित्तस्यास्पर्शो न पुनर्जिनातिशयः सिद्धः, भक्तिभरनम्रमनुष्यादिस्पर्शस्य भगवति सार्वजनीनत्वात् ।।७४।।
૨૦૭
अथ न सचित्तस्पर्शाभावमात्रं भगवतोऽतिशयः, किन्तु यादृशसचित्तस्पर्शः साधूनां निषिद्धस्तादृशस्पर्शाभाव एवेति सचित्तजलादिस्पर्शाभावो भगवतोऽतिशयसिद्ध इति नानुपपत्तिरिति,
तत्राह
-
સ્પર્શે છે એવું નિશ્ચિત્ત કરી તેની અપેક્ષાએ તો કેવલીયોગોમાં અઘાતકપણાનું સમર્થન કરી શકશો, પણ તેઓને સચિત્તવાયુ જે સ્પર્શે છે તેને અંગે તેનું સમર્થન શી રીતે કરશો ?
(કેવલીયોગથી પૃથ્યાદિને ભયલેશનો પણ અભાવ - પૂર્વપક્ષ)
પૂર્વપક્ષ ઃ વાયુ પણ સચિત્ત-અચિત્ત બે પ્રકારે હોવો શાસ્ત્રમાં કહ્યો છે. માટે અમે કેવલી ભગવાનને સચિત્તવાયુ સ્પર્શે છે એ વાત પણ માનતા નથી, અચિત્તવાયુ જ સ્પર્શે છે એવું માનીએ છીએ. અર્થાત્ અચિત્ત પૃથ્વીકાયાદિ જ ભગવાનને સ્પર્શે છે એવું માનીએ છીએ. નહીંતર તો, ભગવાનના શરીરસ્પર્શથી પણ પૃથ્વીકાયાદિ જીવોને ભય પેદા થાય, જે સંભવિત નથી, કેમ કે અમારી માન્યતા આ છે - (સર્વશ શ. ૪૯) “પૃથ્વીકાયાદિ જીવો તેવી રીતે ઉત્પન્ન થાય છે, જીવે છે, અને મરે છે કે જેથી કેવલીના યોગોથી તેઓને ભયની એક લહેર પણ સ્પર્શે નહિ.”
ઉત્તરપક્ષ : આનાથી ફલિત એ થયું કે કેવલીભગવાનનો ‘કોઈ ચિત્તનો સ્પર્શ ન થવા' રૂપ અતિશય હોય છે. પણ તેવો તેઓનો અતિશય સિદ્ધ નથી, કેમ કે ભક્તિનિર્ભર અને નમ્ર એવા મનુષ્યાદિનો ભગવાનને સ્પર્શ હોય છે એ વાત સર્વજનપ્રસિદ્ધ છે. ૭૪॥
શંકા ઃ અમે, કોઈપણ સચિત્તનો ભગવાનને સ્પર્શ જ ન હોય એવો અતિશય નથી કહેતા, કિન્તુ જેવો સચિત્તસ્પર્શ સાધુઓને નિષિદ્ધ છે તેવા સચિત્તસ્પર્શનો જ અભાવ હોવાનો અમે અતિશય કહીએ છીએ. અને તેથી તેવા અતિશયના કારણે સચિત્ત જળ વગેરેનો ભગવાનને સ્પર્શ હોતો નથી એવું સિદ્ધ થઈ જવામાં કોઈ અસંગતિ રહેતી નથી. આવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે -
१. पृथ्वीप्रमुखा जीवा उत्पत्तिप्रमुखभाजो भवन्ति । तथा केवलियोगाद्भयादिलेशमपि न लभन्ते ॥