________________
૧૭૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૬૬ कर्मबन्थाबन्धव्याख्यानं कृतं तस्यात्यन्तमनुपपत्तेः । किञ्च-अवश्यंभाविनी जीवविराधना प्रायोऽसंभविसंभवाऽप्रमत्तस्यैव न तु प्रमत्तस्य, तदीयकायव्यापाराज्जायमानस्य जीवघातस्य प्रायःसंभविसंभवत्वात्, प्रमत्तयोगानां तथास्वभावत्वाद्, अत एव प्रमत्तसंयतस्य प्रमत्तयोगानगीकृत्यारंभिकी क्रियापि, तेषां योगानां जीवघातार्हत्वाद्, अन्यथा प्रमत्ताप्रमत्तयोरविशेषः संपद्येत - इति परस्याभ्युपगमेऽवस्थितसूत्रस्यैवानुपपत्तिः, अनाकुट्टिकयाऽनुपेत्य प्रवृत्तमवश्यम्भाविजीवविराधनावन्तं प्रमत्तसंयतमधिकृत्यैवेहलोकवेदनवेद्यापतितकर्मबन्धस्य साक्षात्सूत्रेऽभिधानात्, तस्य च जीवविराधनाया अवश्यम्भावित्वस्य प्रायःसंभविसंभवत्वेन परेण निषेधात् । तस्मात्रायं पन्थाः, किन्त्व
જીવવિરાધનાનો સંભવ હોવો સંગત છે. જો આવું ન માનીએ તો કેવલી અંગે વૃત્તિકારે જે વ્યાખ્યા કરી છે કે “યોગી કેવલીને સામયિક કર્મબંધ થાય છે અને અયોગી કેવલીને અબંધ હોય છે તે અત્યંત અસંગત બની જાય, કારણ કે કેવલીના કાયસ્પર્શ વગેરેથી જો વિરાધના જ ન થતી હોય તો વિરાધનાથી થતા કર્મના બંધ-અબંધની વિચારણામાં તેનો ઉલ્લેખ કરવાની જરૂર શી ? વળી પૂર્વપક્ષીની જે નીચેની માન્યતા છે તેને સ્વીકારવામાં અધિકૃત સૂત્ર જ અસંગત થઈ જાય છે.
પૂર્વપક્ષમાન્યતા : પ્રાયઃ અસંભવિસંભવવાળી જે વિરાધના હોય તે અવયંભાવી કહેવાઈ છે. અને તે તો અપ્રમત્તને જ હોય છે, પ્રમત્તને નહિ. કેમ કે તેની (પ્રમત્તની) કાયપ્રવૃત્તિથી થતો જીવઘાત પ્રાય સંભવિસંભવવાળો હોય છે. અર્થાત્ પ્રમત્તના યોગો જીવઘાત કરવાના સ્વભાવાળા હોઈ તેનાથી થનાર જીવઘાત બહુલતાએ ‘ન થનાર નથી હોતો, પણ “થનાર હોય છે, તેથી જ તો એ પ્રમત્તયોગોની અપેક્ષાએ પ્રમત્તસંયતને આરંભિકી ક્રિયા પણ હોવી માની છે, કેમકે તેઓના યોગો જીવઘાત કરવાને યોગ્ય હોય છે. અપ્રમત્તના યોગોને પણ આવા સ્વભાવવાળા માની શકાતા નથી. તે એટલા માટે કે પ્રમત્ત અને અપ્રમત્ત સંયતમાં કષાયાદિકૃત ભેદ તો હોતો નથી. તેથી જુદા જુદા સ્વભાવરૂપ યોગકૃતભેદ પણ જો તેઓમાં માનવાનો ન હોય તો એ બેમાં કોઈ ભેદ જ ન રહેવાની આપત્તિ આવે.
(પૂર્વપક્ષવિચારણાને સ્વીકારવામાં સૂત્રની અસંગતિનો દોષ) ઉત્તરપક્ષઃ પૂર્વપક્ષીની આવી માન્યતા સ્વીકારવામાં અધિકૃતસૂત્ર જ એટલા માટે અસંગત થઈ જાય છે કે અનાદિથી (આદિ વગર) અનુપત્ય (અજાણપણે) પ્રવૃત્ત થયેલા અને અવયંભાવી જીવવિરાધનાવાળા એવા પ્રમત્તસંયતને ઉદ્દેશીને જ ઈહલોકવેદનવેદ્યાપતિત કર્મબંધની વાત સૂત્રમાં સાક્ષાત્ કરી છે. જ્યારે પૂર્વપક્ષી તો પોતાની માન્યતા મુજબ, “પ્રમત્તસંયતથી થતી વિરાધના પ્રાયઃ સંભવિસંભવવાળી હોઈ અવશ્યભાવી જ હોતી નથી.” એ રીતે પ્રમત્તસંયતમાં અવશ્યભાવી જીવવિરાધનાનો જ નિષેધ કરે છે. માટે અવશ્યભાવિત્રવ્યવહારની આવી માન્યતા યોગ્ય નથી. તો કેવી માન્યતા યોગ્ય છે? એને જણાવવા વૃત્તિકાર (ગ્રન્થકાર) આગળ કહે છે - અનભિમત હોવા સાથે