________________
૨૧ ૨
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૭૭ स्वभावत्वं यत्परेण कल्पितं तदपि निरस्तमित्याह
एएण मच्छियाई सहावकिरिआपरायणा हुंति । ण हु जिणकिरियापेरिअकिरियं जंतित्ति पडिसिद्धं ।।७७।। एतेन मक्षिकादयः स्वभावक्रियापरायणा भवन्ति ।
न खलु जिनक्रियाप्रेरितक्रियां यान्तीति प्रतिषिद्धम् ।।७७ ।। एएण मच्छिआइ त्ति । एतेनोक्तहेतुना, मक्षिकादयो मक्षिकापिपीलिकादंशमशकादयः, स्वभावक्रियापरायणाः सहजसमुत्थगमनादिक्रियाकारिणो, भवन्ति; ण हु=नैव जिनस्य या क्रिया गमनागमनादिरूपा, तया प्रेरिता तन्निमित्तका, या क्रिया तां यान्ति; केवलियोगहेतुकस्वशरीरसङ्कोचमपि न कुर्वन्तीत्यर्थः । केवलिनो हि गमनागमनादिपरिणतो पिपीलिकादयः क्षुद्रजन्तवः स्वत एवेतस्ततोऽपसरन्ति, अपसृता वा भवन्ति । यदि च कदाचिदसातवेदनीयकर्मोदयेन दंशमशकादयो नापसरन्ति, तदा केवली तत्कर्मक्षयनिमित्तं तत्कृतवेदनां सम्यगधिसहते, केवलज्ञानोत्पत्ति
કેવલીના યોગવ્યાપાર વખતે જીવોમાં સ્વતઃ જ અપસરણ સ્વભાવ ઊભો થઈ જાય છે એવું પૂર્વપક્ષીએ જે કયું છે તેનો પણ નિરાસ થઈ ગયેલો જાણવો એવું ગ્રન્થકાર જણાવે છે –
ગાથાર્થ ઉપર કહ્યા મુજબના કારણે પૂર્વપક્ષની નીચેની કલ્પના નિષિદ્ધ થઈ ગયેલી જાણવી. તે કલ્પના આ - “માખી, કીડી, મચ્છર વગેરે જીવો સ્વભાવક્રિયાપરાયણ= સહજ પ્રવર્તેલી ગમનાદિ ક્રિયા કરનારા હોય છે, નહિ કે કેવલીની ગમનાગમનાદિ ક્રિયાથી પ્રેરાઈને ક્રિયા કરનારા, અર્થાત્ કેવલીના યોગરૂપ કારણ પામીને તો તેઓ શરીરનો સંકોચ પણ કરતા નથી.”
(કેવલીનાં વિહરણકાલે જીવો સ્વતઃ જ આઘાપાછા થઈ જાય - પૂર્વપક્ષ) પૂર્વપક્ષીનો આશય એ છે કે (પૂર્વપક્ષ)ઃ શ્રુતવ્યવહારપરિપાલન માટે કેવલીએ કરેલ ઉલ્લંઘનાદિ વ્યાપારથી ઉલ્લંઘાતા જીવો અપસરણાદિ કરે છે કે નહિ ઇત્યાદિ તમે જે વિકલ્પ ર્યા તેમાં “નથી કરતા' એવો બીજો વિકલ્પ તો અમે પણ માનતા જ નથી. વળી કરે છે એવો પ્રથમ વિકલ્પ માનવામાં તેઓ ભલેશ પણ પામતા નથી એવા અમારા અભ્યપગમની હાનિ થશે એવું તમે જે કહ્યું તે પણ યોગ્ય નથી, કેમકે કેવલી જ્યારે ગમનાગમનાદિ પરિણતિવાળા બને ત્યારે કીડી વગેરે ક્ષુદ્ર જતુઓ પોતાની મેળે જ (કેવલીના યોગથી પ્રેરાઈને નહિ) આઘાપાછા થઈ જાય છે, અથવા તો એ વખતે પહેલેથી જ આઘાપાછા થઈ ગયેલા હોય છે. તેથી તેઓની આ ક્રિયાને કેવલી પ્રયુક્ત ભયપૂર્વકની કહી શકાતી નથી કે જેથી અમારી માન્યતાની હાનિ થાય. વળી જો ક્યારેક કેવલીના અશાતાવેદનીય કર્મના ઉદયના કારણે દેશ-મશકાદિ દૂર ન જાય તો તે કર્મના ક્ષય માટે કેવલી તેઓએ કરેલી વેદનાને સમ્યક રીતે સહે